Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

'ફોટો મતદાર કાપલી'ના વિતરણમાં મતદાર નહીં મળે તો તેને શંકાસ્પદની યાદીમાં મૂકાશે

- બોગસ મતદાન થતું અટકાવવા માટે ચૂંટણીપંચ દ્વારા

અમદાવાદ, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં 'ફોટો મતદાર કાપલી' ના માધ્યમથી બોગસ મતદાન અટકાવવાનો નવતર પ્રયોગ હાથ ધરાયો છે.

ખાસ કરીને જે ફોટો મતદાર કાપલી મતદાર ન મળવાના કારણે વિતરણ કરી શકાઇ ન હોય તેને શંકાસ્પદની યાદીમાં મુકવામાં આવશે.

તે મતદારો જ્યારે મતદાન કરવા આવે ત્યારે તેના પર સવિશેષ વોચ રાખવાની અને તેમની પાસે ચૂંટણીકાર્ડ સહિતના તમામ પુરાવાઓની ચોકસાઇ પૂર્વક ચકાસણી કરાશે. જે તે વિધાનસભાના રિટર્નીંગ ઓફિસરોને આ અંગેની સુચનાઓ પણ આપી દેવામાં આવી છે. બીએલઓ શંકાસ્પદ મતદારોની યાદી તૈયાર કરીને આરઓને આપશે,મતદાનના દિવસે વિશેષ વોચ રખાશે.

આ અંગે અમદાવાદ જિલ્લા કલેક્ટર અવંતિકા સિંઘના જણાવ્યા મુજબ આ વખતની ફોટો મતદાર કાપલીમાં મતદારની તમામ વિગતો છાપવામાં આવી છે. તેની સાથે વોટર ગાઇડ પણ છપાઇ છે. બીએલઓ દ્વારા તેનું વિતરણ હાલમાં ચાલી રહ્યું છે. જે મતદાર નહી મળી આવે તેની ફોટો મતદાર કાપલી બીએલઓ જે તે વિધાનસભા ક્ષેત્રના રિટર્નીંગ ઓફિસરને સુપ્રત કરી દેશે.

આવી મતદાર કાપલીઓનું અલગથી લિસ્ટ બનાવીને તે મતદારોને પર મતદાનના દિવસે વિશેષ વોચ રખાશે. આવા મતદારોની યાદી રાજકીય પાર્ટીઓને પણ આપીને તેઓને પણ તેની જાણકારી અપાશે. તેમજ મતદાનના દિવસે આવા મતદારોના ફોટો ઓળખપત્રોની સવિશેષ ચકાસણી કરવામાં આવશે.

નોંધપાત્ર છેકે મતદાર પાસે ફક્ત ફોટો મતદાન કાપલી હશે તો પણ તે મતદાન કરી શકશે. તેને ચૂંટણીકાર્ડ સહિતના અન્ય કોઇ પણ પુરાવા રજૂ કરવાની જરૃર નથી. પરંતુ જે મતદારોની ફોટો કાપલી તેમના ઘરે ન પહોંચી હોય તેવા મતદારો પાસે તેમના ચૂંટણી કાર્ડ અવશ્ય માંગવામાં આવશે. જેના થકી બોગસ મતદાન અટકાવવાનો પ્રયાસ કરાશે.

Post Comments