Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મોરબી-વાંકાનેરના સિરામિક એકમોમાં કોલસા આધારિત ઉત્પાદન પર હાઈકોર્ટનો પ્રતિબંધ

- સિરામિક યુનિટોમાં કોલસાના ઉપયોગ પર હવે રોક લાગશે

- મોરબી-વાંકાનેરમાં પ્રદૂષણને કારણે થયેલું નુકસાન ભાવિ પેઢીને પણ અસર કરી શકે છે : હાઈકોર્ટ

અમદાવાદ, તા.13 જૂન 2018, બુધવાર

મોરબી-વાંકાનેર વિસ્તારમાં આવેલા સિરામિક ઉદ્યોગમાં કોલસાના ઉપયોગના કારણે થતા જળ-વાયુ પ્રદૂષણના વિરોધમાં કરવામાં આવેલી રિટના સંદર્ભમાં ગુજરાત હાઈકોર્ટે આજે ચુકાદો આપી સિરામિક ફેક્ટરીમાં વપરાતા કોલસા આધારિત ગેસિફાયર પર પ્રતિબંધ લાદ્યો છે. ગેસિફાયર ઇંધણના ઉપયોગથી સિરામિક ઉત્પાદન માટે ઉર્જા પૂરી પાડે છે. ગેસિફાયરમાં કોલસાના ઉપયોગથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ અને કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધે છે.

જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ એ.વાય કોગજેની ખંડપીઠે આ ચુકાદો આપતા નોધ્યુ હતું કે મોરબી-વાંકાનેરમાં સિરામિક ઉદ્યોગમાં કોલસાના ઉપયોગ અંગેની પીટિશન બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(જીપીસીબી)એ તે વિસ્તારના ૭૨૯ સિરામિક યુનિટમાં તપાસ હાથ ધરી હતી. ૭૨૯ યુનિટ પૈકી ૪૩૦ યુનિટ કોલસા આધારિત ગેસિફાયરનો ઉપયોગ કરતા હતા અને ૨૯૯ ગેસ આધારિત ગેસિફાયરનો ઉપયોગ કરતા હતા.

૪૩૦માંથી મોટાભાગના યુનિટ પાસે ગેસજોડાણ હોવા છતાં તેઓ કોલસાનો ઉપયોગ કરતા હતા કારણ કે કોલસાનો જથ્થો ગેસ કરતા સસ્તા દરે મળી રહે છે. કોલસા આધારિત ગેસિફાયરમાં એ,બી,સી,ડી અને ઈ કેટેગરી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પુણે બેંચે ટાઈપ-એ અને ટાઈપ-બી ગેસિફાયરનો ઉપયોગ કરતા ઉદ્યોગોને બંધ કરવાનો આદેશ ૨૦૧૭માં આપ્યો છે છતાં પણ મોરબી-વાંકાનેરના કોલસા આધારિત ૪૩૦ યુનિટમાંથી ૪૦૩ યુનિટ ટાઈપ-બી ગેસિફાયરનો ઉપયોગ કરે છે, જે પર્યાવરણ માટે અતિ જોખમકારક છે.

કોલસા આધારિત ગેસિફાયરના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવી રિટનો નિકાલ કરતા સમયે હાઈકોર્ટે સરકારને ટકોર કરી હતી કે કોલસાના વિકલ્પમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે તેનું સરકારે ટ્રાયલ રન કરવું જોઈએ. આ ટેકનોલોજી પર્યાવરણ માટે જોખમકારકન ન હોય તેની જીપીસીબી અને રાજ્ય સરકારે નોંધ લેવી જોઈએ. કારણ કે અહીં કોલસાના ઉપયોગના કારણે થયેલું નુકસાન વર્તમાન પેઢી જ નહીં પરંતુ ભાવિ પેઢીને પણ નુકસાન પહોંચાડી શકે છે.

પ્રદૂષણ કરતા ઔદ્યોગિક એકમો કારણે અંતે સામાન્ય લોકોને કોઈ વાંક-ગુના વગર પીડા ભોગવવાનો વારો આવે છે. જીપીસીબીની કામગીરીની ટિકા કરતું અવલોકન કરવામાં આવ્યું હતું કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશો અનુસાલર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કામ નથી કર્યુ. જેના કારણે આ વિસ્તારમાં જળ અને વાયુ પ્રદૂષણમાં વધારો થયો છે.

Post Comments