Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખરીદી વ્યવસ્થાપનમાં નાફેડ પોતાની જવાબદારી ચૂકયું છે : ફળદુ

- નાફેડના ચેરમેનના આક્ષેપ બાદ સરકારનો જવાબ

- કેન્દ્ર સરકારનાં ટેકાના ભાવ ઉપરાંત ગુજરાત સરકારે વધારાનું બોનસ આપીને મગફળીની ખરીદી કરી છે

અમદાવાદ, તા.13 જૂન 2018, બુધવાર

નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા દ્વારા મગફળીકાંડમાં સરકારી તંત્રની મિલીભગત હોવાનું તેમજ નાફેડની મંજૂરી લીધા વિના ગુજરાત સરકારે સુવિધા વગરના ગોડાઉનો ભાડે લીધા હોવાનું જણાવાયું હતું. એટલું જ નહીં કૌભાંડો છાવરવા ધૂળ-માટી ભરેલી મગફળીનાં ગોડાઉનો સળગાવી દીધાનો આક્ષેપ કર્યો હતો. જેની સામે કૃષિ મંત્રી આર.સી. ફળદુએ નાફેડના ચેરમેનને ત્રણ પાનાનો પત્ર લખ્યો છે. આ અંગે કૃષિમંત્રીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારનાં ટેકાના ભાવો ઉપરાંત ગુજરાત સરકારે વધારાનું બોનસ આપીને મગફળીની ખરીદી કરી છે.

કૃષિમંત્રીએ કહ્યું હતું કે, ખરીદી વ્યવસ્થાપનમાં નાફેડ પોતાની જવાબદારી ચૂકયું છે. ગુજરાતમાં કૃષિ પેદાશોનું મબલખ ઉત્પાદન થતા ખેડૂતોને યોગ્ય બજાર ભાવ મળી શક્તા નહોતા. આથી મગફળી, અડદ, કપાસ, તુવેર, ચણા, રાયડા જેવા પાકોનું બજાર ભાવથી વધુ ઉંચી કિંમતે ખેડૂતો પાસેથી ખરીદી કરી છે.

નાફેડ પાસે ૨ થી ૩ વર્ષ પહેલા કર્મચારીઓનાં પગાર કરવાના પૈસા નહોતા. તે સંસ્થાને વડાપ્રધાને રૃ. ૨૫૦૦૦ કરોડ જેવી માતબર રકમની સંસ્થા દ્વારા ખરીદી કરાવી નાફેડને જીવંત બનાવી દીધી છે. દેશભરમાં નાફેડ દ્વારા સરકાર ખેડૂતોની જરૃરીયાત પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરાવે છે. આ વર્ષે ગુજરાતમાં ૩૨ લાખ મેટ્રીક ટન કરતાં વધુ મગફળીનું ઉત્પાદન થયું છે.

આ સીઝનમાં રાજ્યમાંથી ૮ લાખ મેટ્રીક ટન કરતા વધુ મગફળીની ખરીદી સરકારનાં સહયોગથી કરાઈ છે. જો સરકારે મદદ ન કરી હોત તો નાફેડ આનાથી અડધી ખરીદી પણ કરી શક્યું ન હોત. આઠ મહિનાથી વધુ સમય સુધી મગફળી અને અન્ય જણસોની ખરીદી ચાલતી હતી ત્યારે નાફેડના ચેરમેન તરીકે કોઇપણ કામમાં કયાંય ખોટું થતું હોય તો સરકારનું એક પણ વખત ધ્યાન દોર્યું નથી. મગફળીની ગુણવત્તા જોવા માટે નાફેડના પ્રતિનિધિ હાજર હોય છે. તેની મંજૂરી બાદ જ મંડળીઓ મગફળીની ખરીદી કરે છે.

નાફેડના ચેરમેન તરીકે બધુ જાણતા હોવા છતાં જે નિવેદન કર્યું છે અને સરકારને સાંકળવાનો પ્રયાસ કર્યો છે તે જરાય ઉચિત નથી એવું કૃષિમંત્રીએ ઉમેર્યું હતું.

Post Comments