Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચૂંટણી ઓળખકાર્ડ ન હોય તો વિકલ્પમાં અન્ય 12 પૈકીનો 1 દસ્તાવેજ ચાલશે

- કેન્દ્રીય ચૂંટણી પંચે દસ્તાવેજો પુરાવાઓને વધારાની સવલત આપી

અમદાવાદ, 15 નવેમ્બર 2017 બુધવાર

ગુજરાતનાં ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયું છે કે, મતદાન કરવા જતાં મતદારો પાસે જો તેમનું ચૂંટણી ફોટો ઓળખકાર્ડ નહીં હોય તો પણ તેઓને મતદાનથી વંચિત રખાશે નહીં પરંતુ મતદારોએ તેનાં બદલે અન્ય ૧૨ પૈકીમાંથી કોઇ એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનો રહેશે. આવા દસ્તાવેજો પુરાવાઓને આ વધારાની સવલત કેન્દ્રીય ચૂંટણી પંચે આપી છે.

પાસપોર્ટ-ડ્રાઇવિંગ લાઇસન્સ, નોકરીનું ઓળખકાર્ડ, પેનકાર્ડ, મનરેગા જોબકાર્ડ, ફોટો વોટર સ્લીપનો સમાવેશ

પ્રથમ તબક્કાનું મતદાન ૯મી ડિસેમ્બરે શનિવારે અને બીજા તબક્કાનું મતદાન ૧૪મી ડીસેમ્બરે ગુરૂવારે યોજાશે. મતદાન કરવા આવતાં મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ કરવાનું હોય છે. પરંતુ જો કોઇ મતદાર આવું ઓળખકાર્ડ રજૂ ન કરી શકે તો પણ અન્ય ૧૨ વૈકલ્પિક દસ્તાવેજો પૈકીમાંથી એક રજૂ કરવાથી તેને મતદાન કરવા દેવાશે.

આ ૧૨ દસ્તાવેજોમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, રાજ્ય-કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિ. કંપની તરફથી અપાતા ઓળખકાર્ડ, બેન્કો-પોસ્ટ ઓફીસ તરફથી અપાતી ફોટો સાથેની પાસબુક, પેનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર સ્કીમ હેઠળ RGI દ્વારા અપાયેલી સ્માર્ટકાર્ડ, મનરેગા જોબકાર્ડ, હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના સ્માર્ટકાર્ડ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, ચૂંટણી તંત્ર તરફથી અપાતી અધિકૃત ફોટો વોટર સ્લીપ, સંસદસભ્યો, વિધાનસભ્યો, વિધાન પરિષદના સભ્યો દ્વારા અપાતા અધિકૃત ઓળખપત્ર અને આધારકાર્ડનો સમાવેશ થાય છે.


વિધાનસભા ઇલેક્શનના તમામ સમાચાર માટે નીચેની લીંક પર ક્લીક કરો
http://bit.ly/assemblyelection2017


લેટેસ્ટ સમાચારોની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments