Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વડાપ્રધાન અંગે મણિશંકરનું નિવેદન સામંતશાહી વિચારધારા જેવું છે

-કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ કહે છે કે,

-મોદીએ સરકારને ભારત રત્ન આપવા માટે વિલંબ કરનારી કોંગ્રેસને પ્રશ્ન પૂછવામાં શું ખોટું કર્યું ?

અમદાવાદ, તા.7 ડિસેમ્બર 2017,ગુરૃવાર

એસ.જી. હાઇવે પરના મિડિયા સેન્ટર ખાતે પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે મણિશંકર ઐયરનું નિવેદન સામંતશાહી વિચારધારાને પ્રગટ કરનારું છે. અહંકારી માનસિકતાને દર્શાવનારું આ નિવેદન દેશના ગરીબોનું અને ઉપક્ષિતોનું અપમાન છે.

રવિશંકર પ્રસાદે વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીએ સરદારશ્રીને ભારત રત્ન આપવા માટે અક્ષમ્ય વિલંબ કરનારી કોંગ્રેસને પ્રશ્ન પૂછવામાં શું ખોટું કર્યું છે ? આ એ જ મણિશંકર ઐયર છે કે જેમણે નરેન્દ્રભાઈને 'ચાવાળા તરીકે' સંબોધીને લોકસભાની ચૂંટણી પહેલા તેમનો ઉપહાસ કર્યો હતો.

તેઓએ કહ્યું કે, કોંગ્રેસે નહેરુ-ગાંધી સિવાય કોઈના પણ શાસનને સ્થિર થવા દીધું નથી. એ શાસન મોરારજીનું હોય, ચંદ્રશેખરનું હોય કે દેવગૌડાનું શાસન હોય કે ગુજરાતનું હોય ?

રામ જન્મભૂમિ મંદિરના પ્રશ્ને કપિલ સિબ્બલના જુઠાણાની ઝાટકણી કાઢતા કાયદામંત્રીએ જણાવ્યું કે આ પ્રશ્ન ૭૦ વર્ષથી વિલંબિત છે. સુપ્રીમ કોર્ટમાં ઝડપથી સુનાવણી થાય તેમાં તમને શું વાંધો હોઈ શકે ? સુન્ની વકફ બોર્ડના વકીલ તરીકે કપિલ સિબ્બલહાજર થયા તે સુપ્રીમ કોર્ટમાં પણ પત્ર વ્યવહાર અને હાજરી પત્રકમાં વર્ણન મોજૂદ છે. વડાપ્રધાન મોદીની વાતને તેના ઉલ્લેખને ખોટી ઠેરવીને શા માટે કપિલ સિબ્બલ જૂઠ્ઠું બોલી રહ્યો છે ?

ટ્રિપલ તલાકની બાબતમાં પણ તેમણે કહ્યું હતું કે, આ આસ્થાનો વિષય છે. રોહિંગ્યા મુસલમાનો માટે પણ તેમણે અસંદિગ્ધ ભાષામાં વાતો કરી હતી. કોંગ્રેસ એ બાબત સ્પષ્ટ કરે કે રામજન્મભૂમિ માટે તેમનું મંતવ્ય શું છે ? ટ્રિપલ તલાક અંગે પણ કોંગ્રેસ પોતાની સ્થિતિ સ્પષ્ટ કરે એવું કાયદામંત્રીએ છેલ્લે ઉમેર્યું હતું.

Post Comments