Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નારણ રાઠવાએ છેલ્લી ઘડીએ ફોર્મ ભર્યું કોંગ્રેસી નેતાઓના જીવ તાળવે ચોંટયા

- રાજ્યસભાના ફોર્મ ભરવામાં ડખાં, હાઇપ્રોફાઇલ ડ્રામા સર્જાયો

- 'નારણ રાઠવાનું ફોર્મ રદ થયું છે,રાજીવ શુકલા ગાંધીનગર પહોંચી રહ્યા છે' તેવી અફવાથી પાટનગરના માહોલમા

છેક છોટાઉદેપુરથી પ્રમાણપત્ર આપવા કાર દોડાવવી પડી કોંગ્રેસે ત્રીજા ઉમેદવાર તરીકે પી.કે.વાલેરાને ફોર્મ ભરાવ્યું
અમદાવાદ, તા. 12 માર્ચ, 2018, સોમવાર

રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીને પગલે પાટનગર ગાંધીનગરમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ગુજરાત વિધાનસભામાં હાઇપ્રોફાઇલ ડ્રામા સર્જાયો હતો કેમ કે, કોંગ્રેસના ઉમેદવાર અમીબેન યાજ્ઞિાકે તો સમયસર આવીને ફોર્મ ભરી દીધુ હતુ પણ પૂર્વ રેલરાજ્ય મંત્રી નારણ રાઠવા પાસે સરકારી લેણુ નથી તેવુ નો ડયુ સર્ટિફિકેટ જ ન હતું જેના લીધે તેઓ ફોર્મ ભરી શક્યા ન હતાં. આખરે ત્રણ વાગ્યા સુધીની સમયઅવધિને આડે માત્ર ૨૦ મિનિટ પહેલાં જ સર્ટિફિકેટ મળતાં તેઓ છેલ્લી ઘડીએ ફોર્મ ભરી શક્યાં હતાં. જોકે,દસ્તાવેજોના અભાવે નારણ રાઠવાનું ફોર્મ રદ થયાની અફવાએ પાટનગરના રાજકીય માહોલને ઉતેજનાસભર બનાવી દીધો હતો.

ભાજપના બંન્ને ઉમેદવાર પુરુષોત્તમ રૃપાલા અને મનસુખ માંડવિયા તો વિધાનસભામાં સમયસર રાજ્યસભાની ચૂંટણી અધિકારી સમક્ષ પહોંચીને ફોર્મ ભરીને રવાના થઇ ગયા હતાં. ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઓફિસે એકત્ર થયા હતાં. અમી યાજ્ઞિાક અને નારણ રાઠવા બંન્ને સમયસર પહોચી શક્યા હતાં પણ નારણ રાઠવાના ફોર્મ-દસ્તાવેજોની ચકાસણી કરતા માલુમ પડયુ કે, સરકારી લેણુ નથી તે નો ડયુ સર્ટિફિકેટ જ નથી. જે સર્ટિફિકેટ રજૂ કરાયુ હતુ તે વર્ષ ૨૦૧૪ સુધી જ માન્ય હતું. હવે છેક છોટા ઉદેપુરથી પ્રમાણપત્ર લાવવુ પડે તેમ હતુ.દરમિયાન,એવી અફવાએ જોર પકડયુ કે, નારણ રાઠવાનુ ફોર્મ રદ થયુછે. કોંગ્રેસ હાઇકમાન્ડે રાજીવ શુકલાને ફોર્મ ભરવા આદેશ કર્યો છે. જે ચાર્ટડ પ્લેન લઇને અમદાવાદ પહોંચી રહ્યાં છે.ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ વાતને ભાજપનું ત્રાગુ ગણાવ્યુ હતું.

