Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદની બે ડઝનથી વધુ ફ્લાઇટ સતત ત્રીજા દિવસે મોડી પડી

-અમદાવાદ-મુંબઇની ફ્લાઇટને સૌથી વધુ ૩ કલાકનો વિલંબ

-ભારે વરસાદને પગલે ત્રણ દિવસમાં ૮૦થી વધુ ફ્લાઇટના શેડ્યૂલ ખોરવાયા

અમદાવાદ, તા.૧૨ જુલાઇ 2018, ગુરૂવાર

ભારે વરસાદને પગલે અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવાગમન કરતી ફ્લાઇટ્સના શેડયૂલ ખોરવાઇ જવાનો સિલસિલો જારી રહ્યો છે. આજે અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરતી બે ડઝન ફ્લાઇટ ૪ મિનિટથી ૩ કલાક સુધી મોડી પડી હતી.

આજે જે ફ્લાઇટ સૌથી વધુ ૩ કલાક ૩ મિનિટ મોડી પડી તેમાં અમદાવાદ-મુંબઇની એર ઇન્ડિયાનો સમાવેશ થાય છે. આ ફ્લાઇટ તેના નિર્ધારીત સમય સવારે ૭ઃ૨૦ના સ્થાને સવારે ૯ઃ૪૯ના રવાના થઇને સવારે ૧૧ઃ૪૩ના મુંબઇ પહોંચી હતી. આ ઉપરાંત મુંબઇ-અમદાવાદની એર ઇન્ડિયાની ફ્લાઇટ ૨ કલાક ૩૭ મિનિટ, અમદાવાદ-વારાણસીની ૧ કલાક ૫૨ મિનિટ, બેંગલોર-અમદાવાદની ગો-એરની ફ્લાઇટ ૧ કલાક ૪૪ મિનિટ મોડી હતી.


ફ્લાઇટ મોડી પડવાને પગલે અનેક મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઇટ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો. વરસાદને લીધે છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદથી જ ૮૦ જેટલી ફ્લાઇટના શેડયૂલ ખોરવાઇ ચૂક્યા છે.

ફ્લાઇટ    એરલાઇન્સ    કેટલી મોડી પડી?

મુંબઇ-અમદાવાદ    એર ઇન્ડિયા    ૨ કલાક ૩૭ મિનિટ
પૂણે-અમદાવાદ    ઇન્ડિગો    ૧ કલાક ૧૬ મિનિટ
બેંગલોર-અમદાવાદ    ગો એર    ૧ કલાક ૪૪ મિનિટ
અમદાવાદ-મુંબઇ    એર ઇન્ડિયા    ૩ કલાક ૩ મિનિટ
અમદાવાદ-વારાણસી    સ્પાઇસ જેટ    ૧ કલાક ૫૨ મિનિટ
અમદાવાદ-હૈદરાબાદ    સ્પાઇસ જેટ    ૫૮ મિનિટ
અમદાવાદ-દિલ્હી    ઇન્ડિગો    ૧ કલાક ૬ મિનિટ
અમદાવાદ-બેંગાલુરુ    ગો એર    ૧ કલાક ૩૭ મિનિટ
વારાણસી-અમદાવાદ    સ્પાઇસ જેટ    ૧ કલાક ૧૯ મિનિટ
દિલ્હી-અમદાવાદ    ઇન્ડિગો    ૫૬ મિનિટ
અમદાવાદ-ગોવા    ઇન્ડિગો    ૪૨ મિનિટ
અમદાવાદ-ગોવા    સ્પાઇસ જેટ    ૫૫ મિનિટ
ગોવા-અમદાવાદ    સ્પાઇસ જેટ    ૧ કલાક ૫ મિનિટ
હૈદરાબાદ-અમદાવાદ    સ્પાઇસ જેટ    ૫૦ મિનિટ
દિલ્હી-અમદાવાદ    વિસ્તારા    ૧ કલાક ૪૦ મિનિટ
અમદાવાદ-ચેન્નાઇ    સ્પાઇસ જેટ    ૧ કલાક ૫ મિનિટ
અમદાવાદ-દિલ્હી    સ્પાઇસ જેટ    ૫૦ મિનિટ

Post Comments