Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ પર આક્ષેપ કરવાને બદલે હાર્દિક પોલીસ ફરીયાદ કરે: માંડવીયા

-આવી લાંછનરૃપ ઘટનાને શા માટે સમર્થન ?

-કોંગ્રેસે હાર્દિકનાં ડીએનએની સરદાર પટેલનાં વારસદારો સાથે સરખામણી કરીને સરદારનું અપમાન કર્યું છે

અમદાવાદ, તા.13 નવેમ્બર 2017,સોમવાર

કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાસનાં અશ્વિન સાંકડાસરીયા દ્વારા યુ-ટયુબ પર મૂકાયેલા હાર્દિકનાં કથિત વીડિયો બાબતે ભાજપને કોઇ લેવાદેવા નથી. કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ જે રીતે નિવેદનો આપે છે કે હાર્દિકમાં સરદાર પટેલનું ડીએનએ છે. આવું બોલીને કોંગ્રેસે સરદાર પટેલનું અપમાન કર્યું છે.

માંડવીયાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે સતત સરદાર સાહેબનું અપમાન જ કર્યું છે. કોંગ્રેસ ભાન ભૂલી ગઇ છે. હાર્દિકના સંદર્ભમાં જે ઘટના સોશિયલ મીડિયા મારફતે બહાર આવી છે તે સાર્વજનિક જીવનમાં લાંછનરૃપ ઘટના છે.

જો આ વીડિયો ક્લિપીંગ - ભઘ ખોટી હોય તો હાર્દિક પટેલે પોલીસ ફરીયાદ કરવી જોઇએ. કોંગ્રેસે પણ ભાજપ પર આક્ષેપ કરવાને બદલે પહેલા એ વીડિયો બાબતે ફરીયાદ કરવી જોઇતી હતી. કોંગ્રેસ જે રીતે હાર્દિકને બચાવવા અને હાર્દિકનાં સમર્થનમાં મેદાનમાં ઉતરી પડી છે તે દુઃખદ છે.

કોંગ્રેસ આવી લાંછનરૃપ ઘટનાને કેમ સમર્થન કરે છે ? કોંગ્રેસે આ બાબતનો જવાબ લોકોને આપવો જોઇએ. શક્તિસિંહ ગોહિલે મૂળભૂત અધિકારની જે વાત કરી છે તેનાથી એવું સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે આડકતરી રીતે તેનો સ્વીકાર કર્યો છે.

Post Comments