Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

લગ્ન પ્રસંગોમાં એસટી નિગમ નજીવા દરથી બસો ભાડે આપશે

- ૨૦ કિ.મી. સુધીના પ્રવાસ માટે માત્ર રૃ. ૧૨૦૦

- મુખ્યમંત્રીએ એસટીની નવી કચેરી, કમાન્ડ કંટ્રોલ રૃમ-મેટ્રો લિંક બસ સેવા સહિતનાં આયામોનો પ્રારંભ કરાવ

અમદાવાદ, તા.13  જૂન, 2018, બુધવાર

ગુજરાત એસટી નિગમની નવી મધ્યસ્થ કચેરી-કમાન્ડ કંટ્રોલ રૃમ મેટ્રો લિંક બસ સેવા-ઈનહાઉસ સુપર એક્સપ્રેસ બસ સહિતના વિવિધ આયામોનો મુખ્યમંત્રી વિજય રૃપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેઓએ જાહેરાત કરી હતી કે લગ્ન પ્રસંગોએ ખાનગી ટ્રાવેલ્સના વિકલ્પે સરળ-સલામત બસ સેવાઓ એસટી નિગમ પૂરી પાડશે. પરિવહન સેવાઓમાં નફો કે નુકસાન નહીં, પ્રજાજનોની સુવિધાઓ સગડવતાનો ધ્યેય રાખ્યો છે.

મુખ્યમંત્રી રૃપાણીએ જણાવ્યું કે, લગ્નપ્રસંગ માટે એસટીનો લાભ વધુ મળે તે માટે ૨૦ કીમી. સુધી આવન-જાવન માટે માત્ર રૃ. ૧૨૦૦ તેમજ એક ફેરો હોય તો રૃ. ૭૦૦ના નજીવા દરે સેવા અપાશે. જ્યારે ૪૦ કી.મી. સુધી આવવા-જવાના ફેરા માટે રૃ. ૨૦૦૦ અને એક ફેરા માટે રૃ. ૧૨૦૦ ચૂકવવાના રહેશે. ૬૦ કી.મી. સુધીનો ઉપયોગ કરનારને આવન-જાવન માટે ત્રણ હજાર અને એક ફેરા માટે રૃ. ૧૫૦૦ ચૂકવવાના રહેશે.

મુખ્યમંત્રીએ રાણીપ ખાતે એસટી નિગમ ધ્વારા પીપીપી પ્રોજેક્ટ હેઠળ નિર્માણ થયેલી નવીન મધ્યસ્થ કચેરીને ખુલ્લી મુકી હતી. સાથોસાથ તેઓએ અત્યાધુનિક કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનું લોકાર્પણ પણ કર્યું હતું. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મેટ્રો લીંક બસ રૃટનો પણ પ્રારંભ કરાવાયો છે.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું કે, એક સમયે ખોટ કરતુ નિગમ આજે નફો કરવાની દિશામાં ગતિ કરી રહ્યું છે. આ સમારોહમાં મુખ્ય સચિવ જે.એન. સિંઘ, મેયર ગૌતમ શાહ, અન્ય ધારાસભ્યો હાજર રહ્યા હતા.

Post Comments