Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદનાં મહિલા PSI કોન્સ્ટેબલના પ્રેમમાં પડયા

-પોલીસ પ્રેમી પંખીડા 'વેલેન્ટાઇન-ડે'માં છૂટા પડશે

અમદાવાદ,તા.13 ફેબ્રુઆરી 2018,મંગળવાર

અમદાવાદમાં એક મહિલા પીએસઆઇના હાથ નીચે ફરજ બજાવતા કોન્સ્ટેબલ વચ્ચે પ્રેમ સબંધ પાંગર્યો હતો, પરંતુ વિધિની વક્રતા એવી કે સંજાગોનુંસાર પ્રેમમાં તિરાડ પડી અને આ વાત છેક પોલીસ પોલીસ ઉચ્ચ અધિકારીઓ સુધી પહોચી હતી.

પોલીસ ખાતાની ખાખીની લાજ બચાવવવા અધિકારીઓએ પ્રેમી પંખીડાને છૂટા પાડવાનો ભારે નિર્ણય લઇને કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરી દીધી છે.

આજે બુધવારે વિશ્વભરમાં પ્રેમી યુગલો વેલેન્ટાઇન ડે મનાવીને અન્યોઅન્યને પોતાના પ્રણયને અભિવ્યક્ત કરશે, પ્રેમીજનોમાં પ્રણય પુષ્પ તરીકે વિખ્યાત એવા ગુલાબનું ફૂલ એકબીજાને આપીને હૈયામાં ઉભરાઇ રહેલ જીવનભરના સાથી બનાવાની અભિલાષા પરિપૂર્ણ થાય એવી આશા પણ વ્યકત કરશે. ત્યારે આ પોલીસ પ્રેમી પંખીડાને વિરહની વેદના સહન કરવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ દાયકાઓ પૂર્વે પણ અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ઉચ્ચ પોલીસ અધિકારીની અંગત સચીવ તરીકે ફરજ બજાવતી સ્વરૃપવાન યુવતીનું એક વરિષ્ઠ પોલીસ અધિકારી સાથેના પ્રેમ પ્રકરણનું ત્યારે પણ શહેર પોલીસદળમાં રસપ્રદ ચર્ચા જગાવી હતી. અને તે જમાનાનું પ્રેમ પ્રકરણ પણ અધુરુ રહી ગયું હતું.

Post Comments