બીજી તરફ, રાજ્યસભાના અગાઉના કડવા અનુભવ છતાંય આ વખતે ય કોંગ્રેસ જરાય સજાગ રહી ન હતી. આ કારણોસર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ટેકનિકલ ફોલ્ટને લઇને રદ થઇ શકે છે તેવા તર્ક વહેતા થયા હતાં. દરમિયાન,કોંગ્રેસના નેતાઓની ઉપસ્થિતીમાં અમીબેન યાજ્ઞિાકે લગભગ પોણા બે વાગે ફોર્મ ભર્યુ હતું. ત્રણ વાગ્યા સુધી ફોર્મ ભરવાનો સમય હતો. હવે એકાદ કલાકનો જ સમય બાકી હતો ત્યારે ફોર્મ રદ થયું કે,પછી અન્ય કોઇ ઉમેદવારને કોંગ્રેસ મેદાને ઉતારી રહ્યુ છે તે વાતે રાજકીય ઉતેજના ફેલાવી હતી. આખરે દિલ્હીથી ફોન આવતાં પી.કે.વાલેરાને કોંગ્રેસે ત્રીજા ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવી દીધુ હતુ.

આ તરફ, ફોર્મ ભરવાના સમયને આડે માત્ર અડધો કલાકનો સમય જ બાકી રહ્યો હતો ત્યારે છેક છોટાઉદેપુરથી નો ડયુ સર્ટિફિકેટ લઇને કાર આવી પહોંચી હતી ત્યારે ગુજરાતના કોંગ્રેસના નેતાઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આખરે નારણ રાઠવાને ૨.૩૫ કલાકે ફોર્મ ભર્યુ હતું. કોંગ્રેસના નેતાઓનું કહેવુ હતુ કે,ભાજપ ટેકનિકલ ભૂલ શોધીને ગત વખતની ચૂંટણીનો બદલો લેવા તત્પર છે ત્યારે કોંગ્રેસે નારણ રાઠવાના ફોર્મ-દસ્તાવેજો આરઓ પાસે જોવડાવી લીધાં છે.હવે કોઇ ભૂલ નથી. ફોર્મ રદ થવાની પણ શક્યતા નથી.આમ,ફોર્મ ભરવાના આખરી દિને હાઇપ્રોફાઇલ ડ્રામા સર્જાયો હતો.

આજે ફોર્મ ચકાસણીના દિવસ પર સૌ કોઇની નજર
નારણ રાઠવાનુ ફોર્મ રદ થઇ શકે છે તેવા તર્કવિતર્ક વહેતા થયા છે.કોંગ્રેસે તો મક્કમમને વિશ્વાસ વ્યક્ત કર્યો છેકે, કાયદાકીય નિષ્ણાતોની સલાહસૂચન સાથે નારણ રાઠવાના પુરતા દસ્તાવેજો સાથે ફોર્મ ભરવામાં આવ્યુ છે. આ ઉપરાંત પી.કે.વાલેરાને વધારાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરાવવામાં આવ્યુ છે.હવે મંગળવારે ફોર્મની ચકાસણી કરવામાં આવશે. નારણ રાઠવાનુ ફોર્મ રદ થશે કે યથાવત રહેશે તેના પર સૌ કોઇની નજર મંડાઇ છે કેમ કે,જો ફોર્મ રદ થશે તો,રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક આવી શકે છે અને ચૂંટણી વધુ રસપ્રદ બની શકે છે.

રાજ્યસભાની ચાર બેઠકો માટે કુલ છ ફોર્મ ભરાયાં
રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ વતી કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રુપાલા અને મનસુખ માંડવિયાએ ફોર્મ ભર્યા છે જયારે કોંગ્રેસ તરફથી અમીબેન યાજ્ઞિાક અને નારણ રાઠવાએ ઉમેદવારી નોંધાવી દીધી છે. આ ઉપરાંત કોંગ્રેસે પી.કે.વાલેરાને ફોર્મ ભરાવ્યુ છે જયારે ભાજપે ક્ષત્રિય નેતા કિરીટસિંહ રાણાને છેલ્લી ઘડીએ ફોર્મ ભરાવીને મેદાને ઉતાર્યા છે. આમ,ચાર બેઠકો માટે ફોર્મ ભરવાના આખરી દિને છ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

