Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગુજરાતનો RERA કાયદો: બિલ્ડરો લોકોને છેતરી પાંચ ટકા દંડ ભરે તો જેલ નહીં!

-ગુજરાત સરકારની બિલ્ડરો સાથેની મિલીભગત

-બિલ્ડરો અને રાજકારણીઓ પાર્ટનરશીપમાં જ ધંધો કરતાં હોવાથી ગુજરાત સરકારે રેરા એક્ટની કડક જોગવાઈને નિયમ

(પ્રતિનિધિ તરફથી)    અમદાવાદ,તા.17 જુલાઇ 2017, સોમવાર


ગુજરાત સરકારે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ - રેરા માટે તૈયાર કરેલા નિયમમાં જેલની સજાને પાત્ર બિલ્ડરને બચાવી લેવાનો રસ્તો કરી આપ્યો છે. આમ બિલ્ડરો સાથેની મિલીભગતમાં ચાલતી ગુજરાત સરકારના નેતાઓએ પ્રજાને ભોગે નિયમ નંબર ૧૯ના માધ્યમથી તેમને સજામાંથી છૂટકારો અપાવી દીધો છે. જે કલમમાં કેન્દ્ર સરકારે જેલની સજાની જોગવાઈ દાખલ કરેલી છે તે જ કલમોમાં ગુજરાત સરકારે નિયમના માધ્યમથી પ્રોજેક્ટ કોસ્ટના પ ટકા જેટલી રકમની પેનલ્ટી કરવાની જોગવાઈ મૂકી દઈને બિલ્ડરોને બચાવી લેવાનું આયોજન કર્યું છે.

પરિણામે લોકો સાથે ફ્રોડ કરનારા બિલ્ડરોને છુટ્ટો દોર મળી જશે. લોકો પાસે કરોડો રૃપિયા ઉઘરાવીને પછી તેના પાંચથી દસ ટકા રકમ દંડ તરીકે જમા કરાવી દઈને બિલ્ડર રફ્ફુચક્કર થઈ જાય તેવા કિસ્સાઓ પણ બનશે અને ગુજરાત સરકાર પ્રજાને ભોગે આ ખેલ જોયા કરશે. આમ આદમી લૂટાયા કરશે અને બિલ્ડરો જલસા કરતાં રહેશે. ગુજરાતના બિલ્ડરોને ગુજરાતના રાજકારણીઓ સાથે સારી સાંઠગાંઠ હોવાથી અને ગુજરાતના રાજકારણીઓના ખાસ્સા પૈસા રિયલ એસ્ટેટમાં લાગેલા હોવાથી રેરા એક્ટની જોગવાઈઓને ઢીલી કરી નાખતા નિયમો કરવામાં આવ્યા હોવાનું રેરાના અભ્યાસુઓનું કહેવું છે.

કેન્દ્ર સરકારે તૈયાર કરેલા રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એક્ટ-રેરા એક્ટની કલમ ૫૯ (૨)માં જોગવાઈ કરવામાં આવી છે કે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટના કોઈ પ્રોજેક્ટના પ્રમોટર પેટા કલમ (૧) હેઠળ આપવામાં આવેલા આદેશો, કરવામાં આવેલા નિર્ણયો અને આપવામાં આવેલી સૂચનાઓનું પાલન ન કરે અને સતત તેનો ભંગ કરતા રહે તો તેમને ત્રણ વર્ષની જેલની સજા થઈ શકે છે. ઉપરાંત તેમને પ્રોજેક્ટ કોસ્ટના દસ ટકા રકમ સુધીનો દંડ કરી શકાય છે. માથાભારે બિલ્ડરને જેલની સજા અને દંડ બંને કરવાની જોગવાઈ પણ આ કલમ હેઠળ કરવામાં આવેલી છે.
કેન્દ્રના રેરા એક્ટની કલમ ૬૪માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ રિયલ એસ્ટેટના કોઈ પ્રમોટર એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા આપવામાં આવેલા આદેશો, સૂચનાઓ કે પછી નિર્ણયોનું પાલન ન કરે અને તેનો વારંવાર ભંગ કરે તો તેવા કિસ્સાઓમાં તેને ત્રણ વર્ષ સુધીની જેલની સજા કરવા ઉપરાંત જેટલા દિવસનો વિલંબ કર્યો હોય તે માટે દરરોજના દરે દંડ કરવાની અને પ્રોજેક્ટ કોસ્ટના દસ ટકા સુધીનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે. કેન્દ્રના રેરા એક્ટની કલમ ૬૮ હેઠળ ડેવલપર કોઈ ગેરરીતિ કરે અને એપેલેટ ટ્રિબ્યુનલના ઓર્ડરનું પાલન ન કરે તો તેને એક વર્ષની જેલની સજાની જોગવાઈ કરવામાં આવેલી છે.

Post Comments