Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિમેષ દેસાઇની જીવનની રંગભૂમિમાંથી 'ફાઇનલ એક્ઝિટ'

-રંગભૂમિના મુઠી ઉંચેરા કલાકારના અવસાનથી નાટયજગતમાં શોક

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

ગુજરાતી નાટયજગતના ખ્યાતનામ કલાકાર-દિગ્દર્શક-લેખક નિમેષ દેસાઇએ મંગળવારે વહેલી સવારે જીવનની રંગભૂમિમાંથી 'ફાઇનલ એક્ઝિટ' લીધી છે, તેઓ ૬૧ વર્ષના હતા. તેમના અવસાન સાથે જ ગુજરાતી નાટયજગતમાં શોક વ્યાપી ગયો છે. નિમેષ દેસાઇ છેલ્લા કેટલાક સમયથી જીએસટીવીની શોર્ટ ફિલ્મ કોમ્પિટિશનના જ્યુરી તરીકે કામગીરી અદા કરી રહ્યા હતા.

આજે સવારે પાલડી ખાતેના નિવાસસ્થાને કાર્ડિયાક અરેસ્ટ થતાં નિમેષ દેસાઇએ અંતિમ શ્વાસ લીધા હતા. તેઓના અંતિમ સંસ્કારમાં  ગુજરાતી રંગભૂમિ-ફિલ્મોના અનેક કલાકારો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે અશ્રુભીની આંખે કલાના ભેખધારીને વિદાય આપી હતી. 

નિમેષ દેસાઇનો જન્મ ૧ એપ્રિલ ૧૯૫૬ના મુંબઇ ખાતે થયો હતો.  બ્રટોલ્ટ બ્રેક્થનું હસમુખ પાઠક અનુવાદિત 'વેઇટિંગ ફોર ગોદો'  તેમનું સૌપ્રથમ નાટક હતું. કેતન મહેતાના દિગ્દર્શનમાં બનેલી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ 'ભવ ની ભવાઇ' ફિલ્મમાં તેઓ સહાયક દિગ્દર્શક હતા.

આ ઉપરાંત તેમણે 'નસિબની બલિહારી' ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. જાણીતા અભિતેતા પરેશ રાવલની આ સૌપ્રથમ ફિલ્મ. ખૂબ જ લોકપ્રિય ગીત 'સાંવરિયો રે મારો સાંવરિયો' આ ફિલ્મમાં હતું. તેમના દિગ્દર્શનમાં બનેલી છેલ્લી ફિલ્મ 'કૂખ' ગત વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઇ હતી. નિમેષ દેસાઇએ 'રંગા રાજા', 'સગપણ એક ઉખાણું', 'સૂરજનો પડછાયો', 'મળેલા જીવ' જેવા નાટક તેમજ અનેક સિરીયલનું પણ દિગ્દર્શન કર્યું હતું.

Post Comments