Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ચાર હજારની વસતી વાળા સરખડી ગામની ચાર બહેનો છે ગુજરાતની દંગલ ગર્લ

- બ્રિક્સ રમોત્સવમાં અંડર 20 વોલિબોલ ટુર્નામેન્ટમાં કેપ્ટનશીપ સંભાળી હતી

- 100 જેટલી છોકરીઓ વોલિબોલના કોચિંગ માટે સરેખડી આવે છે

અમદાવાદ, તા. 17 જુલાઈ 2017, સોમવાર

સરખડી ગામની દંગલ ગર્લ છેલ્લા કેટલાય વર્ષોથી વોલિબોલમાં બાજી મારીને નવા નવા રેકોર્ડ બનાવી રહી છે પણ સરકાર કે બીજા કોઈ તરફથી તેમને જોઈએ એવી સહાયતા મળી નથી રહી.

હરિયાણાની ફોગટ બહેનો પર બનેલી ફિલ્મ દંગલ તો તમને કદાય જોઈ જ હશે. આ બહેનોની જેમ જ ગુજરાતના ગીરસોમનાથ જિલ્લાના નાનકડા ગામ સારખડીની આ ચાર બહેનોએ અનેક ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કર્યું છે. સૌથી છેલ્લે ગત મહિને ચીનમાં યોજાયેલ બ્રિક્સ દેશોના રમતોત્સવમાં અંડર-20 મહિલા વોલિબોલ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ 19 વર્ષીય ચેતના વાળાએ કરી હતી. આ પહેલા તેની બહેન કિંજલે પણ બે વર્ષ પહેલા આ અચિવમેન્ટ મેળવ્યું હતું. જ્યારે તેની અન્ય બે બહેનોએ પણ અનેક નેશનલ લેવલની સ્પર્ધામાં ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

માત્ર 4 હજારની વસ્તી ધરાવતા સારખડી જેવા નાના ગામમાંથી આગળ વધી અનેક બંધનો તોડી પુરૂષ પ્રધાન સમાજની માનસિક્તા સામે લડીને આગળ વધી છે. ચારે બહેનોએ મળીને જુદી જુદી સ્પર્ધામાં 7 ગોલ્ડ, 7 સિલ્વર, 12 બ્રોન્ઝ અને 24 નેશનલ એવોર્ડ્સ મેળવ્યા છે. તેમજ પોતાના ગામ, જિલ્લો અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. વાત ફક્ત આટલેથી જ નથી અટકતી આ બહેનોના કારણે હવે આ નાનકડા ગામમાં મહિલા વોલિબોલ માટે ખાસ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જેના દ્વારા 100 જેટલી ખેલાડીઓ નેશનલ અને ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે તૈયાર થઈ રહી છે.

સ્થાનિકોનો જણાવ્યા મુજબ આમ તો ગામમાં મહિલાઓનું વોલિબોલ રમવું વર્ષ 1980થી શરૂઆત થઈ હતી પરંતુ સમાજના બધા જ બંધનોને તોડીને આ મહિલાઓ ખેરેખર 1988માં આગળ વધી. જ્યારે ગામની સ્કૂલમાં વોલિબોલના કોચ વરજાંગ વાળાની મહેનતથી એક બાદ એક છોકરીઓ વોલિબોલ રમવા માટે આગળ વધવા લાગી. કોચ વાળા કહે છે કે ‘પહેલા તો સૌથી મોટો પ્રોબ્લેમ છોકરીના માતા-પિતાને સમજાવવામાં થતો હતો. જિલ્લા અને રાજ્યની બહાર તેમની છોકરીઓને રમવા માટે મોકલવાની વાત વાલીઓને સમજાવવી ખૂબ અઘરી હતી. તો બીજી તરફ આ ગેમમાં પહેરવામાં આવતા કપડા પણ પરંપરાગત રૂઢીચુસ્ત સમાજ માટે વાંધાજનક હતા. પરંતુ જેમ જેમ છોકરીઓ ટુર્નામેન્ટ્સ જીતતી ગઈ તેમ તેમ લોકોની વિચારવાની પદ્ધતી પણ બદલાઈ ગઈ.’

BRICS ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી ચેતનાએ કહ્યું કે ભવિષ્યમાં પણ પોતે નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માગે છે. તેણે વધુમાં કહ્યું કે, ‘આજે હું જે કંઇ પણ છું તે ગામમાં વિકાસ પામેલા વોલિબોલ કલ્ચરના કારણે બની છું.’ ચેતના અને તેની બહેન કિંજલ બંને ફિઝિકલ એજ્યુકેશનમાં એમ.ફીલ કરવા જઈ રહ્યા છે અને ભવિષ્યમાં તેઓ કોચ બનવા માગે છે. જ્યારે તેમની બહેનો શોભના અને વર્ષા પણ અનેક વખત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

માત્ર 3 વિઘાની ખેતી ધરવાતા આ બહેનોના પિતા મેરામણસિંહ વાળા હંમેશા પોતાની દીકરીઓને ગેમ્સમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન આપતા રહ્યા છે તો ક્યારે પણ રમત-ગમતના મોંઘા સાધનો ખરીદવા પણ ના નથી પાડી.

આજે રાજ્યમાંથી 100 જેટલી છોકરીઓ વોલિબોલના કોચિંગ માટે સારખડી આવે છે. જોકે કોચ વરજાંગ વાળાના જણવ્યા પ્રમાણે વર્ષોથી ઇનડોર સ્ટેડિયમ માટેની માગ હજુ પણ સરકાર દ્વારા પૂર્ણ કરવામાં નથી આવી. જ્યારે ઇન્ટરનેશનલ સ્તરની તૈયારી કરાવી શેક તેવા કોચ અને ફેસેલિટી પણ અહીં નથી. તેમજ વોલિબોલ શીખવા આવતી ગર્લ્સ માટે હોસ્ટેલની પણ વ્યવસ્થા નથી.

Post Comments