Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાઈબ્રન્ટ સમિટમાં I.T. ક્ષેત્રે રૂ. 16000 કરોડનાના એમ.ઓ.યુ. થયા

- બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂ. 5022 કરોડના એમ.ઓ.યુ. થયા

- મહાત્મા મંદિર ખાતે જીન્સ, જીન એડિટિંગ અને ન્યૂ બાયોટેકનોલોજી અંગે સેમિનાર યોજાયો

ગાંધીનગર, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 અંતર્ગત 37 કંપનીઓ દ્વારા રૂ. 5022 કરોડના 54 એમ.ઓ.યુ. અને આઇ.ટી.ક્ષેત્રે રૂ. 16000 કરોડના 89 એમ.ઓ.યુ. થયા હતા.

બાયોટેકનોલોજી ક્ષેત્રે એમ.ઓ.યુ. કરનાર કંપનીઓમાં 14 કંપનીઓએ ફાર્મા અને હેલ્થકેર બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂ. 2228 કરોડ, 4 કંપનીઓએ ઇન્ડસ્ટ્રિયલ બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂ. 2076 કરોડ, 3 કંપનીઓએ બી.ટી. ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે રૂ. 605 કરોડ, 15 કંપનીઓએ કૃષિ-બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂ. 93.1 કરોડ, પાંચ કંપનીએ પર્યાવરણ-બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂ. 29.5 કરોડ, 4 કંપનીઓએ બાયોસર્વિસ ક્ષેત્રે રૂ. 24 કરોડ, 3 કંપનીઓએ મરિન બાયોટેકનોલોજી ક્ષેત્રે રૂ. 20.5 કરોડ, 2 કંપનીઓએ બાયોઇન્ફોર્મેટિકસ સેવાઓ ક્ષેત્રે રૂ. 3.7 કરોડ અને 1 કંપનીએ બાયોટેકનોલોજી ઇન્સ્ટ્રુમેન્ટેશન ક્ષેત્રે રૂ. 2 કરોડના રોકાણના ઇરાદાઓ વ્યકત કરતા એમ.ઓ.યુ. ગુજરાત સરકાર સાથે કર્યા છે.

શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે બાયોટેકનોલોજી ક્ષેત્રે થયેલા આ એમ.ઓ.યુ.ના કારણે રાજ્યના કૃષિ, પર્યાવરણ, આરોગ્ય, ફાર્મસી, ઉદ્યોગ, બીટી, મરિન જેવા અનેક ક્ષેત્રોને વિકાસની નવી તક સાંપડશે. રાજ્યના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે જાહેર કરેલી અનેક પોલીસીઓમાં બાયોટેકનોલોજી પોલીસી રાજ્યના વિકાસનું એક નવું પરિમાણ ઉમેરશે.

આ નવી પોલીસી બાયોટેકનોલોજી આધારિત ઉદ્યોગોના વિકાસ સાથે 1 લાખ રોજગારીની તક ઉભી કરશે. અંદાજે રૂ. 15000 કરોડના ટર્નઓવરની શકયતા ધરાવતા બાયોટેકનોલોજી ઉદ્યોગોના આધારે રાજ્યમાં બાયોટેકનોલોજી પાર્કસ અને બાયોટેકનોલોજી યુનિટ્સને પણ પ્રોત્સાહન મળશે. ઉપરાંત સ્ટાર્ટઅપ, સંશોધન વગેરેને પણ વેગ મળશે.

Post Comments