Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાણો ગુજરાતની એક નંબરની વિધાનસભાની બેઠક અબડાસા વિશે A to Z

- એકવાર જીતેલા ઉમેદવાર આ બેઠક ઉપરથી ફરીથી નથી જીતતા

- શક્તિસિંહ ગોહિલ આ માન્યતા તોડશે?

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2017, મંગળવાર
 
ગુજરાત વિધાનસભાની પહેલા નંબરની બેઠક કચ્છની અબડાસા વિશે તમે નહી જાણતા હોય કે અહીંથી એક વાર જીતનાર ફરીથી નથી જીતતુ. 
 
ગુજરાત વિધાનસભા 2012ની ચૂંટણી પછી અબડાસા બેઠક ઉપર યોજાયેલી પેટા ચૂંટણીમાં પૂર્વ વિપક્ષી નેતા શક્તિસિંહ ગોહિલ વિજય થયા હતા. પરંતુ ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાં નંબર એકનો ક્રમ ધરાવતી અબડાસા બેઠક સાથે રસપ્રદ માન્યતા જોડાયેલી છે. જે માન્યતાને ભૂતકાળની વિધાનસભાની ચૂંટણીના પરિણામો સમર્થન આપે છે. 
 
અબડાસા બેઠક ઉપર ચૂંટણી લડનારા ઉમેદવારને લઇ એવી માન્યતા જોડાયેલી છે કે, અહીં કોઈપણ ઉમેદવાર બીજી વાર જીત મેળવી શક્તો નથી. ભૂતકાળમાં બાવન ઉમેદવારોએ પુનરાવર્તનના પ્રયાસો સમયાંતરે કર્યા છે પણ માન્યતાને તોડવામાં સફળતા હાંસલ થઈ નથી. જેનું છેલ્લું ઉદાહરણ વર્ષ 2014ની પેટા ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું. 
 
બેઠકનો વર્ષવાર ચિતાર
 
- ગુજરાત વિધાનસભાની અબડાસા બેઠકમાં 1975માં મહેશભાઈ ઠક્કરે વિજય મેળવ્યો હતો,
- પરંતુ ત્યારબાદ 1980 અને 1990માં માન્યતા અનુસાર તેમને હરિફ ઉમેદવાર સામે હારનો ઘુંટ પીવો પડયો હતો.
- 1990માં તારાચંદ છેડા અહીંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા, પરંતુ 1995માં તેને પણ પરાજય સહન કરવો પડયો હતો.
- વર્ષ 2002માં વિજયી બનેલા નરેન્દ્રસિંહ જાડેજાને પણ 2007માં ચૂંટણી જીતવામાં સફળતા મળી ન હતી.
- છેલ્લે વર્ષ 2012માં કોંગ્રેસમાંથી વિજયી થયેલા છબીલભાઈ પટેલ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.
- વર્ષ 2014માં શક્તિસિંહ ગોહિલ સામે ઉમેદવારી કરી હતી, પરંતુ બેઠકે પોતાની માન્યતાને અણનમ રાખતા છબીલભાઈ પટેલને પરાજયનો સ્વાદ ચખાડયો હતો.
 
તો મજાની વાત એ છે કે, અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં એક જ પક્ષના અલગ અલગ ઉમેદવારોને લગાતાર વિજયનો તાજ મતદારોએ પહેરાવ્યો છે, પરંતુ ઉમેદવારને ક્યારેય અબડાસા બેઠકમાંથી બીજી તક આપવામાં આવી નથી. જેના કારણે હવે રાજકીય પક્ષો પણ આ માન્યતાને ઉમેદવારની પસંદગી વેળાએ એક ફેકટર સમજીને ચર્ચા કરવા મજબૂર બને છે. હવે હાલમાં અબડાસા બેઠક ઉપરથી શક્તિસિંહ ગોહિલ ધારાસભ્ય છે. તેઓ ફરી અહીંથી ચૂંટણી લડશે કે નહીં તેને લઇ મુંઝવણની સ્થિતિ છે.
 
કોંગ્રેસના કેટલાક નેતાઓ એવું માને છે કે, શક્તિસિંહ ગોહિલ ફરી ભાવનગરની બે પૈકીની એક બેઠક ઉપર ચૂંટણી લડશે. જ્યારે અન્ય નેતાઓ એવું કહે છે કે, શક્તિસિંહ ગોહિલ બેઠક નહીં બદલે અને અબડાસા બેઠક ઉપરથી ઝંપલાવશે. જોકે, શક્તિસિંહ ગોહિલ ફરી અહીંથી ચૂંટણી લડે તો તેવો વર્ષો જૂની માન્યતા તોડવામાં સફળ થાય છે કે નહીં તે જોવું રસપ્રદ બની રહેશે.

Post Comments