Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સુપ્રીમકોર્ટના આદેશ પ્રમાણે ફી દરખાસ્ત ન કરનારી 1800થી વધુ શાળાએ ફરજિયાત દરખાસ્ત કરવી પડશે

- જે શાળાઓ નિયમાનુસાર બે સપ્તાહમાં ફી કમિટી સમક્ષ દરખાસ્ત નહીં કરે

અમદાવાદ,તા.11 જુલાઈ 2018, બુધવાર

ખાનગી સ્કૂલોની ફીને અંકુશમાં લાવવાના સરકારના ફી નિર્ધારણ કાયદા સામે સંચાલકોએ સુપ્રીમમાં કરેલી પીટિશનના કેસમાં આજે વધુ સુનાવણી દરમિયાન સુપ્રીમે ગુજરાત સરકારની રજૂઆતને પગલે દરખાસ્ત ન કરનારી અને બાકી રહેલી તમામ સ્કૂલોને બે સપ્તાહમાં દરખાસ્ત કરી દેવા આદેશ કર્યો છે.

આ ઉપરાંત સુપ્રીમના આદેશ મુજબ એ સ્પષ્ટ થઈ ગયુ છે કે સરકારના કાયદાને ફરજીયાતપણે હવે તમામ સ્કૂલોએ માનવો પડશે અને દરખાસ્ત નહી કરે તો રાજ્ય સરકાર નિયમ પ્રમાણે કાયદાકીય પગલા લઈ શકે છે.

સ્વનિર્ભર શાળાઓમાં ફી નિયમન અંગે સુપ્રીમકોર્ટમાં ચાલી રહેલા કેસ સંદર્ભે આજે સુપ્રીમ કોર્ટે મહત્વનો વચગાળાનો ચુકાદો આપતા જે શાળાઓએ ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાત કરી નથી તેવી શાળાઓને સત્વરે ફી નિર્ધારણ કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની સ્પષ્ટ સૂચના આપી છે.

આ અંગે શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે સુપ્રીમકોર્ટના આ ઈન્ટરીમ ઓર્ડર મુજબ ૨૦૧૭-૧૮ અને વર્ષ ૨૦૧૮-૧૯માં જે શાળાઓએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત નથી કરી તેવી ૧૮૦૦થી વધુ શાળાઓએ સત્વરે દરખાસ્ત કરવાની રહેશે.

જે શાળાઓ એફઆરસી સમક્ષ પોતાની શાળાની ફી અગે નિયમ મુજબ દરખાસ્ત નહી કરે તેવી સ્કૂલો સામે રાજ્ય સરકાર સુપ્રીમના આદેશ મુજબ કાયદામી રહીને સુસંગત કાનૂની કાર્યવાહી કરશે.

મહત્વનું છે કે રાજ્ય સરકારે ગત વર્ષે ૨૦૧૭માં માર્ચમાં ફી નિર્ધારણ કાયદો અમલમા મુક્યા બાદ ફી મર્યાદા કરતા વધુ ફી ધરાવતી અનેક મોટી ખાનગી સ્કૂલો (ગુજરાત બોર્ડ,સીબીએસઈ અને અન્ય બોર્ડ સહિતની) દ્વારા કાયદાને ન માની તેને હાઈકોર્ટમાં પડકારવામા આવ્યો હતો અને અંદાજે ૨૦૦૦ હજારથી વધુ સ્કૂલોએ ફી કમિટીમા દરખાસ્ત કરી ન હતી .હાઈકોર્ટે સરકાર તરફી ચુકાદો આપતા સ્કૂલોએ સુપ્રીમકોર્ટમાં પીટિશન કરી હતી.

દરમિયાન પીટિશન કરનારી સ્કૂલોમાંથી કેટલીક સ્કૂલોએ દરખાસ્ત કરી દીધી હતી.જે સાથે હાલ ચાર ઝોનની ફી નિર્ધારણ કમિટીઓ દ્વારા પ્રોવિઝનલ ફી નક્કી કરી દેવાઈ છે.પરંતુ બાકી રહેલી સ્કૂલોની ફી પ્રોવિઝનલ ફી પણ નક્કી કરાઈ ન હતી.

સુપ્રીમકોર્ટના આજના વચગાળાના ચુકાદાથી સરકાર અને વાલીઓની જીત થઈ છે અને જે મોટી ખાનગી સ્કૂલો દરખાસ્ત કરવા પણ ઈચ્છતી ન હતી તેમની હાર થઈ છે.

Post Comments