Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એ ફસા...સરકારે હોર્ડિંગસ્માં law ની જગ્યા low મિનિસ્ટર છાપતા હોબાળો

- હ્યુમન રિસોર્સના સ્પેલિંગમાં પણ છબરડો

અમદાવાદ, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

સરકારી જાહેરાત અને હોર્ડિંગમાં ભૂલ એ કોઈ નવી વાત નથી પરંતુ આ વખતે કાયદાપ્રધાનને law ની જગ્યાએ low મિનિસ્ટર વાળી જાહેરાતને કારણે સરકાર શરમમાં મૂકાણી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી IIT ગાંધીનગરના ઉદ્ઘાટન સમારંભમાં આવ્યા હતા ત્યારે સરકારે એક જાહેરાત પબ્લિશ કરી હતી. કેમ્પસ ચાલુ થઈ ગયાના બે વર્ષ પછી તેનું ઉદઘાટન કરવાના કારણે પહેલેથી જ આ ઘટના ચર્ચામાં આવી હતી. આ કેમ્પસ સમર્પિત કરાયુ એ પહેલા અહીં ત્રણ કોન્વોકેશન યોજાઈ ગયા છે. હવે સરકારની આ ભૂલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે.

જાહેરાત છાપવાનું કામ સરકારે જે એડ એજન્સીને આપ્યુ હતુ તે એજન્સીએ પ્રકાશિત કરેલી જાહેરાતમાં રવિશંકર પ્રસાદને ‘low’ મિનિસ્ટર તરીકે અને પ્રકાશ જાવડેકરને હ્યુમન રિસોર્સ (resourec) ડેવલપમેન્ટ મિનિસ્ટર તરીકે ઈન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા છે. Law ઉપરાંત Resourceના સ્પેલિંગમાં પણ છબરડા છે. પ્રસાદ કેન્દ્ર સરકારનો ‘law’ અર્થાત્ કાયદા અને ન્યાય તથા ઈન્ફોર્મેશન ટેક્નોલોજીનો પોર્ટફોલિયો સંભાળે છે. જાવડેકર હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર છે.

એવી ચર્ચા છે કે છેલ્લી ઘડીએ જાહેરાત છપાવાની ઉતાવળ અને ચૂંટણી પહેલા IITમાં આ કાર્યક્રમ ગોઠવવાની ઉતાવળમાં આટલો મોટો છબરડો થઈ ગયો હતો. આ કારણે સરકારે ભારે ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવાનો વારો આવ્યો છે.

Post Comments