Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એજન્ટની ઓફિસમાંથી મામલતદાર કચેરીની ફાઈલો મળતાં હલ્લાબોલ

- કલોલ મામલતદાર કચેરીનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો

કલોલ, તા. 13 જૂન 2018, બુધવાર

કલોલ મામલતદાર કચેરીની સરકારી ફાઈલો એજન્ટની ઓફીસમાંથી મળી આવતાં હોબાળો મચી ગયો હતો. કોંગી ધારાસભ્યની રજૂઆત બાદ પ્રાંત અધિકારીએ મામલતદાર કચેરીની બિલકુલ સામે આવેલી ઓમ લીગલ કન્સલ્ટન્સીમાં દરોડો કરતાં મામલતદાર કચેરીના સહી સિક્કાવાળી ફાઈલો મળી આવી હતી. જેથી એજન્ટના કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો જપ્ત કરી પ્રાંત અધિકારીએ એજન્ટની ઓફીસને પણ સીલ લગાવી દીધું હતું.

પ્રાંત અધિકારી દ્વારા ઓમ કન્સલ્ટન્સીને સીલ કરી સરકારી ફાઈલો અને કોમ્પ્યુટર જપ્ત કરવામાં આવ્યું
કલોલમાં આવેલી મામલતદાર કચેરીમાં અવારનવાર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠતી રહેતી હોય છે.

મામલતદાર કચેરીમાં વચેટીયાઓ દ્વારા અરજદારો પાસેથી પૈસા ઉઘરાવી કામ કરી આપવામાં આવતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.

ત્યારે મામલતદાર કચેરીની બિલકુલ સામે આવેલી બિલ્ડીંગમાં ઓમ લીગલ કન્સલ્ટન્સી નામની ઓફીસમાં વચેટીયાઓ દ્વારા મામલતદાર કચેરીની ફાઈલો પહોંચાડવામાં આવે છે તેમજ મામલતદાર કચેરીની મહત્વની ફાઈલો પણ આ એજન્ટને ત્યાં ઓફીસમાં જ પડી રહે છે તેવી વ્યાપક ફરિયાદો ઉઠી હતી.

કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે પણ આ અંગે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી. ત્યારે આ મામલે આજે ધારાસભ્ય બળદેવજી ઠાકોર તેમજ કોંગી આગેવાનોએ મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરી રજુઆતો કરતાં તંત્ર દોડતું થયું હતું.

પ્રાંત અધિકારીએ ઓમ કન્સલ્ટન્સીમાં દરોડા કરી તપાસ કરતાં એજન્ટની ઓફીસમાંથી મામલતદા કચેરીની સહિ સિક્કાવાળી ૧પ જેટલી ફાઈલો મળી આવી હતી. તેમજ કોમ્પ્યુટરમાંથી પણ વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેથી પ્રાંત અધિકારીએ ફાઈલો તથા કોમ્પ્યુટર કબ્જે લઈ એજન્ટની ઓફીસને પણ સીલ મારી દીધું હતું.

અરજદારની ફાઈલો વચેટીયાઓ દ્વારા કમીશન લઈને એજન્ટને પહોંચાડવામાં આવતી હતી. આ મુદ્દે ઓમ કન્સલ્ટન્સીના એજન્ટોની પણ પુછપરછ કરવામાં આવી રહી છે.

મામલતદાર કચેરીના આ ભ્રષ્ટાચારમાં કચેરીના કેટલાક કર્મચારીઓની પણ સંડોવણી હોવાની શક્યતાઓ રહેલી છે. જમીનને લગતી અરજીઓ અને ફાઈલો એજન્ટની ઓફીસમાંથી મળી આવી છે સરકારી કચેરીના આ ભ્રષ્ટાચારમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવે તો ખુબજ મોટુ કૌભાંડ બહાર આવવાની શકયતાઓ રહેલી છે. ઓમ કન્સલ્ટન્સીમાં થતાં સરકારી ફાઈલોના ભ્રષ્ટાચારમાં એક વકીલનું નામ પણ બહાર આવ્યું છે.

Post Comments