Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિટલરે સત્તા મેળવ્યાની વાત કરો છો પણ કોંગ્રેસે કટોકટીને ય યાદ કરવી જોઇએ

- વિધાનસભા જોયું જાણ્યું

અમદાવાદ, તા. 6 માર્ચ 2018, મંગળવાર

વિધાનસભાના બજેટ સત્રનાં ત્રીજા અઠવાડીયાનો પ્રથમ દિવસ સરેરાશ શાંતિથી પસાર થયો હતો. અંદાજપત્ર પર સામાન્ય ચર્ચાનાં પ્રથમ દિવસે પ્રશ્નોતરી દરમિયાન શાસક અને વિપક્ષ વચ્ચે કેટલાક મુદ્દે ચકમક જરી હતી. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેના પુત્ર જયનો ઉલ્લેખ પણ કોંગ્રેસે એક તબક્કે કર્યો હતો. પરંતુ રાજ્યકક્ષાના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને કોંગ્રેસના સભ્યોને વધુ બોલતાં અટકાવ્યા હતા.

તારાંકીત પ્રશ્નોત્તરીમાં પણ પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક તથા ઉચ્ચતર અને ટેકનિકલ શિક્ષણ, RTI નો અમલ વગેરે બાબતો અંગે પ્રશ્નો ઉઠાવીને કોંગ્રેસના સભ્યોએ ગૃહમાં સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા હતા પણ અનુભવી મંત્રીઓએ તેઓને ફાવવા દીધા નહોતા. તેમજ જેવા સવાલ તે પ્રકારના સિફતપૂર્વકના જવાબો આપીને સ્થિતિને કંટ્રોલ કરી હતી. જોકે સામાન્ય ચર્ચામાં વિરોધ પક્ષના નેતાં ધાનાણીએ ગુજરાત પર 'દેવા' અંગે ભારે આકરાં શબ્દોમાં સરકારની નીતિ-રીતિની ઝાટકણી કાઢી હતી.

સોમવારે તારાંકીત પ્રશ્નોત્તરીમાં પાંચ નંબરના પ્રશ્ન - પેટા પ્રશ્ન દરમિયાન બન્ને પક્ષો વચ્ચે હુંસાતુંસી જોવા મળી હતી. જેમાં ભાજપનાં જ ધારાસભ્યે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે કોંગ્રેસને કેટલી જગ્યાએથી ખસેડાઈ છે ? જવાબ આપવા ઉભા થયેલા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે ત્રિપુરા સહિતના રાજ્યોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. હવે કોંગ્રેસમુક્ત ભારતની દિશામાં આગળ વધી રહ્યા છીએ. આથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રશ્ન પૂછનારા ધારાસભ્યને હળવી ટકોર કરી કે હવે તમારે બીજા જવાબની અપેક્ષા રહેતી નહીં હોય... પ્રદિપસિંહ પહેલા પણ ભાજપનાં કેટલાક ધારાસભ્યોએ વિજય બદલ વડાપ્રધાન તથા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને અભિનંદન આપ્યા હતા.

આ બધાનો જવાબ આપવા ઉભા થયેલા કોંગ્રેસના પૂંજા વંશે પેટા પ્રશ્ન પૂછવાના બ્હાને ભાજપના મંત્રીઓને સંભળાવ્યું કે, આ જન્મમાં તમે ક્યારેય કોંગ્રેસમુક્ત ભારત કરી શકવાના નથી. ઈતિહાસમાં જોઈએ તો ભૂતકાળમાં હિટલરે દુનિયા પર સતા મેળવી હતી. પરંતુ બાદમાં કેવો ત્રાસ અને કાળો કેર વર્તાવ્યો હતો તે સૌ કોઈ જાણે છે. આ સાંભળીને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સ્પષ્ટતા કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાસ્તવિકતાવાદીથી કામ કર્યું છે. તમે હિટલરની વાત કરો છો તો કટોકટીને પણ યાદ કરો !!!

સોમાભાઈ કોળી પટેલનો ભાજપ સામે બળાપો : તમે મને કાઢી મુક્યો હતો...
લિંમડી બેઠક પરથી ચૂંટાયેલા સોમાભાઈ કોળી પટેલનો તારાંકીત પ્રશ્નોત્તરીમાં સૌથી પ્રથમ પ્રશ્ન રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ મેળવેલા પ્રવેશનો હતો. તેઓએ શરૃઆત જ રડતલ અવાજમાં કરી હતી. જેમાં કહ્યું કે ૧૯૯૫માં પણ હું અહીં બેસીને જ પ્રશ્ન પૂછતો હતો. ૨૦૧૮માં પણ અહીંથી જ પ્રશ્ન પૂછી રહ્યો છું. આથી શિક્ષણમંત્રીએ ઉભા થઈ હળવેથી કહ્યું કે સોમાભાઈના નસીબ... !! આવું સાંભળીને સોમાભાઈએ ફરીથી ઉભા થઈ કહ્યું કે, નસીબ નહીં તમે મને કાઢી મુક્યો હતો... ચૂડાસમાએ આગળ વધતા કહ્યું કે અહીં તમે લોકો નહીં ચેલગીના સૂત્રો પોકારો છો જ્યારે આખા દેશે એવું કહ્યું કે યહી (ભાજપ જ) ચલેગી... હજુ સોમાભાઈ અમે તમને અમારા જ સમજીએ છીએ.

