Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નાના વેપારીઓ બિઝનેસ બંધ કરે નહિ તો જેલમાં જવા તૈયાર રહે: સિંહા

-કેન્દ્રની ભાજપ સરકારના જીએસટીથી જફા વધારી

-વેપારીઓએ ભરવાના ફોર્મ ખુદ ફોર્મ તૈયાર કરનારાઓ પણ આસાનીથી ભરી શકે તેમ નથી

અમદાવાદ, તા.14 નવેમ્બર 2017,મંગળવાર

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ઉતાવળીયા અમલીકરણને કારણે સિસ્ટમ એટલી પ્રતિકૂળ બની ગઈ છે કે નાના વેપારીઓને માટે તો બિઝનેસ બંધ કરો અથવા તો જેલમાં જાવ તેવી નોબત આવી ગઈ છે.

જુલાઈ મહિનાથી દેશને મોટી આઝાદી અપાવતા હોય તેવો તાયફો કરીને રાત્રિનું સંસદીય સત્ર બોલાવીને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ લાગુ કરનાર સરકારના ટેકનિકલ સ્ટાફે તૈયાર કરેલા ઓનલાઈન ફોર્મ ખુદ ફોર્મ તૈયાર કરનારાઓ પણ ભરી ન શકે તેવા છે તેમ તેમણે જણાવ્યું હતું.

યશવંત સિંહાએ કહ્યું હતું કે જીએસટીમાં બધાં જ વેપારીઓને માટે એક સરખા નિયમો રાખીને વર્તમાન ભાજપ સરકારે મોટી ભૂલ કરી છે. તેને પરિણામે ૨૦થી ૩૦ લાખની આસપાસનું ટર્નઓવર ધરાવતા નાના વેપારીઓ માટે વેપાર કરવો દોહ્યલો બની ગયો છે. આ પ્રકારની અસંખ્ય ભૂલો જીએસટીમાં કરી છે. તે સુધારવાની સરકારને ફરજ પડી રહી છે. તેમ છતાંય તેમનાથી ભૂલ થઈ હોવાની વાત તેઓ સ્વીકારવા તૈયાર જ નથી.

જીએસટીએ દેશના અર્થતંત્રના વિકાસની ગતિ વધારી નથી, પરંતુ વેપારીઓની પરેશાની વધારી છે. રોજગારી ઘટાડી છે. વિકાસને મંદ પાડયો છે. વાસ્તવમાં જીએસટીના કર પ્રણાલી સારી છે. હું તેનો સમર્થક છું તેમ જણાવતા તેમણે કહ્યું હતું કે ૨૦૦૨માં સેન્ટ્રલ વેટ અને સ્ટેટ વેટ લાવીને તેનો પાયો ભાજપની એનડીએ સરકારે જ નાખ્યો હતો.

Post Comments