Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપના સરપંચોના અભિવાદન સમારોહમાં સરપંચોની ઓછી હાજરી

-પ્રથમ વખત ૨૦ અને બીજા કાર્યક્રમમાં ૩૦૦ માંડ આવ્યા

-સરકાર સરપંચોને માત્ર 'શોભાના ગાંઠિયા' તરીકે ઉપયોગ કરાતો હોવાની કેટલાકની લાગણી

અમદાવાદ, તા.14 ફેબ્રુઆરી 2018,બુધવાર

તાજેતરમાં જ યોજાયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વિજેતા થયેલા ભાજપ સમર્થિત સરપંચોનું અભિવાદન કરવા માટેનો સમારોહ ભાજપ કાર્યાલય કમલમ ખાતે યોજાયો હતો. જો કે, ભાજપનો દાવો હતો કે ૧૦૦૦ જેટલા ભાજપ તરફી સરપંચો જીત્યા છે પરંતુ આ સમારોહમાં ૩૦૦થી ૪૦૦ સરપંચો જ હાજર રહ્યા હતા.

આ અગાઉ પણ ભાજપે સરપંચોનું અભિવાદન કરવા માટેનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં માંડ ૨૦ જેટલા સરપંચો હાજર રહેતા અભિવાદન સમારોહનો ફિયાસ્કો થઈ ગયો હતો. હવે ફરીથી બીજી વખત આવો કાર્યક્રમ યોજ્યો હતો જેમાં પણ હજાર સરપંચ જીત્યાના દાવા સામે ૫૦ ટકા સરપંચો પણ હાજર રહ્યા નહોતા...! સરપંચો કરતા ભાજપના ધારાસભ્યો, કાર્યકરો અને પદાધિકારીઓની સંખ્યા વધુ દેખાતી હતી.

ઉપરાંત જૂનાગઢ જિલ્લાના માળિયા તાલુકાના ભીમા ગ્રામ પંચાયતના સરપંચ દીપક સેંદરવાએ મિડિયા સમક્ષ બળાપો ઠાલવ્યો હતો જેમાં તેમણે એવું કહ્યું હતું કે, સરપંચોને ભથ્થા અને ગ્રાન્ટો મળવી જોઈએ.

સરકારની નીતિ રીતે સામે તેમણે પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરતા કહ્યું હતું કે, સરપંચોનો ઉપયોગ સરકાર માટે 'શોભાના ગાંઠિયા' તરીકે જ કરે છે ઓળખકાર્ડ સહિતની અનેક જાતની માંગણી તેમણે કરી હતી. આ સરપંચ વધુ કાંઈ બોલે તે  પહેલાં જ તેને ઉંચકીને બહાર કાઢી મૂકાયો હતો.

બીજી બાજુ આ અભિવાદન સમારોહમાં હાજર રહેલા મુખ્યમંત્રી વિજય રૃપાણીએ જણાવ્યું હતું કે, આ સરકાર ખેડૂતોની જ છે. ભાજપની કેન્દ્ર તથા ગુજરાત સરકારનું લક્ષ્ય ગામડું છે. પ્રજાએ ૨૨ વર્ષથી મુકેલા વિશ્વાસને ભાજપે જાળવ્યો છે.

આગામી નગરપાલિકા- જિલ્લા પંચાયતોની ચૂંટણીઓમાં પણ ભાજપનો વિજય નિશ્ચિત છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગ્રામ પંચાયતોની ચૂંટણીઓમાં મોટા ભાગે તમામ ગામડાઓમાં ભાજપના શુભેચ્છકો કે કાર્યકરો જ સરપંચ તરીકે ચૂંટાયા છે.

Post Comments