Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

... જો કોઇ નેતાની પુત્રી પર બળાત્કાર થયો હોત તો આરોપી પકડાઇ ગયા હોત,ગરીબોનું કોણ સાંભળે?

- 'અમદાવાદની આસિફા', સંગીતાને ન્યાય ક્યારે મળશે....

- સાત વર્ષીય સંગીતા પર બળાત્કાર ગુજારી ક્રૂર હત્યા કરનારાં પકડાયા નથી, પીડિતાના માતાપિતા ૯ વર્ષથી ન્

નરેન્દ્ર મોદીથી માંડીને રાષ્ટ્રપતિ સુધી દાદ માગી પણ પરિણામ શૂન્ય, કેન્ડલમાર્ચ-ધરણાં ય કર્યા પણ કોઇ વેદના સાંભળનાર નથી
અમદાવાદ, તા. 16 એપ્રિલ, 2018, સોમવાર

જો કોઇ રાજકારણી નેતાની પુત્રી સાથે બળાત્કાર થયો હોત તો,આરોપીઓ કયારનાય પકડાઇ ગયા હોત,પણ કમનસીબે અમે ગરીબ છીએ.અમારું સાંભળે કોણ. સરકાર અને પોલીસ પરથી તો અમને વિશ્વાસ ઉઠી ગયો છે.હવે અમે હારીથાકી ગયા છીએ.ભગવાન જે કરે તે સારું. આ એક ગરીબ માતાપિતાની વેદનાભરી દાસ્તાન છે જેમણે એક માસૂમ પુત્રીને ગુમાવી છે. આ માસૂમ બાળકી પર પાશવી બળાત્કાર ગુજારી ગળે ટૂંપો દઇને નરાધમોએ ક્રુર હત્યા કરી દીધી હતી. કરુણતા એછેકે, નવ વર્ષના વ્હાણાં વિતી ગયાં હજુય સંગીતાના આરોપીને પોલીસ પકડી શકી નથી ને,પિડીતાના માતાપિતા હજુય ન્યાય મેળવવા ભટકે છે.

વર્ષ ૨૦૦૯ની ૨જી ફેબુ્રઆરીએ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બારોટના છાપરામાં રહેતાં ભોમાજી મકવાણા(મારવાડી)ની સાત વર્ષિય પુત્રી સંગીતા પાડોશીને ત્યાં રમતી હતી ત્યાંથી અચાનક જ ગૂમ થઇ ગઇ.ઘણી જ તપાસ કરી પણ કોઇ ભાળ ન મળતાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.૪થી ફેબુ્રઆરીએ ભોમાજીને જાણ કરવામાં આવી કે,તમારી દિકરી સંગીતાની લાશ બાપુનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાની મૂતરડીમાં પડી છે. આ જાણીને ગરીબ માતાપિતાના હૈયામાં ફાળ પડી હતી. તપાસના અંતે જાણવા મળ્યું કે,માસૂલ સંગીતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તેના ગુપ્તાંગ પર ઇજાઓ પહોંચી હતી. તેને ગળે ટૂંપો દઇને હત્યા કરવામાં આવી હતી. કમનસીબી તો જુઓ કે, એક તો દિકરી ગુમાવીનો રંજ હતો ત્યાં મકાનમાલિકે ઘર ખાલી કરાવી દીધુ કે, કયાક પોલીસ હેરાનગતિ ન કરે.

હીરા ઘસીને પેટિયુ રળી ખાતાં ભોમાજીને ન્યાય મળે તે માટે નોકરીધંધો છોડી ઘણી દોડધામ કરી પણ ક્યાંય મેળ પડયો નહીં.પોલીસે પણ સાથ હળવેકથી હાથ ઉંચા કરી દીધાં. આખરે સર્ચ માય ચાઇલ્ડ સંસ્થાએ દલિત બાળાને ન્યાય મળે તે માટે બીડું ઝડપ્યંુ. શરુઆતના દિવસોમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને રાષ્ટ્રપતિને પત્ર લખી રજૂઆતો કરી.એટલું જ નહીં,જે તે વખતે રાજ્યપાલને રૃબરુ મળીને આવેદનપત્ર આપ્યુ હતું. વસ્ત્રાપુરમાં કેન્ડલમાર્ચ યોજીને આરોપીઓને પકડવા માંગ કરી હતી. આ ઉપરાંત ઇન્કમટેક્સ ખાતે ધરણાં યોજીને વિરોધ કરાયો હતો. આમ છતાંય સરકારે ગરીબ માતાપિતાની વેદના સાંભળી નહી.પોલીસના પેટનું પાણી હાલ્યુ નહીં.

સંગીતાના પિતા ભોમાજી મારવાડી કહે છેકે, માસૂમ બાળકીઓ આજે સલામત રહી નથી. સરકાર જયારે ગંભીર નથી. આવી ઘટનામાં આરોપી નહી પકડાય તો,બળાત્કારની ઘટનાઓ વધશે.ખરેખર તો,આરોપીઓને એવી નશ્યત કરવામાં આવે કે,આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. માતા સતીબેન કહે છેકે, આજે મે દિકરી ગુમાવી છે પણ કાલે કોઇ અન્ય દિકરી સાથે આવુ ન થાય તે માટે જ આરોપીઓ પકડાય તે જરુરી છે.અમને તો સરકાર કે પોલીસ પર ભરોસો જ રહ્યો નથી. ભગવાન જ ન્યાય કરશે.ક્યાં સુધી આવુ ચાલશે.આજે હંુ મારી નાની દિકરીને સાથે જ રાખુ છું કેમકે,કોઇના પર ભરોસો રાખવા જેવો રહ્યો જ નથી.

બે પુત્રો અને એક પુત્રી સાથે આજે કારમી મોંઘવારીમાં જીવન ગાળવુ દોહ્યલુ બન્યું છે ત્યાં ન્યાય માટે લડત લડવી એ ભોમાજી મારવાડી માટે અઘરુ બન્યુ છે. આ લડતમાં ભાગીદાર બનેલા સર્ચ માય ચાઇલ્ડ કહે છેકે, છેલ્લા નવેક વર્ષથી સંગીતાના ન્યાયની લડત લડી રહ્યા છે. મુખ્યમંત્રીથી માંડીને છેક રાષ્ટ્રપતિ સુધી ગુહાર લગાવી છે.ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યોને ય ન્યાય માટે પત્ર લખ્યાં છતાંય કોઇ સંવેદના દાખવી નથી. ગરીબ દલિત બાળાને ન્યાય મળે તે માટે છેલ્લીઘડી સુધી લડીશું.
એક તરફ,ગુજરાતમાં બેટી બચાવો,બેટી પઢાઓના સૂત્રો ગુંજાવવામાં ભાજપ સરકારે કોઇ કમી રાખી નથી પણ વાસ્તવિકતામાં માસૂબ બેટીઓ જ સલામત રહી નથી.ઇન્સાનિયને શર્મસાર કરતી ઘટના બને અને ગરીબ માતાપિતાએ નવ નવ વર્ષ સુધી ન્યાય માટે વલખાં મારે એજ પોલીસની નિષ્ક્રિયતા અને સરકારની બેદરકારી પ્રસ્થાપિત કરી રહી છે.

Post Comments