Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખેડૂતોને ૧ ટકા વ્યાજની લોનની વાતો પોકળ ઃ બેન્કો ૬ ટકા વસુલે છે

-રાજ્ય સરકારના ૨ અને કેન્દ્રના ૩ ટકા વ્યાજ માફની વાત

-સરકારમાંથી ફંડ આવ્યા પછી રકમ ચૂકવાશે:બેન્કો બેન્કોમાંની વિગતો આપ્યા બાદ નાણા આપીશું:સરકાર

અમદાવાદ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

ગુજરાતનાં નાના ખેડૂતોને ત્રણ લાખનાં ધિરાણ પર માત્ર એક ટકા લેખે વ્યાજ ચૂકવવું પડશે એવી મોટી મોટી જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી હતી. પરંતુ વાસ્તવિકતા એ છે કે બેન્કો ખેડૂતોને આપેલા ધિરાણ પેટેની ૬ ટકાનું પૂરું વ્યાજ વસૂલી રહી છે. ખેડૂતો ૧ ટકા વ્યાજ કેમ નથી લેતા એવું પૂછે તો બેન્કનાં મેનેજરો જવાબ આપે છે કે સરકારમાંથી ફંડ આવશે તો તમને વ્યાજની પાંચ ટકાની રકમ પાછી આપી દઈશું.

નાના-મધ્યમ ખેડૂતોને પાક ધિરાણ, કૃષિ ઓઝારોની ખરીદી માટે તેની જમીન પર ત્રણ લાખ સુધીની લોન આપવામાં આવે છે. બેન્કો દ્વારા કિસાન ક્રેડીટ યોજના અંતર્ગત વાર્ષિક છ ટકાના દરે ધિરાણ આપવામાં આવે છે. ૨૦૧૬-૧૭ના વર્ષ માટે ગત ઓક્ટોબર મહિનામાં જ સરકારે પાક નિષ્ફળ જતા વ્યાજ દરમાં ૨ ટકાનો ઘટાડો કરવા અને તે રકમ બેન્કોમાં સીધી જમાં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

ત્યારબાદ કેન્દ્ર સરકારે પણ આવા ખેડૂતો માટે ૩ ટકાની છૂટની જાહેરાત કરી હતી. આમ રાજ્ય-કેન્દ્ર સરકાર પાક યોજનાનું પાંચ ટકા ખેડૂતોનું વ્યાજ ચૂકવવાની હતી પરંતુ તાજેતરમાં કેટલાંય ખેડૂતોની લોન પૂરી થતાં બેન્કોએ તેમની પાસેથી ૬ ટકા લેખે જ વ્યાજ ભરાવ્યું છે.

ખેડૂતોએ ૧ ટકાની દલીલો કરતા બેન્કોનાં અધિકારીઓ કહે છે કે તમારે અત્યારે છ ટકા વ્યાજ ભરવું જ પડશે. સરકાર તરફથી નાણા મળશે એટલે તમને રીફંડ અપાશે જોકે આ રકમ ક્યારે આવશે તેનો જવાબ તેઓ આપી શકતા નથી. એક બાજુ ઉત્તર ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્ર સહિતનાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદથી ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું હોઈ, પાક ધિરાણમાં પણ રાહત નહીં મળતા ખેડૂતોને પડય પર પાટું જેવું લાગી રહ્યું છે.

આ અંગે કૃષિમંત્રી ચિમનભાઈ સાપરીયા કહે છે કે, સહકારી મંડળી સંસ્થાઓમાંથી ધિરાણ લીધું હોય તેને સીધો લાભ મળી ગયો છે. રાષ્ટ્રીયકૃત બેન્કોમાંથી અમારી પાસે ખેડૂતોનાં વ્યાજની રકમનો દાવો કરાશે તો રકમ ચૂકવી અપાશે.
જ્યારે સહકાર મંત્રી જયંતિ કવાડીયા કહે છે કે, કેન્દ્રનું ફંડ વહેલું-મોડું આવે તો પણ મુખ્યમંત્રીએ આવી રકમ ચૂકવી દેવાનો નિર્ણય લઈ લીધો છે. કોઈ રાષ્ટ્રીયકૃત બેન્કમાં ફંડ મોડું પહોંચે એવું બની શકે છે. પરંતુ કયાંય કોઈ પ્રશ્ન નથી અને સરકાર ખેડૂતો માટે ખૂબ જ પોઝિટીવ છે.

Post Comments