Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ડાંગરના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતો બેહાલઃ મણે 30 રૂપિયાની ખોટ

- ચાલુ ભારે વરસાદ-પૂર અને પાકને નુકસાની વચ્ચે

- હાલ મણે 285 રૂપિયાનો ભાવ જ મળે છેઃ ડાંગરમા રોગ થતા ભારે ઉત્પાદન ઘટની શક્યતા

અમદાવાદ,તા. 13 ઓક્ટોબર 2017, શુક્રવાર

ગુજરાતમાં ચાલુ વર્ષે 8,05,700 હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે. જે ગત વર્ષની સરખામણીમાં 24,500 હેક્ટરમાં વધુ વાવેતર થયાનું દર્શાવે છે.

હાલમાં ડાંગરની આવકો ચાલુ થઇ ગઇ છે. સરકારે ટેકાનો ભાવ 315 રૂપિયા નક્કી કર્યો હોવા છતાંય હાલમાં બજારમાં વેપારીઓ ખેડૂતોને મણે 285 થી 290 રૂપિયા સુધીનો જ ભાવ આપી રહ્યા છે. ખેડૂતોએ મણે 30 રૂપિયાનું નુકશાન કરવું પડી રહ્યું છે.

દિવાળી ટાણે જ ખેડૂતોને પોષણક્ષણ ભાવ મળતા ન હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે.ચાલુ વર્ષે પુરની સ્થિતિ, મોડુ વાવેતર અને તેમાંય ચુસિયા નામનો રોગ ડાંગરમાં આવતા પાકનો ઉતારો પણ ઓછો થયો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

હાલમાં ડાંગર મણે 285 રૂપિયાના ભાવે ખરીદાઇ રહી છે. જેના કારણે ખેડૂતોએ મણે 30 રૂપિયાની નુકશાની સહન કરવી પડી રહી છે.હાલમાં ખેતરોમાં ડાંગર કપાઇ રહી છે અને માલ ધીમેધીમે બજારમાં આવી રહ્યો છે.

ડાંગરના સારા ભાવ મળે તો ખેડૂતોની દિવાળી સુધરી શકે તેમ છે. પરંતુ હાલમાં તો ખેડૂતોને ટેકાના ભાવ પણ મળતા ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થતું હોય છે. ચાલુ વર્ષે અમદાવાદમાં 1,18,000 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે.

અમદાવાદમાં ચાલુ વર્ષે પુરની સ્થિતિને કારણે પાકને ભારે નુકશાની થઇ હોવાથી ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે ડાંગરમાં 1,900 હેક્ટર ઓછું વાવેતર નોંધાયું છે. તેમાંય વળી દસક્રોઇ, ધોળકા અને બાવળા પંથકમાં ડાંગરના પાકમાં કેટલીક જગ્યાએ ચુસીયાનો રોગ જોવા મળતા પાક ઉત્પાદનમાં ઘટ થવાની શક્યતા જોવાઇ રહી છે.

રાજ્યમાં કયા જિલ્લામાં કેટલા હેક્ટરમાં ડાંગરનું વાવેતર થયું છે ?
જિલ્લો ડાંગર(હેક્ટરમાં)
અમદાવાદ   1,18,000
આણંદ    1,10,800
ખેડા   1,08,400
પંચમહાલ    47,000
દાહોદ   50,700
છોટાઉદેપુર   21,900
મહિસાગર   40,600
વડોદરા    22,700
સુરત  46,200
નર્મદા   10,700
ભરૂચ   8,000
ડાંગ    20,800
નવસારી    49,400
વલસાડ    70,700
તાપી    53,400
મહેસાણા    7,000
સાબરકાંઠા  7,500
અરવલ્લી   1,200
ગાંધીનગર   9,900
સુરેન્દ્રનગર  800

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


લેટેસ્ટ સમચારોની અપડેટ માટે અમરા ફેસબુક પેજને લાઇક કરો તથા ટ્વિટર પર ફોલો કરો

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

Post Comments