Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈ-એસેસમેન્ટમાં આકારણી અધિકારી ચોપડા જોવા કરદાતાને બોલાવી શકશે!

-ફેસ લૅસ અને નેમ લૅસ સ્ક્રૂટિની એસેસમેન્ટ માત્ર કાગળ પર રહેશે!

-કરપ્શનનો એકડો કાઢી નાખવાની વાત ખોટીઃ સીબીડીટીની ઈ-એસેસમેન્ટની ગાઈડલાઈનમાં વિરોધાભાસ

અમદાવાદ, તા.14 ફેબ્રુઆરી 2018,બુધવાર

ઇ-એસેસમેન્ટની આકારણી વખતે કરદતાના હિસાબનો ઓરિજિનલ ચોપડાઓ જોવાની જરૃર પડે અથવા તો તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની જરૃર જણાય તો તેવા સંજોગોમાં કરદાતાઓને રૃબરૃ બોલાવવાની આકારણી અધિકારીઓને છૂટ આપી દેવામાં આવી છે.

આ સાથે જ ફેસ લૅસ અને નેમલૅસ સ્ક્રૂટિની એસેસમેન્ટ સિસ્ટમ લાવીને રિટર્નની આકારણીમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરી દેવાની સરકાર દ્વારા અત્યાર સુધી કરવામાં મોટી મોટી જાહેરાતો પર પાણી ફરી વળ્યું છે. દરોડાનો ભોગ બનેલા કરદાતાઓને પણ રૃબરૃ બોલાવી શકાશે.

નૅમ લૅસ અને ફેસ લૅસ ઓનલાઈન એસેસમેન્ટની વાતો કરીને આવકવેરાની આકારણીમાં કરપ્શનને નાબૂદ કરવાની વાત કરનાર સરકારે આકારણી માટેની ૧૨મી ફેબ્રઆરીએ ખાસ ગાઈડલાઈન્સની કરવામાં આવેલી જાહેરાતમાં ઉપરોક્ત નિર્ણય લેવાયો હોવાનું જણાવવામાં આવ્યું છે.

આકારણી અધિકારીને આવકવેરા ધારાની કલમ ૧૩૧ હેઠળ કરદાતા કંપનીની, તેની સાથે સંકળાયેલી કોઈ ત્રીજી વ્યક્તિની કે પછી કંપનીના ડિરેક્ટર્સની પૂછપરછ કરવી હોય તો તે માટે તેમને સમન્સ આપવાની જોગવાઈ પણ આ ગાઈડલાઈન્સ મારફતે કરી આપવામાં આવી છે. આમ આ કેસમાં પણ કરદાતાને રૃબરૃ બોલાવવાની છૂટ આપવામાં આવી છે.

આકારણી અધિકારીઓ કોઈ રિટર્નના સંદર્ભમાં કોઈનું સ્ટેટમેન્ટ લીધું હોય અને આ સ્ટેટ મેન્ટના સંદર્ભમાં કરદાતાએ કે પછી આવકવેરાા અધિકારીએ કોઈને વિટનેસ - સાક્ષી તરીકે બોલાવવો હોય તેવા કિસ્સામાં પણ કરદાતાને રૃબરૃમાં બોલાવવાની છૂટ આપવામાં આવી છે. સ્ટેટમેન્ટ લેવાયું હોય તેવા કિસ્સામાં કરદાતાને તથા આકારણી અધિકારીને બંનેને સ્ટેટમેન્ટ આપનારી વ્યક્તિને ક્રોસચેક કરવાની સત્તા મળેલી છે.

આ જ રીતે આકારણી કરનાર અધિકારીઓ કોઈ કિસ્સામાં વિપરીત અભિપ્રાય આપ્યો હોય અને તેના સંદર્ભમાં કરદાતાને કારણ દર્શક નોટિસ આપવા માગતા હોય તેવા સંજોગોમાં પણ આકારણી અધિકારી કે પછી કરદાતા અંગત હિયરિંગ માટેનો આગ્રહ રાખી શકે છે. કરવેરા નિષ્ણાતોનું કહેવું છે કે આ તમામ જોગવાઈઓ નેમલૅસ અને ફેસલૅસ ઇ-એસેસમેન્ટ કરવા પાછળના હાર્દનો છેદ ઉડાડી દેશે.

આ તમામ પ્રોસિડિંગ્સની નોટ્સ ઇલેક્ટ્રોનિક્સના સ્વરૃપમાં જ રાખવામાં આવશે. સ્ક્રૂટિનીની સમગ્ર કાર્યવાહી ઈ-પ્રોસિડિંગ્સથી જ કરવાની જાહેરાત કરવામાં આવી છે. દરેક કરદાતા માટે ઇ-ફાઈલિંગ ફરજિયાત બનાવ્યા પછી ઈ-એસેસમેન્ટ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Post Comments