ગુજરાતમાં ભારે વરસાદથી ૨૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર, કુલ ૯ના મૃત્યુ
-છેલ્લા ત્રણ દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદથી ખાનાખરાબી સર્જાઇ
-જામગરના જોડિયા તાલુકામાંથી રવિવારે ૨૦ વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવાઇ
અમદાવાદ,તા.16 જુલાઇ 2017, રવિવાર
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓેને ઘમરોળ્યા બાદ મેઘરાજાએ આજે દિવસ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો હતો. રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાંથી ૨૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જ્યારે ઊારે વરસાદથી કુલ ૯ વ્યક્તિઓના મૃત્યુ થયા છે.
આ અંગે પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર છેલ્લા ૭૨ કલાક દરમિયાન દહેગામ તાલુકાના પાલુન્દ્રા, દાંતિવાડાના ગુંદરી, મેઘરજના સિસોદરા, લોધિકાના જેતાકૂવા, સાયલાના ધમરાસણ, ઉનાના કોલવાણ, ખંભાળિયાના લાપડરા, જામનગરના કોજા અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી એક-એક વ્યક્તિએ ભારે વરસાદને કારણે જીવ ગુમાવ્યા છે. એનડીઆરએફ ટીમ અને આર્મી સંકટમોચક બનતાં આ મૃતાંક વધતા અટક્યો છે. તેમના દ્વારા ૧૪ જુલાઇના ૧૫૭૦ અને ૧૫ જુલાઇના ૫૩૪ એમ કુલ ૨૦૦૪ વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને ૪૦૫ વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બચાવી લેવામાં આવ્યા છે. રવિવારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ૨૦ વ્યક્તિઓને રેસ્ક્યુ ઓપરેશન ઓપરેશન કરીને બચાવી લેવામાં આવી હતી. આ ૪૦૫ વ્યક્તિઓમાં સુરેન્દ્રનગર જિલ્લાની ૯ વ્યક્તિઓને એનડીઆરએફ દ્વારા એર લિફ્ટથી બચાવી લેવામાં આવેલી તે વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.
મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને પાણી પુરવઠા મંત્રી બાબુભાઇ બોખરીયાએ રવિવારે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાઇ લઇને રાજ્યના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે, ૧૯૮૭થી ૨૦૧૬ એમ ૩૦ વર્ષ દરમિયાન રાજ્યમાં ચોમાસા દરમિયાન વરસાદની સરેરાશ ૩૧.૮૮ ઈંચ છે અને જ્યારે આ વર્ષે ૧૬ જુલાઇ સુધી ૧૧.૯૨ ઈંચ વરસાદ પડયો છે. ગત વર્ષે ૧૬ જુલાઇ સુધીમાં માત્ર ૨૧.૨૦ ટકા વરસાદ નોંધાયો હતો.
Post Comments
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
ટીમના માળખામાં છેડછાડ વિના ખેલાડીઓની ફેરબદલ જોવા મળશે
ટચૂકડા પડદાની અભિનેત્રી અમિતા ઉદ્રાતાનું નિધન
નાના પડદાના એક રિયાલિટી શોમાં માધુરી દીક્ષિત ફરી નિર્ણાયક બનશે
કંગના રનૌત પ્રથમ વખત કાન્સ ફેસ્ટિવલમાં રેડકાર્પેટ પર ચાલશે
દીપિકા અને ઇરફાન ખાન જે ફિલ્મ સાથે કરવાના હતા તે આજ હોવાનો આડકતરો ઇશારો
કેનેડામાં રાહદારીઓ પર વાહન ચઢાવી હત્યા કરનાર યુવક પર ખુનનો આરોપ
Trailer: 'વીરે દી વેડિંગ'માં જોવા મળ્યો Female Bondingનો નજારો
રિતિક બાળકલાકારોને પ્રોત્સાહિત કરે છે
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News