Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પાલિતાણા પંથકમાં પાછોતરા વરસાદથી ખેડૂતો ચિંતીત

- જો સારા પ્રમાણમાં વરસાદ પડશે તો પંથકના કપાસના પાકને ભારે નુકશાનની ભીતિ

પાલિતાણા, તા. 12 ઓક્ટોબર 2017, ગુરૂવાર

પાલિતાણા પંથકમાં ચોમાસા દરમિયાન આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ પડયો છે. જેથી વાડી, ખેતરોમાં પાક પણ સારા પ્રમાણમાં થયો ચે પરંતુ હવે પછી વરસાદ આવે તો પાકને નુકશાનની ભીતીથી ખેડૂતો ચિંતીત બન્યા છે.

પાલિતાણા તાલુકામાં મોટા પ્રમાણમાં ખેતી ઉપર નભતા લોકો છે અને ચોમાસા દરમિયાન ખાસ કરીને આ પંથકમાં કપાસ, મગફળી, જુવા, બાજરી જેવુ વાવેતર કરવામાં આવે છે. જ્યારે હાલ ચોમાસુ પુર્ણ થવાના આરે છે અને વર્ષનો વરસાદ પણ સારો રહ્યો છે. ત્યાર બાજરા જુવાર જેવા પાકો લેવાઇ ગયા છે.

પરંતુ મુખ્ય વાવેતર કપાસનું છે. ત્યારે હાલ બે દિવસથી વરસાદી વાતાવરણ વચ્ચે વરસાદ પડયો પરંતુ હવે પછી જો વરસાદ સારા પ્રમાણમાં આવશે તો કપાસને નુકશાન થવાની ભીતિ છે ત્યારે આ બાબતે ખેડૂતો ચિંતા વય્ક્ત કરી રહ્યા છે.

Post Comments