Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડીસામાં ભાજપના કોર્પોરેટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ, આખરે ધરપકડ

-મહિલા સશક્તિકરણની વાતોનો ફિયાસ્કો

-બળજબરી પૂર્વક ઘરમાંથી ઉઠાવી જઇને દુષ્કૃત્ય આચર્યું

અમદાવાદ, તા.18 જુન 2017, રવિવાર

ભાજપ સરકાર એક તરફ મહિલા સશક્તિકરણના બગણા ફૂંકી રહી છે, તો બીજીતરફ મહિલાઓ સાથે ભાજપના નેતાઓ જ દુષ્કર્મ આચરી રહ્યા છે. આમ ભાજપની બે મોંઢાની વાતો ખુલ્લી પડી છે. ડીસામાં ભાજપના કોર્પોરેટરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં સમગ્ર પંથકમાં સનસનાટી મચી જવા પામી છે. પોલીસ ડીસા નગર પાલિકાના ભાજપના નગર સેવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટનાની વિગતો એવી છે કે ડીસા ભાજપ શાસિત નગર પાલિકાના ભાજપના કોર્પોરેટર જીતુ રાણા સામે ૧૫ વર્ષીય સગીરા સાથે બળાત્કાર ગુજારવાનો આરોપ લાગ્યો છે. જેમાં કોર્પોરેટર કિશોરીને ઉપાડી ગયા અને અજ્ઞાાત સ્થળે લઇ જઇને તેણી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ કિશોરને કહ્યું હતું કે આ બનાવની જાણ કોઇને કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ સમગ્ર વાત તેના પરિવારજનો કરી હતી જેથી સગીરાના પરિવારજનો સમાજના આગેવાનોને લઇને ડિસા શહેર પોલીસ સ્ટેશને જઇને પોલીસને રજૂઆત કરી હતી. ત્યારબાદ સગીરાની માતાએ કોર્પોરેટર વિરુધ ડિસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી. જેથી ડિસા પોલીસે પીઆઇ, આર.કે. સોલંકીએ બળાત્કાર અને પોક્સોની કલમ લગાડીને ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાન ેલઇને કોર્પોરેટરની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. પરંતું કોર્ટે રિમાન્ડ ના મંજૂર કરીને કોર્પેોરેટરને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ બનાવને પગલે ડીસામાં રાજકારણ ગરમાયું છે. અને કોંગ્રેસે ભાજપના નેતાના દુષ્ક્રમનો વિરોધ કર્યો છે.

Post Comments