Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ, ૨૦ ડેમો હાઇએલર્ટ પર મૂકાયાં

-૨૦૩ ડેમોમાં ૫૫૫૪.૦૭ મિલિયન ક્યૂબિક મીટર પાણીનો સંગ્રહ

-છ ડેમો છલકાવવાની તૈયારીમાં , સૌરાષ્ટ્ર-કચ્છના ડેમો વરસાદી નીરથી ભરાયાં

અમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર

આ વખતે ચોમાસાએ પ્રારંભે જ બરોબરની જમાવટ કરી છે. મેઘરાજાએ બીજા રાઉન્ડમાં મેઘ વરસાવતાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચારેકોર પાણી પાણી થયુ છે. ભારે વરસાદને લીધે ગુજરાતના ૨૦ ડેમોને હાઇએલર્ટ પર જયારે અન્ય છ ડેમોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

અત્યાર સુધી સુકાભઠ્ઠ પડેલાં ડેમો વરસાદી નીરને લીધે જાણે જીવંત બન્યાં છે. રાજ્યમાં ૨૦૩ ડેમોમાં મોટાભાગના ડેમો વરસાદી પાણીથી ભરાયાં છે. અત્યારે આ બધાય ડેમોમાં કુલ મળીને ૫૫૫૪.૦૭ મિલિયન કયૂબિક મિટર પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની સપાટી ૧૧૭.૨૬ મિટરની સપાટીએ પહોંચી છે. હાલમાં નર્મદા ડેમ ૬૮.૯૬ ટકા ભરાયો છે.

કચ્છના સાનાન્દ્રો,ગજાનસાર,ફતેહગઢ,મિતી ,જામનગરના રુપારેલ, સાપડા,કંકાવટી, મોરબી જિલ્લાના મચ્છુ-૧ અને મચ્છુ ડેમ ૨ નેવુ ટકા ભરાયાં છે.આ ઉપરાંત રાજકોટના લાલપરી,ખોડાપિપર, સુરેન્દ્રનગર જિલ્લાના નાયકા,ધોળીધજા,લીબડી,ભોગાવો,સાબુરી અને ત્રિવેણીગંગા એમ કુલ મળીને ૨૦ ડેમો હાઇએલર્ટ પર મૂકાયા છે.
ભરૃચ જિલ્લાના ધોલી,જામનગરના પુના-ઉન્ડ-૨ ,રાજકોટ જિલ્લાના આજી-૨,ન્યારી-૨ અને મોરબીના ડેમી-૨ એમ કુલ મળીને છ ડેમો છલકાવવાની તૈયારીમાં છે. આમ, ભારે વરસાદને લીધે ડેમો વરસાદી પાણીથી છલોછલ થયાં છે.

Post Comments