Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિધાનસભાની ચૂંટણીમાં જીએસટી- નોટબંધીને કોંગ્રેસ મૂખ્ય ચૂંટણી મુદ્દો બનાવશે

-મોંઘવારીના બહાને આમજનતાની સહાનુભૂતિ જીતવા કોંગ્રેસ સજ્જ

-શહેરોમાં જીએસટી-બેરોજગારીને મુદ્દે વેપારી-યુવાઓને આકર્ષવા રણનિતી,ખેતીલક્ષી સમસ્યાને લઇને ખેડૂતોના દ

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે યુવાઓથી માંડીને મહિલાવર્ગ,વેપારીઓને આકર્ષવા વિવિધ મુદદાઓને ચૂંટણીઢંઢેરામાં આવરી લેવા રણનિતી ઘડી કાઢી છે. આ વખતે ભાજપને ઘેરવા કોંગ્રેસે જીએસટી -નોટબંધીને મુખ્ય ચૂંટણી મુદ્દો બનાવવા નક્કી કર્યું છે.

નોટબંધી-જીએસટીએ દેશના અર્થતંત્રને ભાંગીને ભૂક્કો કરી નાંખ્યો છે. મોંઘવારી આસમાને પહોંચી છે જેથી આમજનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. આ મુદ્દાઓને લીધે ભાજપે બેકફુટ પર આવવુ પડયું છે. ખાસ કરીને નાના વેપારીઓ,ઉદ્યોગકારો ભાજપથી ભારોભાર નારાજ છે ત્યારે કોંગ્રેસ તેનો રાજકીય લાભ લેવા ઉત્સુક બની છે.

કોંગ્રેસે નક્કી કરેલી ચૂંટણીલક્ષી અનુસાર, અર્થશાસ્ત્રી - પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘથી માંડીને પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ સહિતના નેતાઓને મેદાને ઉતારાયાં છે. ખુદ રાહુલ ગાંધી પણ જીએસટી-નોટબંધીને જ ટાર્ગેટ કરીને ભાષણો કરી રહ્યાં છે. કોંગ્રેસ લોકોએ એ સમજાવવામાં સફળ થઇ છેકે, નોટબંદી-જીએસટીને લીધે મોંઘવારી વધી છે,ઉદ્યોગવેપાર નષ્ટ થયાં છે. લાખો કરોડોના નુકશાનને વેપારીવર્ગ ભૂલી શકે તેમ નથી.

કોંગ્રેસે ચૂંટણીઢંઢેરામાં બેરોજગારીનો મુદ્દો આવરી શિક્ષિત યુવા બેરોજગારોને ખુશ કરશે. આ ઉપરાત ખેતપેદાશોના ભાવ સહિત ખેતીલક્ષી સમસ્યાઓને ઉજાગર કરી ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા પણ કોંગ્રેસ નક્કી કર્યું છે. મોંઘવારીના મુદ્દે મહિલાઓ જયારે સમાન કામ,સમાન વેતનના મુદદે સરકારમાં કોન્ટ્રાક્ટ આધારે કામ કરનારાં કર્મચારીઓને ખુશ કરવાનો પ્રયાસ કરશે.

મોઘું શિક્ષણ,આરોગ્યને પણ આવરી લેવાશે. કોંગ્રેસે અત્યારે લોકસમસ્યાઓને વણીને ચૂંટણીઢંઢેરો બનાવવા લક્ષ્ય રાખ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની રોડ,રસ્તા,પાણી સહિતની પ્રાથમિક સુવિધાને લક્ષ્યમાં રાખીને સમસ્યાઓને ઢંઢેરામાં આવરી લેવાશે જયારે કોંગ્રેસે શહેરોમાં વેપારી સહિત ઉચ્ચવર્ગમા ંપગપેસારો કરવા જીએસટી-નોટબંધીના મુદ્દાઓને ઉછાળવા નક્કી કર્યું છે જેથી ભાજપને ચૂંટણીમાં ઘેરી શકાય.

Post Comments