પરેશ ધાનાણીની ચેમ્બરમાં કોંગ્રેસના નેતાઓએ બેઠક યોજી
નારણ રાઠવાનું ફોર્મ ટેકનિકલ ભૂલને આગળ ધરીને ભાજપ રદ કરાવી શકે છે તેવી રાજકીય શક્યતાને જોતા કોંગ્રેસના નેતાઓ ચિંતાતુર બન્યા હતાં.ગત વખતની ચૂંટણીથીય કોંગ્રેસના નેતા જાણે કશુ જ શિખ્યા ન હતાં. આ વખતે પણ જરાયે કાળજી રાખવામાં આવી ન હતી. આખરે ફોર્મ રદ થાય અને ચૂંટણી યોજાય તો,ભાજપ તોડફોડ ન કરે તેવી આશંકા દાખવી પૂર્વ તૈયારી કરવા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તાકીદે વિપક્ષના નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં બેઠક યોજીને ચર્ચા વિચારણા કરી હતી.

રાઠવાનું ફોર્મ રદ થવાની શંકાએ ભાજપે કિરીટસિંહ રાણાને મેદાને ઉતાર્યાં
અપુરતા દસ્તાવેજોને લીધે કોંગ્રેસના ઉમેદવાર નારણ રાઠવાનું ફોર્મ રદ થઇ શકે તેવી શંકાને પગલે ભાજપે છેલ્લી ઘડીએ મોટો દાવ ખેલ્યો હતો. ભાજપે લિંબડીના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય નેતા કિરીટસિંહ રાણાને લઇને ભાજપના દંડક પંકજ દેસાઇ ચૂંટણી અધિકારીની ઓફિસે પહોંચ્યા હતા. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે કિરીટસિંહ રાણાને ફોર્મ ભરાવ્યુ હતું જેના રાજ્યસભાની ચૂંટણીમાં નવો વળાંક આવ્યો હતો.

રાજીવ શુક્લા ચાર્ટડ પ્લેનને એરપોર્ટ ઓથોરિટીએ મંજૂરી આપી નહીં
અપૂરતા દસ્તાવેજાને કારણે પૂર્વ રેલરાજ્ય મંત્રી નારણ રાઠવાનું ફોર્મ રદ થઇ શકે છે તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે તાકીદે દિલ્હીથી રાજીવ શુક્લાને ગુજરાત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરવા સૂચના આપી હતી.તેઓ સમયસર ગાંધીનગર પહોંચવા દિલ્હીથી ચાર્ટડ પ્લેનમાં રવાના થવાની ચર્ચાએ જોર પકડયુ હતું. આ વાતને અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ પણ સમર્થન આપી જણાવ્યુ હતુંકે,રાજીવ શુક્લાના પ્લેનને ઉતરવા મંજૂરી માંગવામાં આવી હતી પણ અમદાવાદ એરપોર્ટ પર રનવનું કામકાજ ચાલી રહ્યુ છે જેના પગલે મંજૂરી આપવામાં આવી ન હતી.

મનસુખ માંડવિયા ફોર્મ ભરવા સાઇકલ પર આવ્યા
ભાજપના રાજ્યસભાના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમના કાર્યકરો સાથે સાઇકલ લઇને વિધાનસભા સુધી પહોંચ્યા હતાં. કેસરી ખેસમાં સજ્જ માંડવિયાએ કેસરી ખેસમાં સજ્જ કાર્યકરો સાથે એન્ટ્રી કરી હતી.આ ઉપરાંત પુરષોત્તમ રુપાલા વિધાનસભામાં પહોંચ્યા હતાં. બન્ને ઉમેદવારોએ મુખ્યમંત્રી રુપાણી સહિત ભાજપના મંત્રીઓની ઉપસ્થિતીમાં ફોર્મ ભર્યુ હતું.

Post Comments