Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમગ્ર ગુજરાતમાં સુસવાટાભર્યા પવનો સાથે ઠંડીનો કાતિલ સપાટો

-ઓખી વાવાઝોડાના ખાત્મા બાદ

-વાદળોથી ઘેરાયેલા આકાશના કારણે દિવસનું તાપમાન ઘટીને ૧૯ ડિગ્રી થયું

અમદાવાદ,તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા ઓખી વાવાઝોડું નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઇ ગયા પછી તેનું વિસર્જન થતાં ગુજરાતભરમાં સુસવાટાભર્યા પવનોએ સપાટો બોલાવ્યો છ. દિવસના તાપમાનમાં ૧૦ થી ૧૫ ડિગ્રીનો ઘટાડો થતા અને ૨૦ થી ૩૦ કિ.મિ.ની ઝડપે પવન ફૂંકાવાના કારણે દિવસ દરમ્યાન ઠંડીની કાતિલ અસર સર્જાઇ છે. કમોસમી વરસાદ અને સુસવાટાભર્યા પવનો સાથે ઠંડુગાર વાતાવરણમાં આવતીકાલે કોઇ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી.

ઓખી વાવાઝોડું ગઇ મધરાતે ખતમ થવા સાથે આજે દિવસભર આકાશ વાદળોથી ઘેરાયેલું રહ્યું હતું. સૂર્ય નારાયણ વાદળોમાં ઢંકાયેલા રહ્યા હતા અને ઉત્તર-પૂર્વના પવનોએ સપાટો બોલાવ્યો હતો. રાજ્યભરમાં દિવસનું તાપમાન ઘટીને ૧૯ થી ૨૬ ડિગ્રી સે.ગ્રે. સુધી નોંધાયું હતું. એકાએક ૧૫ ડિગ્રી જેટલું તાપમાન નીચું ઉતરતા દિવસ દરમ્યાન ઠંડીનો તીવ્ર ચમકારો છવાયો હતો.

ઠંડા કાતિલ પવનોથી બચવા માટે લોકોએ કામ સિવાય ઘર કે ઓફિસની બહાર જવાનું ટાળ્યું હતું અને ઠંડીથી રક્ષણ મેળવવા ગરમ વસ્ત્રો, જાકીટ, સ્વેટર અને ટોપી પહેરવાની ફરજ પડી હતી. ડિસેમ્બર માસમાં રાત્રિની કાતિલ ઠંડીને બદલે દિવસે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો.

હવામાનખાતાની આગાહી જણાવે છે કે દક્ષિણ ગુજરાતના કાંઠે લૉ પ્રેશર છવાયેલું છે અને તેની સાથે દરિયાઇ સપાટીથી ૩.૧ કિ.મિ.ના સ્તરે સાઇક્લોનિક સરક્યુલેશન પણ છવાયેલું છે.

આ સિસ્ટમની અસર હેઠળ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડવાની સંભાવના છે. જો કે અન્ય જિલ્લાઓ કચ્છમાં હવામાન સૂકુ રહેશે. આગામી બે ત્રણ દિવસ સુધી વાદળછાયા વરસાદી અને ઠંડીના માહોલમાં કોઇ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી.

અમદાવાદ શહેરમાં આજે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન ૧૯ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં ૧૨ ડિગ્રી જેટલું નીચું હતું. ગઇરાતે ઠંડીનું પ્રમાણ ૧૫.૬ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઇએ તેના કરતાં ૧.૨ ડિગ્રી ઊંચું હતું. આમ, દિવસ અને રાત્રિના તાપમાન લગભગ એક સરખા થઇ ગયા હતા.

હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા આઠ વાગે ૮૮ ટકા અને સાંજે સાડા પાંચ વાગે ૮૪ ટકા નોંધાયું હતું. હવામાનખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે રાત્રિ દરમ્યાન તાપમાન ૧૬ સે.ગ્રે. જેટલું રહેશે અને દિવસ દરમ્યાન આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે.

Post Comments