Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સોલા ઓવરબ્રિજ પર મર્સીડીઝ કાર ચાલકે અનેક વાહનોને ટક્કર મારી

- દારૃના નશામાં કાર ચલાવતો હોવાની શંકા

- બેકાબુ કાર ડિવાઇડર સાથે અથડાતાં પલટી ખાઇ ગઇ લોકોએ લોહી લુહાણ હાલતમાં ચાલકને બહાર કાઢ્યો

અમદાવાદ, તા.15 મે, 2018, મંગળવાર

અમદાવાદમાં લોકો બેફામ વાહનો હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. આજે રાત્રે સોલા ઓવરબ્રિજ પર પૂર ઝડપે આવી રહેલી મર્સીડીઝ કારના ચાલકે અનેક વાહનોને ટક્કર મારી હતી અને બેકાબૂ કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ખાઇ ગઇ હતી. લોકોએ કાર ચાલકને લોહી લુહાણ હાલતમાં બહાર કાઢ્યા હતા. કાર ચાલક દારૃના નશામાં હોવાની શંકા સેવાઇ રહી છે.

સોલ ઓવરબ્રિજ પર આજે રાતે પૂર ઝડપે આવી રહેલી મર્સીડીઝ કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમવતાં અનેક વાહનોને ટકકર મારી હતી. એટલું જ નહી કાર ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતાં કાર પલટી ખાઇ ગઇ હતી. આ બનાવના પગલે એસજી હાઇવે પર ટ્રાફિક ચક્કાજામ થઇ ગયો હતો. એકઠા થયલો લોકોએ કારને સીધી કરીને કારમાં ફસાયેલા કાર ચાલકને લોહી લુહાણ હાલતમાં બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ કાર ચાલક બોડકદેવ વિસ્તારમાં સન એન્ડ સ્ટેપ ક્બલ પાસે રહેતા દેવેદ્રભાઇ દેસાઇ હોવાનું બહાર આવ્યું હતું. આ બનાવની જાણ થતાં એ ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને કાર ચાલક સામે ગુનો નોધવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થયેલી નથી.

Post Comments