Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

GSTના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન રદ થતા હજારો વેપારીઓની ITC અટવાઈ

-જીએસટી નંબર કેન્સલ થઈ ગયા પછી કરેલા ધંધાના ટેક્સની ITCને મુદ્દે મૂંઝવણ

-રજિસ્ટ્રેશન રદ થયા છતાં ૩૦ મે સુધી રિટર્ન ભરવા દીધા

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.૧૨ જુલાઇ 2018, ગુરૂવાર

વેટ, એક્સાઈઝ અને સર્વિસ ટેક્સમાંથી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના નેટવર્કમાં સીધા જ માઈગ્રેટ કરીને રજિસ્ટ્રેશન મેળવી લેનારા વેપારીઓના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન નંબર એકાએક અટકી જતા તેમને મળનારી ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી ગઈ છે. તેમની સાથે ધંધો કરનારા હજારો લોકોના પૈસા તેને પરિણામે ફસાઈ ગયા છે.


જીએસટીની સિસ્ટમને ખામીને કારણે કેટલાક વેપારીઓને એક જ પરમેનન્ટ એકાઉન્ટ પર બે બે જીએસટી રજિસ્ટ્રેશન આપી દેવાની ઘટનાઓ પણ બની છે. બે બે નંબરો હોવાથી તેમનો એક નંબર કેન્સલ કરવા જતાં બંને નંબર કેન્સલ થઈ રહ્યા હોવાની ફરિયાદો વધી રહી છે.


આમ તો તેમને પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું તે પછી ૯૦ દિવસમાં તેમને ખૂટતા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આ અંગેનો નોટિફિકેશન કે સૂચનો તેમને ઓનલાઈન ડેસ્કબોર્ડ પર આપવામાં આવ્યા હતા. પરંતુ વેપારીઓના ધ્યાને ન જતાં તેમના પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭માં જ રદ થઈ ગયા હતા.


નવાઈ પમાડે તેેવી બાબત તો એ છે કે ૩૦મી મે ૨૦૧૮ સુધી તેમના રિટર્ન ભરાતા હતા. તેમ જ તમામ દસ્તાવેજો ઓનલાઈન સ્વીકારવામાં આવ્યા હતા. તેમને ઇ-વૅ બિલ પણ ઇશ્યૂ કરી આપ્યા હતા. ગત ૩૧મી મેએ દેશભરમાંથી ૮૦૦૦૦થી વધુ પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન એકાએક રદ કરી દેવામાં આવ્યા હતા. તેથી તેમની ઇનપુટ ટેક્સ ક્રેડિટ અટકી પડી હતી. તેમ જ તેમની સાથે વહેવાર કરનારાઓને માટે પણ અસંખ્ય સમસ્યાઓ ઊભી થઈ ગઈ છેએમ જીએસટી બાર એસોસિયેશનના અક્ષત વ્યાસનું કહેવું છે.


આ સ્થિતિમાં ઓક્ટોબર-નવેમ્બર ૨૦૧૭થી ૩૦મી મે ૨૦૧૮ સુધીના ગાળામાં કરેલા વેપાર અને તેના પેટે જમા કરાવેલા ટેક્સના નાણાંની ઇનપુટ ટેક્સ ક્રેડિટનો સવાલ ઊભો થયો છે. આ વેપારીઓએ વેટ, એક્સાઈઝ કે પછી સીધા સર્વિસ ટેક્સમાંથી માઈગ્રેશન કર્યુ હતું. તેમને માઈગ્રેશન પછી પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

વેટ, સર્વિસટેક્સ અને એક્સાઈઝમાંથી જીએસટીમાં માઈગ્રેટ થવા માટે તેમણે ફોર્મ ૨૬ જમા કરાવ્યું હતું. પ્રોવિઝનર રજિસ્ટ્રેશન નંબર ધરાવનારાઓને ડેસ્કબોર્ડ પર મળેલી નોટિસો અંગે જાણકારી ન હોવાથી તેમણે જવાબ આપ્યા ન હોવાની દલીલ કરવામાં આવી રહી છે. ઓક્ટોબર નવેમ્બરમાં રજિસ્ટ્રેશન રદ થયા પછી તેમને આપેલી શૉ કોઝ નોટિસ પછી અપીલમાં જવાની મુદત પણ ફેબુ્રઆરી-માર્ચ ૨૦૧૮માં પૂરી થઈ ગઈ હતી. તેમ છતાંય તેમને રિટર્ન ફાઈલ કરવા દેવામાં આવ્યા હતા. તેમના નંબરથી ટેક્સના નાણાં જમા લીધા હતા.

