Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગીફ્ટ સીટીના કારણે આગામી 20 વર્ષમાં 30 કરોડ લોકોને રોજગારી મળશે: અર્જુન મેઘવાલ

- આંતરરાષ્ટ્રિય ટ્રેડિંગ માટે વધુથી વધુ લોકો જોડાય

- ગીફ્ટ સીટીમાં રહેલું ટ્રેડિંગ સેન્ટર દુનિયાનું એક માત્ર 22 કલાક ચાલુ રહેતું સેન્ટર

ગાંધીનગર, તા. 11 જાન્યુઆરી 2017, મંગળવાર

8મા વાઇબ્રન્ટ ગુજરાત મહોત્સવના બીજા દિવસે નાણાં મંત્રી અરૂણ જેટલી, નાણાં રાજ્ય મંત્રી અર્જૂન મેઘવાલ અને આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલ હાજર રહ્યાં હતા. પોતાના સેશન દરમિયાન અર્જુન મેઘવાલે કહ્યું કે ગીફ્ટ સીટીના કારણે આગામી 20 વર્ષમાં 30 કરોડ લોકોને રોજગારી મળશે.

નાણાં રાજ્ય મંત્રી અર્જૂન મેઘવાલે કહ્યું કે ગીફ્ટ સીટીના કારણે આગામી 20 વર્ષમાં 30 કરોડ લોકોને રોજગારી મળી રહેશે. તેમણે કહ્યું કે,‘ગીફ્ટ સીટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે, તેને સાકાર કરવું પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સપનું સુતા સુતા નહી પણ જાગતા જોયું છે. ગીફ્ટ સીટીમાં તમામ સગવડતાઓ ઉપલબ્ધ છે. ઈન્ટરનેશનલ ટ્રેડિંગ માટે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવી છે. ગીફ્ટ સીટીમાં આવેલું સેન્ટર દુનિયાનું એક માત્ર એવું સેન્ટર છે જે 22 કલાક સુધી કાર્યરત રહે છે.

અર્જુન મેઘવાલે કહ્યું કે,'બીએસઇના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ ચૌહાણે મને જણાવ્યું કે આંતરરાષ્ટ્રિય ટ્રેડિંગ માટે હજુ સુધી 80 જેટલા જ ટ્રેડરો જોયા છે. હું અપિલ કરું છું કે વધુથી વધુ લોકો આંતરરાષ્ટ્રિય ટ્રેડિંગ કરવા માટે જોડાય જેથી વડાપ્રધાનનું સપનું ઝડપથી સાકાર થાય.

Post Comments