Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જીએસપીસીના કૌભાંડથી રૃ. ૨૦ હજાર કરોડનું ગુજરાતને નુકસાન છતાં મોદીની ચૂપકિદી

-વડાપ્રધાન 'ખાતો નથી ખાવા દેતો નથી' બોલવામાં જ શૂરા, અમલમાં ઉણા

-વડાપ્રધાનમાં હિંમત હોય તો જીએસપીસી કૌભાંડ અને તેમાં પોતાની સંડોવણીની તટસ્થ તપાસ કરાવેઃ કોંગ્રેસ

અમદાવાદ, તા.7 ડિસેમ્બર 2017,ગુરૃવાર


ખાતો નથી અને ખાવા દેતો નથી, ભ્રષ્ટાચારમુક્ત શાસન જેવા દાવા કરી રહેલા  નરેન્દ્ર મોદી  ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (જીએસપીસી)માં થયેલા રૃ. ૨૦ હજાર કરોડના કૌભાંડને મામલે શા માટે મૌન ધારણ કરીને બેઠા છે તેવા નિવેદન સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ વડાપ્રધાન પર શાબ્દિક ચાબખાં લગાવ્યા છે.

જીએસપીસીના મસમોટા કૌભાંડને ઉજાગર કરતું પુસ્તક આજે બહાર પડયું હતું. જેના અંગે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, '૨૬ જૂન ૨૦૦૫ના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે જીએસપીસીને કેજી બેઝિનમાં ૫૦ બિલિયન યુએસ ડોલર એટલે કે અંદાજે રૃ. ૨,૨૦,૦૦૦ કરોડનો ગેસ ભંડાર મળ્યો છે. તેમણે એવી પણ બડાશ હાંકી હતી કે ગુજરાતમાં નળ ચાલુ કરશો તો ગેસ આવશે.

૧૭ જુલાઇ ૨૦૦૮ના નરેન્દ્ર મોદીએ એવો મનઘંડત દાવો કર્યો હતો કે હવે જીએસપીસી રૃ. ૪,૪૦,૦૦૦ કરોડનું ગેસ ઉત્પન્ન કરશે.  હવે જીએસપીસીને કારણે ગુજરાત સરકારની તિજોરીમાંથી રૃ. ૧૯૫૭૬ કરોડ ડૂબી ગયા છે અને તેની સામે ગેસનો શૂન્ય જથ્થો મળી આવ્યો છે. આ કૌભાંડની સાથે ખૂદ નરેન્દ્ર મોદી પોતાની પણ તટસ્થ તપાસ કરાવવા તૈયાર છે?

સીએજીના અહેવાલમાં પણ જીએસપીસીમાં કેટલી હદે કૌભાંડ-ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે તેનો ખુલાસો થયો છે. હવે વડાપ્રધાન આ મામલે શા માટે ચૂપકિદી ધારણ કરીને બેઠા છે. આ ઉપરાંત જીએસપીસીમાં સંકળાયેલા દરેક અધિકારીને શિરપાવ પેટે હાલ સરકારમાં મહત્વનો હોદ્દો સોંપવામાં આવ્યો છે, જેમાં આરબીઆઇના ગવર્નર ઉર્જિત પટેલનો પણ સમાવેશ થાય છે.'

 કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલી જીએસપીસી અંગેની હકીકત

 જીએસપીસીમાં ગુજરાત સરકાર અને બેંકોનું રૃ. ૧૯૫૭૬ કરોડ તો કેજી બેઝિન ગેસ બ્લોકમાં જ ડૂબી ગયા છે, છતાં ૧૩ વર્ષમાં ગેસ નીકળ્યો જ નથી.

 જીએસપીસીએ પોતાની માલિકીના ૬૪ ગેસ બ્લોક્સમાંથી ૪૫ ગેસ બ્લોક્સને સરંડર કરી દેતાં રૃ. ૨૯૯૨.૭૨ ૭૨ કરોડનું નુકસાન થયું છે.

 ટેન્ડર વિના જ જીએસપીસીના બે જોઇન્ટ વેન્ચર પાર્ટનર બનાવાયા હતા. જે પૈકી જિયો ગ્લોબલ રિસોર્સેસ અને જ્યુબિલન્ટ ઓફશોર ડ્રિલિંગ પ્રા. લિ. એમ બંને કંપનીઓને અલગ-અલગ ૧૦-૧૦ ટકા હિસ્સો આપવામાં આવ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે જિયો ગ્લોબલ રિસોર્સેસને ૧૦ ટકા હિસ્સો મફત અપાયો હતો. આ બંને ખાનગી કંપનીઓ તરફથી સરકારે રૃ. ૨૩૧૯.૪૩ કરોડનો ખર્ચ કર્યો હતો અને તે નુકસાન પણ સરકારી તિજોરીને થયું છે.

 જીએસપીસીમાં અનેક ઓઇલ-ગેસ બ્લોક્સમાંની એક કંપની ગુજરાત નેચરલ રિસોર્સેસ લિમિટેડ (જીએનઆરએલ)સાથે સંયુક્ત સાહસ પણ કર્યું હતું. જીએનઆરએલ ગુજરાતના તત્કાલીન પેટ્રોલિયમ મંત્રી સૌરભ પટેલના પરિવારની કંપનીની છે. જીએનઆરએલનું નામ પનામા પેપર્સમાં 'હર્મેક' અને 'ગોરાલ્સ'  કંપની સાથે જોડાયેલું છે. જેને જીએનઆરએલની સબસિડરી બતાવવામાં આવી રહી છે.

 ઓગસ્ટ ૨૦૧૭ના ૨૦ હજાર કરોડ ડૂબાવનારી જીએસપીસીના ૮૦ ટકા શેર ભારત સરકારની નવરત્ન કંપની ઓએનજીસી દ્વારા રૃ. ૭૭૩૮ કરોડમાં ખરીદાયો હતો. મે ૨૦૧૪માં મોદી સરકારે ઓઓનજીસીના સીએમડી-ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરની નવી વરણી કરી, જેમાંના એક ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા પણ છે.

 

 જીએસપીસીના કયા અધિકારીને શેનો શિરપાવ અપાયો?

અધિકારી      જીએસપીસીમાં હોદ્દો   હાલમાં કયો હોદ્દો

ઉર્જિત પટેલ   ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર   આરબીઆઇ ગવર્નર

ડીજે પાંડિયન  સીઇઓ એશિયન ઇન્ફ્રા ઇન્વેસ્ટમેન્ટ

                તપન રે        એમડી સેબીના ડિરેક્ટર

અતાનુ ચક્રવર્તી       એમડી હાઇડ્રોકાર્બનમાં ડાયરેક્ટર જનરલ

Post Comments