Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભારતીય અર્થવ્યવસ્થા નવી ઊંચાઇઓને સ્પર્શ કરશેઃ ઉર્જિત પટેલ

- વાઇબ્રન્ટ સમિટમાં RBIના ગવર્નરે હાજરી આપી

- RBI ફૂગાવાનો દર 4 ટકા સુધી લાવવા માગે છે

અમદાવાદ, તા. 11 જાન્યુઆરી 2017, બુધવાર

8મા વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવના બીજા દિવસે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલ પણ હાજર રહ્યાં હતાં. પોતાના વકતવ્યમાં તેમણે લોકોને ભારતીય અર્થવ્યવસ્થાના ઘણાં પાસાઓ પર નજર નાખવા કહ્યું.

 
પટેલના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોમાં ભારતીય અર્થવ્યવસ્થામાં ઉત્તમ પરિવર્તન જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે નોટબંધીના કારણે દેશમાં અર્થવ્યવસ્થાની ગતિ થોડી ધીમી પડી છે પરંતુ આગામી સમયમાં ભારતીય અર્થવ્યવસ્થા નવી ઊંચાઇઓને સ્પર્શવાની ક્ષમતા પ્રાપ્ત કરશે. તેમણે કહ્યું કે ભારતનો મુખ્ય આધાર સારી નીતિ અને વધારે સારી ગૃહવ્યવસ્થા હોવા જોઇએ. પટેલે કહ્યું કે આગામી સમયમાં ભારતીય રિઝર્વ બેંકનું લક્ષ્ય ફૂગાવાનો દર 4 ટકા સુધી લાવવાનો છે અને એ હેતુસર 6 સભ્યોની બનેલી મોનેટરી પોલિસી કમિટીને કામગીરી સોંપવામાં આવી છે.

સંમેલનમાં બોલતા રાજ્યકક્ષાના નાણામંત્રી અર્જુન મેઘપાલે કહ્યું કે 21મી સદી એશિયાની હશે અને સાથે સાથે ભારતની પણ હશે. તેમણે કહ્યું કે વડાપ્રધાને કહ્યું છે કે 20 વર્ષમાં 30 કરોડ લોકોને રોજગાર આપવામાં આવશે. અમારી સરકાર આ દિશામાં પ્રયાસો કરી રહી છે.

Post Comments