Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દમણના લીકર માફિયા રમેશ પટેલ સામે ED દ્વારા મનીલૉન્ડરિંગ એક્ટ હેઠળ ફરિયાદ

- દારૂનો ધંધો કરીને બૅન્કના 16 ખાતામાં રૂ. 411 કરોડ જમા કરાવ્યા!

અમદાવાદ, તા. 10. જુલાઈ 2018 મંગળવાર

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આજે દમણના લીકર માફિયા રમેસ જગુભાઈ પટેલ સામે અમદાવાદની પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન કોર્ટ (રૃરલ)માં મની લૉન્ડરિંગ એક્ટ ૨૦૦૨ની જોગવાઈ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

ગુજરાત પોલીસે રમેશ પટેલ ઉર્ફે માઈકલ અને તેના સાગરીત શ્રીમતિ ભાનુબેન રમેશ પટેલ, સનત રમેશ પટેલ, મોહમ્મદ ફિરોઝ અનવરઅલી સૈયદ ઉર્ફે ફ્રૂટવાલા સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે શરૃ કરેલી તપાસને અંતે આ કેસ ફાઈલ કરવામાં આવ્યો છે. રમેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુજરાતની પોલીસે કુલ મળીને ૨૩ ફરિયાદો કરેલી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે સુરતનાો બુટલેગરો વોટ્સઅપના મેસેજના માધ્યમથી ઓર્ડર પ્લેસ કરતા હતા. તેમને રમેશ પટેલ અને તેના સાગરિતો દારૃનો સપ્લાય પહોંચાડતા હતા.

આ સપ્લાય કરવા માટે તેઓ પ્લાસ્ટિકના પ્રોડક્ટ્સના બનાવટી બિલો બનાવી દેતા હતા. કાયદાનું પાલન કરાવતા સત્તાવાળાઓને ગેરમાર્ગે દોરવા માટે આ જથ્થો તે શિપિંગના કન્ટેઈનરમાં મોકલતો હતો.

દારૃનો સપ્લાય મળી ગયા પછી બુટલેગરો આંગડિયા મારફતે રમેશ પટેલને પેમેન્ટ મોકલાવી દેતા હતા. કેટલીકવાર રમેશ પટેલના સાગરિતો પોતે જ રોકડમાં ઉઘરાણી કરી લેતા હતા.

આ ગુનાઈત પ્રવૃત્તિના માધ્યમથી પેદા કરવામાં આવેલી રોકડનો ઉપયોગ ત્યારબાદ મિલકતોની ખરીદી કરવા માટે કરવામાં આવતો હતો.

તેમ જ જુદા જુદા બૅન્ક ખાતાઓમાં પણ જમા કરાવવામાં આવતા હતા. આ પૈસાનો ઉપયોગ ત્યારબાદ તેમના ધંધાનો વ્યાપ વધારવા માટે જ કરવામાં આવતો હતો.

રમેશ પટેલ અને ભાનુબેન પટેલે મેસર્સ સાંઈ વાઈન્સના નામે લાઈસન્સ મેળવ્યું હતું. આ માટે તેમણે ભાગીદારીના બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. દમણના એક્સાઈઝ કમિશનર પાસેથી કાયદેસર લેવાની થતી મંજૂરી મેળવ્યા વિના જ આ લાઈસન્સ મેળવવામાં આવ્યું હતું.

તેથી તેમની સામે ફોજદારી ધારાની કલમ ૪૨૦-છેતરપિંડી, ૪૬૫, ૪૬૮ અને ૪૭૧ હેઠળ ફરિયાદ કરવામાં આવી છે. બનાવટી દસ્તાવેજ તૈયાર કરીને સરકાર સાથે છેતરપિંડી કરવાનો આરોપ તેમની સામે મૂકવામાં આવ્યો છે. દમણના એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ આ કેસ કર્યો છે.

દમણની જુદી જુદી ડિસ્ટીલરીઓ પાસેથી દારૃનો મોટો જથ્થો મેળવવા માટે તેમણે મેસર્સ સાંઈ વાઈન્સ, સાંઈ એન્ટરપ્રાઈસ, સાંઈ બાર એન્ડ રેસ્ટોરાં, મેસર્સ દમણિયા એન્ટર પ્રાઈસ અને મેસર્સ કૃષ્ણા વાઈન્સને નામે પણ લાઈસન્સ મેળવ્યા હતા.

દારૃનો આ જથ્થો ત્યારબાદ દાણચોરીથી ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં ઘૂસાડવામાં આવતો હતો. મોટા ગોદામમાં આ જથ્થો સંતાડી રાખવામાં આવતો હતો. તેમની પાસેથી રૃા. ૨.૫ કરોડના મૂલ્યનો દારૃનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.

દમણિયા એન્ટરપ્રાઈસના બિઝનેસ પ્રીમાઈસીસમાંથી રૃા. ૭.૧૦ કરોડના મૂલ્યનો દારૃનો જથ્થો પકડાયો હતો. તેમણે દારૃનો ધંધો કરીને કરેલી આવકમાંથી જુદા જુદા ૧૬ બૅન્ક એકાઉન્ટમાં રૃા. ૪૧૧ કરોડ જમા કરાવ્યા હતા.

તેમાંથી રૃા.૯૮ કરોડ તો માત્ર સાંઈ વાઈન્સના નામે ખોલાવવામાં આવેલા ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા. ૨૦૧૦-૧૧થી ૨૦૧૬-૧૭ના ગાળામાં આ રકમ જમા કરાવવામાં આવી હતી.

Post Comments