Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીટીયુને ગાંધીનગર નજીક ૧૦૦ એકર જમીન ફાળવાશેઃ શિક્ષણ વિભાગ ની મંજૂરી

-આખરે સ્થાપનાના દસ વર્ષ બાદ

-અગાઉ ચાંદખેડા કોલેજની ૨૮ એકર જમીન આપવા સરકારે નિર્ણય કર્યો હતો

અમદાવાદ,તા.16 જુલાઇ 2017, રવિવાર

જીટીયુની સ્થાપનાને દસ વર્ષ થયા બાદ પણ પોતાની જમીન ન હોઈ છેલ્લા અનેક વર્ષોથી સરકાર પાસે પસંદગીની જગ્યા માંગવામા આવી રહી હતી.દરમિયાન નવા આવેલા કુલપતિ દ્વારા યુજીસીની માન્યતાને લઈને ૧૦૦ એકર જમીનની માંગને પગલે સરકારના શિક્ષણ વિભાગે આખરે ગાંધીનગર નજીક ૧૦૦ એકર જમીન ફાળવવા મંજૂરી આપી દીધી છે.જો કે હજુ મહેસૂલ ખાતા દ્વારા જમીન હસ્તાંતરણની પ્રક્રિયા બાકી છે.

રાજ્યમાં તમામ યુનિ.ઓમાંથી ઈજનરી ફાર્સમી સહિતની ટેકનિકલ કોર્સની બ્રાંચો અલગ કરીને  તે માટે ૨૦૦૭માં અલાયદી ટેકનોલોજીકલ યુનિવર્સિટી સરકાર દ્વારા સ્થપાઈ હતી.યુનિ.ને હાલ દસ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ યુનિ.પાસે પોતાની જમીન જ ન હોઈ યુજીસીનું ૧૨બી સર્ટીફીકેટ એટલે કે માન્યતા હજુ સુધી નથી.જેને લઈને યુજીસીની ગ્રાન્ટ જીટીયુને મળતી જ નથી.યુજીસીની માન્યતા માટે ઓછામાં ઓછી ૧૦૦ એકર જમીન હોવી જોઈએ જેથી અગાઉના હંગામી કુલપતિ તથા ત્યારબાદ ૬વર્ષ રહેલા કાયમી કુલપતિએ પણ સરકાર સમક્ષ અનેકવાર જમીનની માંગણી કરી હતી સરાકરે અમદાવાદ ગાંધીનગરથી દૂર અનેક જગ્યાએ જમીન બતાવી હતી પરંતુ તે પસંદ પડે તેમ ન હોઈ અનુકુળ ન હોવાથી જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી વાત પેન્ડિંગ જ ચાલતી હતી.
દરમિયાન ગત વર્ષે નવા આવેલા કુલપતિ દ્વારા ફરી એકવાર સરકાર પાસે ૧૦૦ એકર જમીનની માંગણી કરાઈ હતી.પરંતુ સરકારે જીટીયુ હાલ જ્યાં સ્થિત છે તે ચાંદખેડા ઈજનેરી કોલેજના કેમ્પસમાં સરાકરી કોલેજ એવી ચાંદખેડા ઈજનેરી કોલેજની ૨૮ એકર જમીન આપી દેવા સૈદ્ધાંતિક નિર્ણય કર્યો હતો અને જીટીયુને આટલી ઓછી જમીન આપી મનાવી હતી.જો જીટીયુની પોતાની ૨૩ અને ચાંદખેડા કોલેજની ૨૮ મળીને પણ ૫૧ એકર જ જમીન થાય તેમ હતી જેથી જીટીયુએ અન્ય કોઈ પણ સ્થળે ૧૦૦ એકર જમીન આપવાની રજૂઆત કરી હતી.જેને લઈને આખરે તાજેતરમાં શિક્ષણ વિભાગે ગાંધીનગર જીલ્લામાં આઈઆઈટી નજીક લોકવાડા સર્વે નંબરની ૧૦૦ એકર જમીન ફાળવવા મંજૂરી આપી દીધી છે.હવે મહેસૂલ ખાતા દ્વારા જમીન હસ્તાંતરણની વિધી પૂર્ણ થયા બાદ જીટીયુને ૧૦૦ એકર જમીન ફાળવી દેવાશે.

Post Comments