બીજા શબ્દોમાં કહીએ તો તેમને ઓનલાઈન કરવાની થતી તમામ પ્રોસેસ કરવાની છૂટ આપી હતી.
આ વેપારીઓ હવે જીએસટીએન નેટવર્ક પર નવું રજિસ્ટ્રેશન લેવા માટે અરજી કરે છે. તેમને રજિસ્ટ્રેશન મળતા નથી. જૂના એટલે કે કેન્સલ કરી દેવામાં આવેલા રજિસ્ટ્રેશન નંબર રિવાઈવ થતાં જ નથી.

તેથી તેમને માટે ધંધો કરવો કઠિન બની રહ્યો છે. જોકે તેઓ આ નંબર રિવાઈવ કરવા માટે એપ્લિકેશન કરે તો આસિસ્ટન્ટ કમિશનરને સત્તા આપતો એક ગેઝેટ ઓર્ડર ૨૬મી જૂન ૨૦૧૮ના કરવામાં આવેલો છે. આ ગેઝેટ ઓર્ડરને આધારે ઘટકના આસિસ્ટન્ટ કમિશનર નંબર રિવાઈવ કરવાનો ઓર્ડર કરી શકે છે. પરંતુ તેમણે આ ફાઈલો ઉપરી અધિકારીઓને મોકલી આપી છે. આ કેસમાં ખરેખર નંબર રિવાઈવ કરવા શક્ય છે કે નહિ તે પરિપત્ર હોવા છતાંય અરજદારોને સતાવી રહેલો મોટો સવાલ છે.

જીએસટી ઑડિટ કરવાના અધિકાર આપવા ટેક્સ કન્સલ્ટન્ટ્સ-એડવોકેટ્સની માગણી

ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને ટેક્સ એડવોકેટ્સને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઑડિટથી વંચિત રાખતી જીએસટી એક્ટની જોગવાઈઓ સામે દેશભરમાંથી વિરોધનો વંટોળ ઊઠી રહ્યો છે. આ હેતુસર જ આગામી ૧૪મી અને ૧૫મી જુલાઈએ દેશભરમાંથી ૧૫૦ જેટલા નિષ્ણાતો અમદાવાદમાં એકત્રિત થઈ રહ્યા છે.

આ બેઠકમાં તેઓ જીએસટી ઑડિટના અધિકાર મેળવવા માટેની તેમની લડતનો વ્યૂહ ઘડી કાઢશે. ગુજરાત અને કેન્દ્ર સરકારમાં આ મુદ્દે અત્યાર સુધી કરવામાં આવેલી રજૂઆતો બહેરા કાને અથડાઈ હોવાથી તેમણે સરકાર સામે મોરચો માંડવાની તૈયારી કરવા માંડી છે.

વેટની વ્યવસ્થા હેઠળ ઑડિટની કામગીરી બહુધા ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને એડવોકેટ્સ જ કરતાં આવ્યા છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને કોસ્ટ એકાઉન્ટન્ટ્સ તેમાં જોઈએ તેટલો રસ લેતા નહોતા. ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને એડવોકેટ્સ પાસે વેટ ઑડિટનો બહોળો અનુભવ છે.

તેથી જીએસટી ઑડિટમાં રિટર્નમાં આપવામાં આવેલા આંકડાઓને પ્રમાણિત કરવા તેમને માટે કઠિન નથી, એમ નિગમ શાહનું કહેવું છે. વેટના ઑડિટ કરતા આવેલા કન્સલ્ટન્ટ્સ-એડવોકેટ્સ એડજુડિકેટિંગ ઓથોરિટી સમક્ષ પણ હાજર થયા જ છે. તેઓ અપીલના કેસો પણ લડી રહ્યા છે. તેથી માત્ર ઑડિટથી તેમને વંચિત રાખવામાં આવે તે ઉચિત ન હોવાનું તેમનું કહેવું છે.


આજની તારીખે દેશમાં જીએસટીના નેટવર્ક પર રજિસ્ટર થયેલા પ્રેક્ટિશનર્સની સંખ્યા ૩૮૮૦૮ની છે. તેમાંથી ૨૩૦૦૦થી વધુ ટેક્સ એડવોકેટ્સ અને કન્સલ્ટન્ટ્સ જ છે. આ અનુભવી મૅનપાવરને કાયદાની એક કલમના ઝટકાથી કાઢી શકાય નહિ. જીએસટીના માસિક અને ત્રિમાસિક રિટર્નમાં આપેલી વિગતોને કલમ ૩૫ (૫)ની જોગવાઈ મુજબ પ્રમાણિત કરવામાં તેમને સમસ્યા નડશે નહિ.

તેમને જીએસટી ઑડિટની જવાબદારી સોંપવામાં આવે તો વેપારીઓને પસંદગીનો મોટો અવકાશ મળશે. આ માટે જીએસટીના પ્રેક્ટિશનર્સ ટેક્સ કન્સલ્ટન્ટ્સ અને એડવોકેટ્સે તાલીમ લેવાની પણ શરૃઆત કરી દીધી છે.

Post Comments