Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

-કચ્છ પર અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન

-અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ શહેરોમાં શ્રાવણના સરવડાં

અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

કચ્છ અને તેને અડીને આવેલા વિસ્તાર પર દરિયાઇ સપાટીથી ૨.૧ કિ.મિ.ના સ્તર સુધી અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન છવાયું છે. આ સિસ્ટમની અસર હેઠળ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે. આજે પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવા પ્રમાણમાં વરસાદ પડયો હતો.

શ્રાવણ માસ દરમ્યાન વરસાદના હળવા ઝાપટાં પડતાં હોય છે અને તેને શ્રાવણના સરવડાં તરીકે લોકબોલીમાં કહેવાય છે. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન રાજ્યભરમાં શ્રાવણના સરવડાં વરસ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી છે.અમદાવાદ,ગાંધીનગર, ડીસા, ઇડર, વડોદરા, સુરત, વલસાડ, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર, રાજકોટ, ભુજ વગેરે શહેરોમા વરસાદના હળવા ઝાપટાં પડયા છે.
અમદાવાદ શહેરમાં બાફ અને ઉકળાટનું વાતાવરણ છવાયેલું રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધતા ગઇકાલે રાતે તેમજ આજે દિવસ દરમ્યાન વરસાદના ત્રણેક હળવા ઝાપટા વરસ્યા હતા. હવામાનખાતાએ આગાહી કરી છે કે આવતીકાલે આકાશ વાદળછાયું રહેશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

Post Comments