અધ્યક્ષે કહ્યું, બલદેવજી કેટલા પ્રેમથી તમે વાતો કરો છો...
કોંગ્રેસનાં ધારાસભ્ય બલદેવજી ઠાકોરની છાપ 'માથાભારે' તરીકેની છે. ભૂતકાળમાં ગાળાગાળી કે દોડીને ભાજપના સભ્યોને મારવાનો પ્રયત્ન કરી ભારે હોબાળો મચાવી દેનારા બલદેવજી નવી સરકારમાં ઘણા જ બદલાયેલા લાગે છે. કોઈપણ ભાજપના સભ્યો સામે બાખડી પડનારા હવે જાણે 'ઠરીઠામ' થઈ ગયા છે. આજે તેઓ પ્રશ્નોત્તરી દરમિયાન ઉભા થઈ શિક્ષકોની ગ્રાન્ટ અંગે તેમજ વર્ગખંડો વગર વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણતા હોઈ, નવા વર્ગખંડો બનાવવા અંગેના પ્રશ્નો ખૂબ જ સરળતાથી અને સાવ સીધી રીતે સમય બગાડયા વગર પૂછ્યા હતા. જેમાં ખૂબ જ વિનવણી દેખાતી હતી. બલદેવજીનું આવું નવું રૃપ જોઈને અધ્યક્ષ ત્રિવેદી બોલ્યા વગર પોતાની જાતને રોકી શક્યા નહોતા. અધ્યક્ષે કહ્યું કે, આજે તો તમને કેટલા પ્રેમથી વાત કરતા જોયા છે. આથી રાજ્યકક્ષાના મંત્રી વિભાવરી દવેએ કહ્યું કે આ 'કેસરીયા'ની અસર છે તો ભાજપનો કોઈ સભ્યે બૂમ પાડી કે 'સુધરી ગયા.'

જગદીશ પંચાલ 'બાળક' જેવા પ્રશ્નોથી ટીકાને માત્ર બન્યા
અમદાવાદ શહેરના ભાજપનાં પ્રમુખ જગદીશ પંચાલ હવે જૂનિયર નથી ગણાતા. પ્રમુખ તરીકે તેઓને કાર્યકરોની નાની મોટી માહિતીઓ સૂચનો આપી 'લીડ' કરવાના હોય છે. તેમનું માર્ગદર્શન કરવાનું હોય છે. પરંતુ આજે જગદીશ પંચાલે એવો પ્રશ્ન પૂછ્યો હતો કે, અમદાવાદમાં કેટલી સરકારી ગ્રાન્ટેડ કોલેજ આવેલી છે ? આ પ્રશ્ન સાંભળ્યા બાદ તુરંત જ કોંગ્રેસના ધારાસભ્યો કોમેન્ટ કરવા લાગ્યા હતા કે પ્રમુખ છો તો એટલી પણ ખબર નથી ? સાથોસાથ ભાજપના જ અમુક મંત્રીઓ તેમજ ધારાસભ્યો આવા પ્રશ્નથી નારાજ થયા હતા. પ્રમુખ તરીકે આવો પ્રશ્ન પૂછવાની શી જરૃરત હતી ? એવી ચર્ચા પણ ભાજપનાં ધારાસભ્યો અંદરોઅંદર કરતા હતા.

માજી મુખ્યમંત્રી સુરેશ મહેતાને પ્રેક્ષક ગેલેરીમાં જોઈ મંત્રીઓ સ્તબ્ધ
ગુજરાત ભાજપના એક વખતના મુખ્યમંત્રી અને નરેન્દ્ર મોદી સામે કાયમી બાંયો ચઢાવનારા સુરેશ મહેતા સોમવારે વિધાનસભા ગૃહની પ્રેક્ષક ગેલેરીમાં આવી ગયા હતા. તેઓએ પ્રશ્નોત્તરી અને બાદમાં પરેશ ધાનાણીનું ૨૫ મિનિટનું આખુ ભાષણ સાંભળ્યું હતું. મહેતાને એક્ટિવ થતાં જોઈને ભાજપનાં સિનિયર નેતાઓ ગભરાયા છે. તેઓને ડર સતાવી રહ્યો છે કે વિપક્ષના નેતાને મહેતા ભાજપ સરકાર વિરૃદ્ધનું માર્ગદર્શન અને માહિતી આપતા હશે કે કેમ ? નજીકનાં ભવિષ્યમાં મોદી કે ભાજપ સરકાર સામે કોઈ નવા ધડાકા તો નહીં કરે ને ?

Post Comments