Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટાઉનહોલમાં અસારવા-કડીના ધારાસભ્યએ ચાલતી પકડી,હોબાળો મચ્યો

-અનુસુચિતજાતિના ધારાસભ્યોના સન્માન કાર્યક્રમમાં બબાલ થઇ

-કોંગ્રેસી ધારાસભ્યએ સરકારની ટિકા કરતા મામલો બિચક્યો, ભાજપના ધારાસભ્યોને કોર્ડન કરી હોલ બહાર લઇ જવાય

અમદાવાદ, તા.12 જાન્યુઆરી 2018,શુક્રવાર

અમદાવાદના ટાઉનહોલમાં અનુસૂચિત જાતિના ધારાસભ્યોના સન્માન કાર્યક્રમમાં બબાલ મચી હતી. કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ સરકારની દલિતો પ્રત્યેની નિતી અંગે ટિકા કરતાં ભાજપના બે દલિત ધારાસભ્યોએ સ્ટેજ પરથી ઉતરીને ચાલતી પકડી હતી.

કાર્યક્રમના બહિષ્કારને લીધે હોલમાં ઉપસ્થિત લોકોએ એટલો વિરોધ કર્યો કે, અસારવા અને કડીના ભાજપના ધારાસભ્યોને કોર્ડન કરીને હોલની બહાર લઇ જવાયાં હતાં.

ટાઉનહોલમાં અનુસૂચિત જાતિના ૧૩ ધારાસભ્યોના સન્માન માટે કાર્યક્રમ આયોજિત કરાયો હતો જેમાં માત્ર ૮ ધારાસભ્યો આવ્યા જ ન હતાં.માત્ર ધારાસભ્ય જીજ્ઞોશ મેવાણી,નૌશાદ સોલંકી,કરસન સોલંકી,પ્રદિપ પરમાર અને પ્રવિણ મારૃ જ ઉપસ્થિત રહ્યા હતાં.

કાર્યક્રમમાં કોંગ્રેસી ધારાસભ્ય નૌશાદ સોલંકીએ ગુજરાતમાં દલિતો સાથે આભડછેડ થઇ રહી છે,મંદિરોમાં પ્રવેશ અપાતો નથી તે મુદ્દો છેડયો હતો. આવા સંવેદનશીલ મુદ્દાઓના નિરાકરણ માટે સામૂહિક વિચાર કરવો જોઇએ તેવો મત વ્યક્ત કર્યો હતો.

તેમણે એવી પણ કોમેન્ટ કરી કે,ધારાસભ્યને ચૂંટાયા આજે મહિનો પૂર્ણ થયો.હજુ શપથવિધી થઇ નથી.કયાંક આ મુદ્દે પણ ઉપવાસ ન કરવા પડે. સરકારની આવી ટિકા થતાં અસારવાના ધારાસભ્ય પ્રદિપ પરમાર અને કડીના ધારાસભ્ય નારાજગી વ્યક્ત કરી સ્ટેજ પર ઉતરીને ચાલતી પકડી હતી જેના પગલે કાર્યક્રમમાં અવરોધ ઉભો થયો હતો.

ધારાસભ્ય નૌશાદ સોલંકીએ એવો પ્રતિભાવ આપ્યો કે, દલિત સમાજ સાથે અન્યાય થતાં પ્રશ્નોનો ઉકેલ લાવવા માત્ર વાત કરી હતી જેને નકારાત્મક દ્રષ્ટિથી જોઇને વિરોધ કરાયો હતો.સરકારની કયાંય ટિકા કરી નથી. ભાજપના ધારાસભ્યો સાચુ સાંભળવા ટેવાયેલાં જ નથી.

Post Comments