ગુજરાત વિધાનસભાની ચૂંટણીઃ બાપુ કોંગ્રેસ તરફથી લડશે કે ભાજપ તરફથી?
- ભાજપનો ગઢ સાચવવાની મથામણ, કોંગ્રેસની પ્રતિષ્ઠાનો સવાલ
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થતુ
ગાંધીનગર, તા. 19 મે 2017, શુક્રવાર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર હજુ સુધી સ્પષ્ટ નથી થતુ. શંકરસિંહ વાઘેલા કયા પક્ષને ટેકો આપે છે તેના ઉપર આ વખતે આખી ચૂંટણીનો દારોમદાર હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. એક તરફ ભાજપા બાપુને ઘરવાપસી માટે મનાવી રહ્યુ છે તો બીજી તરફ કોંગ્રેસ તેમના હાથમાં સત્તા આપવામાં ખચકાઈ રહ્યુ છે.
ગુજરાત કોંગ્રેસમાં શરૂ થયેલી આંતરિક ખેંચતાણ વચ્ચે સમગ્ર પ્રકરણમાં પડદા પાછળ રાજ્યસભાનો ખેલ ખેલાઈ રહ્યો છે. જ્યારે શંકરસિંહે ટ્વિટર, ફેસબૂક સહિતના સોશિયલ મીડિયા પરથી રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ અને કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો તેનાથી પણ વિવિધ પ્રકરાની અટકળો અને ક્યાસ લગાવાઈ રહ્યા છે. પણ જો શંકરસિંહ પૂનઃ ભાજપમાં આવે તો તેમના કદને શોભે તેવું કયું પદ આપી શકાય તેવી ચર્ચાઓ વચ્ચે નવી અટકળો એવી શરુ થઈ છે કે ભાજપ તેમને રાજ્યપાલના પદની ઓફર કરી છે.
બીજી તરફ આગામી ઓગસ્ટ મહિનામાં ગુજરાતના જે ત્રણ રાજ્યસભાના સાંસદોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલ જ્યારે ભાજપના કેન્દ્રીય ટેક્સ્ટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની અને દિલીપ પંડ્યાનો સમાવેશ થાય છે. લોકસભામાં બહુમત મેળવવામાં સફળ રહેલાં ભાજપ પાસે રાજ્યસભામાં બહુમતી નથી ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ પાસે રહેલી રાજ્યસભાની બેઠક આંચકી લેવા માટે દાવપેચ શરૂ થયા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે 57 ધારાસભ્યો હોવાથી હાલના તબક્કે રાજ્યસભાના સાંસદ એહમદભાઈ પટેલના સભ્યપદ સામે કોઈ પડકાર નથી, પરંતુ વિપક્ષી નેતા શંકરસિંહ વાઘેલા પોતાના ટેકેદારો સાથે ઘર વાપસી કરે તો એહમદભાઈ પટેલ માટે રાજ્યસભાની બેઠક જીતવી મુશ્કેલ છે.
ગુજરાત કોંગ્રેસમાં વર્ચસ્વની ખેંચતાણ દિનપ્રતિદિન ઘેરી બનતી જાય છે. વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ યુક્તિપૂર્વક વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે સંપૂર્ણ અને સ્વતંત્ર-સત્તાની માગ કરીને પ્રદેશથી માંડીને રાષ્ટ્રીય નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. બાપુએ વિધાનસભાની ચૂંટણી પહેલાં આવી રહેલી રાજ્યસભાની ચૂંટણીને પણ હથિયાર બનાવીને ધાર્યું કરાવવાની રણનીતિ અપનાવી હોવાનું જણાવતા રાજકીય સૂત્રો કહે છે કે, જો કોંગ્રેસ વાઘેલાને મનાવવામાં નિષ્ફળ જાય અને બાપુ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડે તો કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા એહમદભાઈ પટેલનું સંસદસભ્યનું પદ જોખમાશે.
રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ વાઘેલા 20થી વધુ ધારાસભ્યો સાથે ભાજપમાં જઈ રહ્યા છે. જો આ સાચું હોય તો બાપુ માટે બંને હાથમાં લાડુ જેવો ઘાટ સર્જાયો છે. વાઘેલાના ભાજપ પ્રવેશ અંગે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ એકથી વધુ વાર સ્પષ્ટતા સાથે કહી ચૂક્યા છે કે, ભાજપની વિચારસરણીને અનુકુળ કોઈ પણ વ્યક્તિને પણ પૂર્વ શરત વિના આવકારે છે પરંતુ જાણકારો કહી રહ્યા છે કે, વાઘેલાએ ભાજપ સમક્ષ કેટલીક શરતો મૂકી છે. આ શરતો સ્વીકારવામાં આવે તો તેઓ જૂના મતભેદો ભૂલીને ફરીથી માતૃસંસ્થામાં ભળી જાય તેવી પૂરી શક્યતા છે.
Post Comments
રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ માટે કોહલી, દ્રોણાચાર્ય એવોર્ડ માટે દ્રવિડનું નામ મોકલાયું
IPL-૧૧માં દિલ્હીના ફ્લોપ શો બાદ કેપ્ટન તરીકે ગંભીરનું રાજીનામું
ઇમરાન ખાનના ત્રીજા લગ્ન પણ 'હિટ વિકેટ' થવાની તૈયારી
યોકોવિચ પહેલી જ મેચમાં હાર્યો : નડાલનો વિજયી પ્રારંભ
આજે પંજાબ સામેની ટી-૨૦માં હૈદરાબાદને હારનો બદલો લેવાની તક
આઇપીએલના બીજા તબક્કામાં સ્પિનરોની ભૂમિકા મહત્વની રહેશે
હરમીત દેસાઈ ટેબલ ટેનિસની વર્લ્ડ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા સ્વિડન રવાના
બાઝાર ફિલ્મમાં ચિત્રાંગદા સિંઘનો ડાન્સ હશે
મારી કારકિર્દીનો આ સૌથી મુશ્કેલ રોલ છે
વરસે એકાદ બે ફિલ્મો હું કરતી રહીશ
સંજય દત્તની બાયો-ફિલ્મ ચીનમાં રજૂ થવાની છે ?
અક્ષય કુમારની ગોલ્ડ સમયસર રજૂ થશે
પરમાણુ મેની ૨૫મીએ રજૂ થશે
અર્જુન કપૂરે અર્જુન રેડ્ડી ફિલ્મ શી રીતે ગુમાવી ।
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News