Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો ગુજરાતની બે નંબરની વિધાનસભાની બેઠક માંડવીના લેખાજોખા

- માંડવી બેઠક પર 20,000 જેટલા મત પાટીદારોના

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર

ગુજરાત વિધાનસભાની બીજા નંબરની બેઠક છે કચ્છની માંડવી બેઠક. આ બેઠકમાં કુલ 2,07,688 મતદારો છે જેમાંથી 99,354 મહિલાઓ અને 1,08,334 પુરૂષ મતદાતા છે. કુલ 259 પોલીંગ બુથ છે.

પહેલા ફેઝમાં આ બેઠક ઉપરથી 9 ડિસેમ્બર 2017ના રોજ મતદાન થશે અને 18 ડિસેમ્બરના રોજ મતગણતરી થશે.

માંડવી વિધાનસભા બેઠકનો વર્ષવાર ચિતાર

- વર્ષ 2012ની છેલ્લી વિધાનસભા ચુંટણીમાં ભાજપના તારાચંદ છેડા ચુંટણી જીત્યા હતા.
- જેમણે કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ પરમાર કરતા 6.09 ટકા મત વધારે મેળવ્યા હતા.
- ગ્રામીણ મતદારો ધરાવતી આ બેઠકમાં માંડવી અને મુંદ્રા તાલુકાના ગામનો સમાવેશ થાય છે.
- આ બેઠક પરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા ત્રણ વાર ચુંટણી જીત્યા છે.
- જયારે આ બેઠક પરથી વર્ષ 2007માં ભાજપના ધનજીભાઈ સેંધાઈ ચુંટણી જીત્યાં હતા.
- આ બેઠક પરથી વર્ષ 2002માં કોંગ્રેસના છબીલ પટેલે ચુંટણી જીતી હતી.
- જે વર્ષ 2014માં ભાજપમાં જોડાયાં હતા. અને અબડાસા બેઠક પરથી ભાજપ તરફથી મામુલી સરસાઈથી ચુંટણી હાર્યા હતા.

આ બેઠક પરના જાતીય સમીકરણ
- 35 ટકા સવર્ણ મતદાતા
- 21 ટકા મુસ્લિમોનો પણ હિસ્સો
- 13 ટકા દલિત મતદારો
- 15 ટકા ઓબીસી મત
- 07 ટકા એસ.ટી મતદારો
- 08 ટકા અન્ય જાતીના મતો છે
- માંડવી બેઠક પર 20,000 જેટલા મત પાટીદારોના પણ છે.

સામાન્ય રીતે બે તાલુકામાં વહેંચાયેલા મતદારો અને પોલીંગ બુથના ગામોનો અભ્યાસ પણ એટલો જ જરૂરી છે. વર્ષ 2012ના નવા સીમાંકન બાદ તેનો ભોગોલીક વિસ્તાર બમણો થયો છે. માંડવી બેઠકમાં માંડવી અને મુંદ્રા તાલુકાના ગામોનો પણ સમાવેશ થાય છે. માંડવી બેઠક પર જોવા જઈએ ભાજપ તેના ઉમેદવારને હાલ બદલવાના મુડમાં હોય તેમ જણાતું નથી. જયારે કોંગ્રેસે પણ જાતીગત સમીકરણને ધ્યાનમાં રાખીને ઉમેદવાર પસંદગીની કવાયત હાથ ધરવી પડશે. આ ઉપરાંત આ વર્ષે ચુંટણીમાં આમ આદમી પાર્ટી પણ ઝંપલાવવાની છે. તેવા સમયે બંને પક્ષોએ ઉમેદવાર પસંદગી કરવી પડશે.

Post Comments