Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નરેન્દ્ર મોદી સુપ્રીમમાં અરજી કરે કે રામમંદિરની કાર્યવાહી જલ્દી થાય:સૂરજેવાલા

-વડાપ્રધાને ૪૨ મહિના સુધી કેમ કાર્યવાહી કરી નહીં

-રામમંદિરના નામે ઉઘરાવેલા ૪૨૦૦ કરોડ કયાં છેઃ પાટીદારો-દલિતો પરના જુલમની વાત કરો, ધર્મની રાજનીતિ કયાં

અમદાવાદ, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

વિધાનસભાની ચૂંટણીપ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો છે. કોંગ્રેસે વળતો પ્રહાર કરતાં એવો આક્ષેપ કર્યો છેકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૪૨ મહિના સુધી કેમ કાર્યવાહી કરી નહી તેનો ગુજરાત-દેશની જનતાને જવાબ આપે.કોંગ્રેસે પોતાનુ વલણ સ્પષ્ટ કર્યું કે,નરેન્દ્ર મોદી સુપ્રિમકોર્ટમાં અરજી-દરખાસ્ત કરે કે,રામમંદિરના મુદ્દે શક્ય જલ્દી કાર્યવાહી થાય.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૨૨ વર્ષના નિષ્ફળ શાસનનો જવાબ આપવાને બદલે ભાજપ રામમંદિર જેવા મુદ્દા ઉછાળી લોકોને ધ્યાન બીજે દોરવા માંગે છે તેવો આક્ષેપ કરતાં એઆઇસીસીના પ્રવક્તા રણદિપ સૂરજેવાલાએ જણાવ્યું કે, ભાજપ ધર્મની રાજનિતી કરી રહ્યુ છે.દરેક ધર્મનું સન્માન થાય,સદભાવના-સદાચાર હોય,રઘુપતિ રાજારામ,ઇશ્વર અલ્લાહ તેરે નામ જેવુ વાતાવરણ હોય,ભારતીય સંસ્કૃતિ કણકણમાં વસતી હોય.

આ અસલી રામરાજ્યને ભાજપ વનવાસ આપવામાં માંગે છે. રામમંદિરના નામે ઉઘરાવેલાં રૃા.૧૪૦૦ કરોડ કયાં છે,મોદી કેમ સીબીઆઇ દ્વારા તપાસ કરાવતા નથી. ખુદ નિર્મોહી અખાડા સમિતીએ આ મુદ્દો ઉઠાવ્યો છે.

કપિલ સિબ્બલના નિવેદન મુદ્દે સૂરજેવાલાએ એવો સવાલ ઉઠાવ્યો કે, વકીલોની દલિલથી કંઇ થઇ જતુ નથી. તો પછી,જનતાના કરોડો ચાંઉ કરાનારા સહારાના સુબ્રતોરોયનો કેસ લડતા ભાજપના મંત્રી રવિશંકર પ્રસાદનુ શું, ભોપાલ દુર્ઘટનામાં પિડિતલોકોના વિરૃધ્ધમાં એડંરસન વતી કેસ લડતા નાણામંત્રી અરૃણ જેટલીનું શું, ગુજરાતની સહકારી બેંકોના ૫૦૦ કરોડનો ચુનો લગાડનારા કેતન પારેખનો કેસ લડતા જેટલીનું શું, આમને ભાજપ પક્ષમાંથી હાંકી કાઢે.

ચૂંટણીમાં ભાજપ-વડાપ્રધાન જવાબ આપેકે, પાટીદારો પર ૨૦ હજાર કેસો કેમ નોધાયાં, ઉનામાં દલિતોની ચામડી કેમ ઉધેડવામાં આવી, હજારો યુવાઓને ફિક્સ પગાર-કોન્ટ્રાક્ટ પર રાખી કેમ શોષણ કરવામાં આવી રહ્યું છે, ગુજરાતમાં ૨૨ વર્ષના નિષ્ફળ શાસન વિશે જવાબ આપવો ન પડે તે માટે અન્ય મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યાં છે પણ ગુજરાતની જનતા આ વખતે ભાજપને બરોબરનો પાઠ ભણાવશે.

Post Comments