Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઘાટલોડિયાના જમીન દલાલના પુત્રની હત્યા કરાયેલી લાશ ગોધાવીથી મળી

-ઘરેથી સસરાને ત્યાં જવા નીકળેલા

-પીએમ રિપોર્ટમાં માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા થયાનું ખુલ્યું

અમદાવાદ, તા.12 ઓકટોબર 2017,ગુરૃવાર

ઘાટલોડીયામાં રહેતા એક જમીન દલાલના પુત્ર વિશાલ દેસાઈની લાશ ગોધાવીના તળાવમાંથી મળી આવી હતી. દસ દિવસ અગાઊ બનેલા આ બનાવની તપાસમાં તેના માથામાં તિક્ષ્ણ હથિયારના વાર કરીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે બોપલ પોલીસે ગુનો નોંધીને અજાણ્યા આરોપીની શોધ આદરી છે.

 આ બનાવની વિગત મુજબ તા. ૩.૧૦.૨૦૧૭ નાં રોજ બોપલ પોલીસને માહિતી મળી હતી કે સાણંદના ગોધાવી ગામના તળાવમાં એક લાશ પડી છે. બોપલ પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ કરતા એક વ્યક્તિની લાશ મળી આવી હતી આથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. મૃતકના ગજવામાંથી ગેસનું બિલ મળી આવ્યું હતું.

જેને આધારે પોલીસે તપાસ કરતા યુવકનું નામ વિપુલ દેસાઈ તથા તે ઘાટલોડિયામાં ભાગ્યોદય સોસાયટીનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેના પરિવારજનોને જાણ કરતા તેમણે મૃતદેહને ઓળકી કાઢ્યો હતો.વિપુલ ઘાટલોડિયામાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતા ઈશ્વરભાઈ સાકાભાઈ દેસાઈનો  પુત્ર હોવાનું બહાર આવ્યું હતું.

જમીન દલાલીનું કામ કરતા ઈશવરભાઈના પરિવારમાં પત્ની તથા બે પુત્ર વિપુલ (૨૬) અને તેનાથી નાના પુત્ર વિશાલનો સમાવેશ થાય છે. વિપુલના લગ્ન ૩ વર્ષ અગાઊ સાણંદના શેલામાં રહેતી દિપીકા નામની યુવતી સાથે થયા હતા. જોકે છેલ્લા એક વર્ષથી રિસાઈને તેના પિયર જતી રહી છે. વિપુલ અને વિશાલ ગુરૃકુળમાં સર્જન ટાવર નીચે ગજાનંદ  અમૂલ પાર્લક નામની દુકાન ધરાવે છે.

તા. ૨.૧૦.૨૦૧૭ નાં રોજ સાંજે વિપુલ એક્ટીવા લઈને તેના સસરાને ઘરે જતો હોવાનું કહીને નીકળ્યો હતો. દરમિયાન તેના એક મિત્રએ ઈશ્વરભાઈને ફોન કરીને કહ્યું હતું કે વિપુલ રિસાયો છે અને ઘરે આવવાની ના કહે છે ઊપરાંત તેની સેન્ટ્રો કાર લઈ ગયો છે. વિપુલે તેને કહ્યું હતું કે તમે ટેન્શન ના લેશો હું મારી પત્નીને તેડવા જઊ છું.

બીજીતરફ પરિવારના સભ્યોએ વિપુલની શોધ આદરી હતી. તેનો મોબાઈલ પણ બંધ આવતો હતો. તેમણે વિપુલની તમામ બેઠકોએ તપાસ કરી પણ તેનો પતો લાગ્યો ન હતો.

 બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ.બી.એસ.વ્યાસના જણાવ્યા મુજબ વિપુલ તેના સસરના ઘરે ગયો ન હવાનું જાણવા મળ્યું છ. અમે તેના સાસરિયાઓની આ અંગે પુછપરછ કરીશું. હાલમાં અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જોકે હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

Post Comments