Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમદાવાદ: પાલડી વિસ્તારમાં લોકોના ઘરે ક્રોસના નિશાન જોવા મળતા દહેશત ફેલાઈ

- અગાઉ આ વિસ્તારમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણવાળા પોસ્ટર પણ દેખાયા હતા

- પાલડીમાં હિંદુ- મુસલમાન લાંબા સમયથી સાથે સાથે રહી રહ્યા છે

અમદાવાદ, તા. 14 નવેમ્બર 2017 મંગળવાર

ગુજરાતમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા સાંપ્રદાયિકતા બગાડવાનો પ્રયત્ન જોવા મળ્યા છે. અમદાવાદના પાલડી વિસ્તારમાં મુસ્લિમ મકાનો પર લાલ અને પીળા રંગના ક્રોસ થયેલા જોવા મળ્યા છે.

અગાઉ આ વિસ્તારમાં સાંપ્રદાયિક ધ્રુવીકરણવાળા પોસ્ટર પણ દેખાયા હતા. તે પોસ્ટરોમાં લખાયુ હતુ કે પાલડીને જુહાપુરા બનવાથી બચાવો. જુહાપુરા ગુજરાતના મુસ્લિમ પ્રભાવક વિસ્તાર છે જ્યારે પાલડીમાં હિંદુ- મુસલમાન લાંબા સમયથી સાથે સાથે રહી રહ્યા છે.

પોતાના ઘરની બહાર આ નિશાનને જોઈને ત્યાના લોકો ભયભીત છે અને સાંપ્રદાયિક તણાવ ભડકાવવાની આશંકા વર્તાઈ રહી છે. આ લોકોએ ચૂંટણીપંચ અને પોલીસ કમિશ્નરને પત્ર લખીને આ મામલે તપાસ કરવાની માંગ કરી છે. આ પત્રમાં તેમણે આશંકા વર્તાઈ કે નિશાન કરવાનો આશય મુસ્લિમ વિસ્તારની ઓળખાણ કરવી છે.

આ પ્રકારના નિશાન મૌલાના આઝાદ ઉર્દૂ યુનિવર્સિટીના ચાન્સેલર ઝફર સરેસવાલાના ઘર પર લાગેલા મળ્યા. આને લઈને જ્યારે સરેશવાલાએ વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે મોદી સાહેબ સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરે છે. આ પ્રકારની નફરત ફેલાવવાળા અભિયાન 2002ની ચૂંટણી દરમિયાન પણ થયા નહોતા. શું અમારે એ વિશ્વાસ રાખવો જોઈએ કે આ ભાજપ મોદી સાથે નથી?

પાલડીમાં આ પ્રકારની ઘટના બાદ વહીવટીતંત્ર હરકતમાં આવી ગયુ છે અને આ નિશાન પર ચૂનો લાગી ગયો છે. જોકે આને લઈને વહીવટીતંત્રના અધિકારીઓને પણ કોઈ સંતોષપ્રદ જવાબ મળ્યો નથી. અમદાવાદ પોસીલ કમિશ્નર એકે સિંહે કહ્યું છે કે તેમણે ઘટનાની તપાસ માટે આદેશ આપ્યો છે.

Post Comments