Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બાવળા ITI પાસે કારનું ટાયર ફાટયું ટક્કર વાગતા બે વિદ્યાર્થીના મોત

- આઇટીઆઇના વિદ્યાર્થી વૃક્ષ નીચે નાસ્તો કરતા હતા ત્યારે જ તેમના પર કાર ફરી વળી

અમદાવાદ, તા. 13 માર્ચ, 2018, મંગળવાર

અમદાવાદ બાવળા હાઇવે પર આજે બપોરે પૂર ઝડપે જતી કારનું ટાયર ફાટયું હતું. જેથી કારની ટક્કરથી વૃક્ષ નીચે નાસ્તો કરતા આઇટીઆઇના બે વિદ્યાર્થીના મોત નીપજ્યા હતા. બાવળા પોલીસે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

બાવળા-બગોદરા હાઇવે પર રામપુરાના પાટિયા પાસે આજે બપોરે પૂર ઝડપે જઇ રહેલી કારનું અચાનક ટાયર ફાટયું હતું. જેથી કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને આરટીઓ પાસે વૃક્ષ નીચે નાસ્તો કરી રહેલા બે વિદ્યાર્થી પર કાર ફરી વળી હતી.

જેના કારણે ગણપતપુરા ખાતે રહેતા જયેશભાઇ.બી.જાદવ (ઉ.વ.૧૯) અને ધોળકાના ટપરપુરા ગામમાં રહેતા રાજનભાઇ.બી.મકવાણાને માથા અને શરીરને ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવની જાણ થતાં એમ્બ્યુલન્સ મારફતે બન્ને વિદ્યાર્થીને નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે બાવળા પોલીસે વલ્લભભાઇ જાદવની ફરિયાદ આધારે કાર ચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બન્ને વિદ્યાર્થી બાવળા ખાતે આઇટીઆઇમાં અભ્યાસ કરતા હતા બનાવ બન્યો ત્યારે બન્ને વિદ્યાર્થી વૃક્ષ નીચે નાસ્તો કરતા હતા અને કારની ટક્કરથી મોત થયું હતું.

Post Comments