Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમમાં મુંબઈના ઇમ્પોર્ટરની રૃા. ૪૩ કરોડની ચોરી પકડાઈ

-જુદી જુદી સ્કીમમાં આયાતકારો દ્વારા કરાતી ડયૂટીની બેફામ ચોરી

-પ્લાસ્ટિકના દાણા ડયૂટી ફ્રી ઇમ્પોર્ટ કરીને તેની સામે એક્સપોર્ટ કર્યા વિના જ કંપનીને સમેટી લઈને જોગવ

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

ડયૂટી ભર્યા વિના જ આયાત કરવાની અને ત્યારબાદ નિકાસ કરવાની જોગવાઈ ધરાવતી એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમનો ગેરલાભ લઈને ભારત સરકારને રૃા. ૧૨૭ કરોડની આયાત કરીને રૃા. ૪૩.૫૫ કરોડની ડયૂટી ચોરી કરીને સરકારને ચૂનો લગાાડયો હોવાનું ડીઆરઆઈના અધિકારીઓએ પકડી પાડયું છે.

આ કૌભાંડમાં સંડોવાયેલી કંપનીએ રૃા. ૧૨૭.૪૦ કરોડના મૂલ્યના અંદાજે ૧૮૦૪૯ ટન એલડીપીઈ, એલએલડીપીઈ અને પીવીસી રેઈઝિન્સની આયાત કરી હતી.

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ તેનો જે ઉપયોગ કરવાનું દર્શાવવામાં આવ્યો હતો તે રીતે તે કાચા માલનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. આ માલમાંથી નવો માલ તૈયાર કરીને તેની નિકાસ કરવાને બદલે તેમણે કાચો માલ સીધો જ ખુલ્લા બજારમાં વેચી દીધો હતો. આ રીતે તેણે રૃા. ૪૩.૫૫ કરોડની ડયૂટીની ચોરી કરી હતી.

આ પાર્ટી મુંબઈમાં ન્યુ મરીનલાઈન્સ વિસ્તારમાં હોવાનું ડીઆરઆઈને જાણવા મળ્યું હતું. તેમના એકમો સુરત અને વાપીમાં હોવાનું પણ બહાર આવ્યું હતું. તેમણે આયાતના કન્સાઈનમેન્ટ માટે આપેલા ઑફિસના સરનામા પર ચકાસણી કરવામાં આવતા આ ઑફિસ બંધ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ અંગે કરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ઑફિસ ઘણાં લાંબા સમયથી બંધ કરી દેવામાં આવી હતી. તેમ જ તેમની ફેક્ટરી જે સરનામે રજિસ્ટર થયેલી હતી તે સ્થળે કોઈ બીજી જ વ્યક્તિની ફેક્ટરી અત્યારે ચાાલતી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

આ કંપનીના માલિકને શોધી કાઢીને ડીઆરઆઈના અધિકારીઓએ તેમની પૂછપરછ કરતાં તેમણે આ ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી. તેમ જ આ ચોરીની રકમ પેટે તત્કાળ રૃા. ૫૦ લાખ જમા પણ આપ્યા હતા. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે.

ઈપીસીજી સ્કીમમાં પણ આયાત કરીને એક્સપોર્ટ ન કરનારાને છાવરતું ડીજીએફટી

એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ જેવી જ આયાત ડયૂટીમાં રાહત કરી આપતી અને આયાત કર્યા પછી ત્રણથી આઠ વર્ષમાં નિકાસ કરીને જવાબદારી અદા કરવાની છૂટ આપતી ઈપીસીજી સ્કીમમાં પણ આયાત કરીને ડયૂટી બચાવી લીધા પછી નિકાસ ન કરનારાઓને ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી)ના અધિકારીઓ છાવરી રહ્યા છે.

તેઓ ડયૂટી ફ્રી આયાત કરીને કાચા માલમાંથી કોઈ પ્રોડક્ટ તૈયાર કરીને તેની નિકાસ કરવાને બદલે કાચો માલ જ સીધો બજારમાં ગેરકાયદે વેચી દેતા હોવાનું ખાસ્સા કેસોમાં બને છે. ત્યારબાદ નિકાસ કરવાની જવાબદારી અદા જ કરતા નથી.

આ પ્રકારે હજારો કરોડનો ચૂનો સરકારને લગાવનારાઓ ડીજીએફટીના અધિકારીઓ સાથેની મિલીભગતમાં કામ કરી રહ્યા છે. આયાત કર્યા પછી નિકાસ કરવા માટેનો સમયગાળો બહુ જ લાંબો હોવાથી તેમના નિકાસના કમિટમેન્ટ પૂરા ન થાય તો પણ ડીજીએફટીના વર્તમાન અધિકારીઓ તેમની સામે પગલાં લેતા નથી.

તેમ જ તેમને શોધીને તેમની પાસેથી વસૂલી કરવાની કોશિશ પણ કરતાં ન હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ડિફોલ્ટરોની વિગતો વારંવાર માગવા છતાંય તેઓ તેમને છાવરવા માટે તે વિગતો જાહેર કરતા જ નથી. સરકારને ચૂનો લગાડવામાં તેઓ ડિફોલ્ટર્સને સાથ આપી રહ્યા છે.

Post Comments