Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડયૂટી બચાવવા કોરિયાથી ગોલ્ડકોઈનની ૨૦થી ૩૦ ટકા જેટલી થઈ રહેલી આયાત

-GSTના ઊંચા દરને કારણે સોનાચાંદી બજારમાં ઘરાકીમાં ઘટાડો

-ડયૂટીમાં પાંચથી ૧૦ ટકાના રાહત મળતી હોવાથી ગોલ્ડ કોઈનની આયાત માટેનો નવો રૃટ ચાલુ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર


દક્ષિણ કોરિયા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા હોવાથી અને કોમ્પ્રિહેન્સીવ ઇકોનોમિક પાર્ટનરશીપના કરાર થયા હોવાથી સોનાના આયાતકારોએ દક્ષિણ કોરિયાથી સોનાની મોટી લગડીઓને બદલે ૫૦ ગ્રામના ગોલ્ડ કોઈન એટલે કે સોનાના નાના સિક્કાઓની આયાત કરવાનું વધારવા માંડયું છે. જોકે જીએસટીને કારણે સોના-ચાંદી બજારમાં ઘરાકીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો.

સોનાની આયાતડયૂટીમાં એટલે કે કાઉન્ટર વેઈલિંગ ડયૂટીમાં ૧૦ ટકા સુધીનો લાભ મળી જતો હોવાથી તેમણે આ આયાત વધારવા માંડી હોવાનું બહાર આવી રહ્યું છે. ભારત સાથે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશીપ ધરાવતા દેશોમાંથી આ આયાત થવા માંડી છે. ૨૦૧૬માં પણ આ પ્રકારની ગરબડ કરવામાં આવી ત્યારે તેના પર કાઉન્ટર વેઇલિંગ ડયૂટી લગાવડાવવામાં આવી હતી. ત્યારે તેમણે ચમચી કે પછી સોનાના બાઉલના સ્વરૃપમાં તેની આયાત કરીને જુદો રસ્તો કાઢ્યો હતો. આ યુક્તિ પર પણ પડદો પડાવવામાં આવ્યો હતો. હવે જીએસટી આવતા એક્સાઈઝ ડયૂટી તેમાં મર્જ થઈ ગઈ હોવાથી સોનાના કોઈનની ઝીરો ડયૂટી પર આયાત કરવા માંડી છે. તેના પર તેમણે માત્ર એક જ ટકા ડયૂટી ભરવી પડે તેવી વ્યવસ્થા છે. તેનો લાભ બેથી ત્રણ આયાતકારોઓ ઊઠાવવા માંડયો છે. ગોલ્ડ કોઈનની આ આયાત કરતાં તો દાણચોરીથી લાવવામાં આવતા સોનાની કિંમત પણ ઊંચી પડે છે.

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ થતાં કાઉન્ટર વેઇલિંગ ડયૂટીની જોગવાઈ અમલમાં ન રહેતા આ પગલું લેવામાં આવ્યું છે. જોકે આયાતની આ પદ્ધતિ અન્ય આયાતકારોના ધંધા તોડી રહી હોવાની એક ફરિયાદ પણ બુલિયન ફેડરેશન ઑફ ઇન્ડિયાએ કરી દીધી છે. આ પદ્ધતિએ અત્યારે ભારતમાંથી આયાત કરવાની માત્ર બે જેટલી પાર્ટીઓને અનુમતી મળી હોવાથી તેમણે સોનાના સપ્લાયના બજારમાં મોનોપોલી ઊભી કરી દઈને અન્ય આયાતકારોના ધંધા તોડી નાખ્યા છે. દિલ્હીમાં એક ટનનું કન્સાઈનમેન્ટ ઉતરી ગયું છે. આાગમી સપ્તાહમાં વધુ ત્રણ ટન સોનું આ રીતે દિલ્હી ઉતરશે. દક્ષિણ કોરિયા, જાકાર્તા, ઇન્ડોનેશિયા અને મ્યાનમાર સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો લાભ લઈને આ આયાત કરવામાં આવી રહી છે.

કોરિયા પછી મ્યાનમાર, જાકાર્તા, ઇન્ડોનેશિયાથી પણ હવે આ રીતે આયાતચાલુ થઈ જવાની સંભાવના જોવામાં આવી હતી. આ દેશો સાથેના ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટને કારણે ઝીરો ડયૂટી ભરીને તેઓ સોનાના કોઈનની આયાત કરી શકે છે. સોના પર ત્રણ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો તે પછી એટલે કે ગત પહેલી જુલાઈથી આ નવો રૃટ ચાલુ થઈ ગયો છે. ભૂતકાળમાં વેપારીઓએ તેની સામ વિરોધ નોંધાવીને તેમના પર કાઉન્ટર વેઈલિંગ ડયૂટી વધારવા માટેની સફળ રજૂઆત પણ કરી જ હતી. હવે બુલિયન ફેડરેશન ઑફ ઇન્ડિયાએ એચએસએન કોડ ૭૧ હેઠળ આવતી દરેક સોનાની વસ્તુઓની આયાત પર ૧૨ ટકાના દરે સેસ લાદી દેવાની માગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

સોનાની આયાત સાથે સંકળાયેલા જાણકારોનું કહેવું છે કે તેઓ સ્વિટ્ઝર્લૅન્ડથી સોનાની આયાત કરીને તેનું કોઈનમાં રૃપાંતર કરીને પછી તે વેચી દેવાનું કામ કરે છે. તેમાં તેમને ૧૦ ટકાનો વધારાનો લાભ પણ મળી જાય છે. આ લાભ લઈને બેથી ચાર જણાનું ગુ્રપ આખા દેશના બજારના ગાઈડ કરતાં થઈ ગયા છે. તેમાં વધઘટ લાવવાની ક્ષમતા ધરાવતા થઈ ગયા છે. અત્યારે સોના અને તેના દાગીના પર ૩ ટકા જીએસટી લગાડવામાં આવી રહ્યો છે.

Post Comments