Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ-ધ્વજારોહણની વિધિ સંપન્ન:ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

-શનિવારે ૧૪૧મી રથયાત્રા નિમિત્તે આજે ત્રણેય રથનું પૂજન

-'કાળી રોટી ધોળી દાળ'ના વિશિષ્ટ ભંડારામાં ૨૫૦૦થી વધુ સાધુ-સંતોની ઉપસ્થિતિ,રાજ્યપાલની હાજરીમાં વિશિષ્

અમદાવાદ,તા.12 જુલાઇ 2018,ગુરૃવાર

ભગવાન જગન્નાથજીની ૧૪૧મી રથયાત્રાને હવે એક દિવસ બાકી રહ્યો છે. આજે ભગવાન જગન્નાથ, ભાઇ બળભદ્રજી, બહેન સુભદ્રાથી મોસાળથી ગુરુવારે જમાલપુર ખાતેના નિજ મંદિરમાં પધાર્યા હતા. આ નિમિત્તે નેત્રોત્સવની વિધિ યોજાઇ હતી તેમજ 'કાળી રોટી ધોળી દાળ'ના પારંપરિક ભંડારામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. શનિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાશે.

અમદાવાદના નગર દેવતા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઇ બળદેવજીનો ગુરુવારે સવારે જગન્નાથજી મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ થયો હતો. આ પછી મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજની નિશ્રામાં વૈદિક મંત્રોચ્ચાર, વિશિષ્ટ પૂજન વિધિ સાથે ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કે જેને 'નેત્રોત્સવ'ની વિધિ તરીકે ઓળખવામાં આવે છે તેનો પ્રારંભ થયો હતો.

નેત્રોત્સવ બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પછી યોજાયેલી વિશિષ્ટ પૂજા-આરતીમાં ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, અતિથિ વિશેષ તરીકે મેયર બિજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સવારે ૧૧ઃ૩૦ પછી સાધુ-સંતો માટેનો વિશિષ્ટ ભંડારો યોજાયો હતો. આ ભંડારામાં પરંપરાગત રીતે 'કાળી રોટી' એટલેકે માલપૂઆ અને 'ધોળી દાળ' એટલે કે દૂધપાકનો પારંપરિક પ્રસાદ હોય છે. આ ભંડોરા વર્ષમાં એક જ વાર ઉજવાતો હોવાથી તેનું ખૂબ જ મહત્વ હોય છે અને તેમાં દેશભરમાંથી સાધુ-સંતો ભાગ લેવા માટે પધારે છે.


આજે નેત્રોત્સવની વિધિ અને ભંડારામાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા હતા. શનિવારે યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં ૨૫૦૦થી વધુ સાધુ-સંત ઉપસ્થિત રહે તેવી પૂરી સંભાવના છે. નેત્રોત્સવ બાદ હવે શનિવારે સવારે ૪ વાગે ભગવાનની આંખો પરથી પાટા દૂર કરવામાં આવશે. ભગવાનની આંખોમાં જે પાટા બાંધવામાં આવે છે તેને ઉપરણું કહેવામાં આવે છે.

તેથી ઉપરણાને પ્રસાદ ગણીને રથયાત્રાના દિવસે તેનું વિતરણ કરવામાં આવે છે. હવે આગામી બે દિવસ ભગવાનને જગન્નાથ પુરીથી આવેલા ઔષધિય ઉકાળા, બાફેલા મગ જેવા સાદા ભોગ ધરાવાશે. હાલ સમગ્ર મંદિર પરિસર રોશનીથી શણગારવામાં આવ્યું છે.

રથયાત્રા વખતે પુષ્ય નક્ષત્રનો સંયોગ

ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા છે ત્યારે પુષ્ય નક્ષત્રનો પણ સંયોગ સર્જાયો છે. અગાઉ ૧૩૯મી રથયાત્રા વખતે પણ પુષ્ય નક્ષત્ર હતું. શાસ્ત્રવિદોના મતે અષાઢી બીજને ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે અને તેમાં પણ હવે પુષ્ય નક્ષત્ર જોડાતા સોનામાં સુગંધ ભળી છે. આ દિવસ આધ્યાત્મિક-ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. આ દિવસે દાન-પુણ્યથી માંડીને મંત્ર-જાપ વગેરે માટે પણ શુભ છે.

રથયાત્રા પૂર્વે આજના વિશિષ્ટ કાર્યક્રમ

સવારે ૮ વાગે ઃ ભગવાનના સોનાવેષના દર્શન
બપોરે ૩ વાગે ઃ મંદિરના પ્રાંગણમાં ત્રણેય રથની પ્રતિષ્ઠા વિધિ-પૂજન વિધિ.
બપોરે ૪ વાગે ઃ શહેર શાંતિ સમિતિની મહંત દિલીપદાસજી સાથે મુલાકાત.
સાંજે ૬ વાગે ઃ મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં વિશિષ્ટ પૂજા-આરતી તેમજ મહંતને શુભેચ્છા. વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે.
રાત્રે ૮ વાગે ઃ વિશિષ્ટ પૂજા, સંધ્યા આરતીમાં ભૂપેન્દ્રસિંહ, ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા, આર.સી. ફળદુ, કૌશિક પટેલ ઉપસ્થિત રહેશે.

Post Comments