Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈજનેરીમાં ૩૯૬૬૮ અને ફાર્મસીમાં ૧૯૨૪૩ વિદ્યાર્થીનો મેરિટમાં સમાવેશ

- એડમિશન કમિટી દ્વારા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર

- ડિગ્રી ઈજનેરીમાં ૩૩૫૩ અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમા ૯૦૩ વિદ્યાર્થી મેરિટમાંથી બાકાત

મેરિટમાં પ્રથમ ક્રમે ગુજરાત બોર્ડનો વિદ્યાર્થી
અમદાવાદ, તા.12 જૂન, 2018, મંગળવાર

ટેકનિકલ કોર્સીસ માટેની પ્રવેશ સમિતિ,એસીપીસી દ્વારા આજે ડિગ્રી ઈજનેરી અને ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવાયુ છે.કાર્યક્રમ મુજબ આવતીકાલે જાહેર થનાર હતુ પરંતુ એક દિવસ પહેલા મેરિટ જાહેર કરી દેવામા આવ્યુ છે.જે મુજબ ડિગ્રી ઈજનેરીમાં ૩૯૬૬૮ અને ફાર્મસીમાં ૧૯૨૪૩ વિદ્યાર્થીઓનો મેરિટમાં સમાવેશ કરાયો છે.જ્યારે ઈજનેરીમાં ૩૩૫૩ વિદ્યાર્થીઓ અને ફાર્મસીમાં ૯૦૩ વિદ્યાર્થીઓને મેરિટમાંથી બાકાત કરાયા છે.

ડિગ્રી ઈજનેરીમાં ૧૩૯ કોલેજોની ૬૩૪૯૭ બેઠકો માટે આ વર્ષે ૪૩૦૨૧ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતું.જેમાંથી પ્રોવિઝનલ મેરિટમાં ૩૯૬૬૮ વિદ્યાર્થીનો સમાવેશ કરાયો છે.જેમાં ગુજરાત બોર્ડના ૩૫૩૭૭, સીબીએસઈના ૪૦૧૯, આઈસીએસઈ બોર્ડના ૨૬૫ અને કેમ્બ્રિજ બોર્ડના  ૭ વિદ્યાર્થીઓ છે.

ડિગ્રી ડિપ્લોમા ફાર્મસીની ૭૫ કોલેજોની ૫૨૪૫ બેઠકો સામે આ વર્ષે ૨૦૧૪૬ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થયુ હતું.જેમાંથી પ્રોવિઝનલ મેરિટમાં ૧૯૨૪૩ વિદ્યાર્થીઓનો સમાવેશ કરાયો છે.ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં વિવિધ કારણોસર ઈજનેરીમાં ૩૩૫૩ અને ફાર્મસીમાં ૯૦૩ વિદ્યાર્થી મેરિટમાંથી બાકાત રહ્યા છે. ફાર્મસીમાં ગુજરાત બોર્ડના ૧૮૪૪૧, સીબીએસઈના ૭૬૨, આઈસીએસઈના ૪૦ વિદ્યાર્થીઓ છે.

ડિગ્રી ઈજનેરીના મેરિટ લિસ્ટમાં આ વર્ષે ગુજરાત બોર્ડનાર્ગુજરાતી માધ્યમનો વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવ્યો છે. ૯૯.૯૮ પર્સેન્ટાઈલ સાથે રાજ કલ્પેશ શાહ પ્રથમ રહ્યો છે.  મેરિટ લિસ્ટમાં ડિગ્રી ઈજનેરીમાં છોકરીઓ ૬૬૪૦ અને છોકરાઓ ૧૩૫૮૮ છે,ફાર્મસીમાં છોકરીઓ ૧૦૧૩૩ અને છોકરાઓ ૯૧૧૯ છે .આમ ફાર્મસીમાં છોકરીઓ વધુ છે.

ડિગ્રી ઈજનેરીના કેટેગરી પ્રમાણે વિદ્યાર્થી

બોર્ડ

ઓપન

એસસી

એસટી

ઓબીસી

અન્ય

કુલ

ગુજરાત

૨૨૭૫૧

૧૫૨૨

૧૪૫૨

૯૫૯૫

૫૭

૩૫૩૭૭

સેન્ટ્રલ

૩૩૧૫

૧૨૬

૭૯

૩૫૮

૧૪૧

૪૦૧૯

આઈસી

૨૨૯

૦૪

૦૮

૨૨

૦૨

૨૬૫

ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીના કેટેગરી પ્રમાણે વિદ્યાથી

બોર્ડ

ઓપન

એસસી

એસટી

ઓબીસી

અન્ય

કુલ

ગુજરાત

૧૧૬૧૩

૮૧૮

૯૦૦

૫૦૮૯

૨૧

૧૮૪૪૧

સેન્ટ્રલ

૬૨૫

૨૭

૨૦

૭૪

૧૬

૭૬૨

આઈસી

૩૨

૦૧

૦૧

૦૬

૦૦

૪૦

Post Comments